દેવામાં ડૂબેલી જેટ એરવેઝે માંગી મુકેશ અંબાણી અને રતન ટાટા પાસે મદદ, જાણો શુ મળ્યો જવાબ


દેવામાં ડૂબેલી જેટ એરવેઝ તેનો થોડો ભાગ વેચી દેવા માગે છે. કંપનીની આર્થિક હાલત એટલી ખરાબ છે, કે છેલ્લા કેટલાક સમયથી કર્મચારીઓનો પગાર પણ સમય પર આપી શક્યા નથી.
 

દેવામાં ડૂબેલી જેટ એરવેઝે માંગી મુકેશ અંબાણી અને રતન ટાટા પાસે મદદ, જાણો શુ મળ્યો જવાબ

નવી દિલ્હી: નાણાકીય મુશ્કેલી ધેરાયેલી જેટ એરવેઝના પ્રમુખ નરેશ ગોયલે એરલાઇન્સને બચાવવા માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી પાસે મદદ માંગી છે. આ મામલે જાણકારી આપનારા લોકોના જણાવ્યા અનુસાર નરેશ ગોયલે ટાટા ગ્રુપના રતન ટાટા પાસે પણ મદદ માંગી છે. જેટ એરવેઝમાં નરેશ ગોયલનો 51 ટકા ભાગ છે. તે કંપનીને બચાવવા માટે તેમાથી થોડો ભાગ વેચી દેવા માટે તૈયાર થયા છે. કંપનીની નાણાંકીય સ્થિતી એટલી હદે તંગ છે,કે કંપનીઓના કર્મચારીઓનો પગાર પણ સમયસર કરવામાં નથી આવ્યો.

મિંટની એક સમાચાર અનુસાર, મુકેશ અંબાણીએ ગોયલની મદદમાં અત્યાર સુધીમાં કોઇ પણ પ્રકારનો જવાબ નથી આપ્યો. રિપોર્ટમાં આ એ પણ દાવો કરવામાં આવ્યો છે, કે વિદેશી એરલાઇન્સ કંપનીઓ સાથે પણ વાતચીક ચાલી રહી છે. આ પહેલા સમાચાર આવ્યા હતા, કે ટાટા જેટ એયરવેઝમાં ભાગ ખરીદવા માંગતા હતા. પરંતુ તે શક્ય થયું નહિં. ટાટા ગ્રુપ પહેલાથી જ દેશમાં એર એશિયા અને સિંગાપુર એરલાઇન્સ અને વિસ્તારા એરલાઇન્સ ચલાવી રહ્યા છે. વિસ્તારામાં 41 ટકા ભાગીદારી છે. વિસ્તારા ટાટા અને સિંગાપોર એરલાઇન્સ નું જૉઇન્ટ વેન્ચર છે, પરંતુ ટાટા ગ્રુપના પ્રવક્તાએ આ અંગે કોઇ પણ પ્રકારની ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો હતો. આ સમાચાર  પર જેટ એરવેઝના પ્રવક્તાએ કહ્યુ હતું, કે અમારા નિયમો મુજબ અમે ચર્ચાઓ પર ટિપ્પણી કરતા નથી.

જેટ એરવેઝમાં અબૂધાબીની કંપની એતિહાત એરવેઝની 24 ટકા ભાગીદારી છે. કંપનીએ દેવાનું વ્યાજ ચુકવવા માટે અને કર્મચારીઓને પગાર આપવા માટે રૂપિયાની સખત જરૂરિયાત છે. મુકેશ અંબાણી આ પહેલા અનેક કંપનીઓની ભાગીદારી કરીને કંપનીઓની મદદ કરી ચૂક્યા છે. 

સતત ખોટમાં જઇ રહેલી જેટ એરવેઝના પાયલટો, એન્જિનિયરો અને પ્રબંધકમાં રહેલા વરિષ્ઠ કર્મચારીઓને ઓગસ્ટનો પગાર આપવામાં પણ મોડુ કર્યું હતું. કંપનીએ કહ્યુ કે સપ્ટેમ્બરના પગારમાં પણ મોડુ થાય તેવી શક્યતાઓ છે, કંપનીના જણાવ્યા મુજબ ઓગસ્ટ મહિનામાં 50 ટકા બાકીના પગારની ચુકવણી 26 સપ્ટેમ્બરે કરવાની હતી, પરંતુ તે રકમમાં ફક્ત અડધી ચૂકવણી કરાઈ હતી. જ્યારે જેટ એરક્રાફ્ટ લેસરને પણ પેમેન્ટ નથી કરી શક્યું જેથી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ નોટીસ ફટકારી છે. 

થોડા સમય પહેલા, જેટ એરવેઝના 20 કર્મચારીઓને નોકરી માંથી કાઢી દેવમાં આવ્યા હતા. જેમાં વરિષ્ઠ કક્ષાના એક્ઝ્યુટિવનો પણ સાવેશ થાય છે. એક દશક રપહેલા કંપનીના 1900 કર્મચારીઓને બહાર કાઢ્યા હતા. પરંતુ વિવાદ વધતા તેમને પાછા નોકરી પર રાખવામાં આવ્યા હતા. અને ચેરમેન નરેશ ગોયલે કર્મચારીઓની માફી માંગી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news