Mukesh Ambani ની કંપનીમાં સતત ચોથા દિવસે લાગી લોઅર સર્કિટ, 31200 કરોડ ડૂબી ગયા
Mukesh Ambani Jio Financial Share Price: સતત ચોથા દિવસે કંપનીના સ્ટોક 5 ટકા ગગડી ગયા. આજના ઘટાડા બાદ કંપનીની માર્કેટ કેપમાં લગભગ 31200 કરોડ રૂપિયા ઘટી ગયા છે.
Trending Photos
Jio Financial Services Share Price: મુકેશ અંબાણીની કંપની જિયો ફાઈનાન્શિયલ સર્વિસિસનું લિસ્ટિંગ સોમવારે બજારમાં થયું હતું. લિસ્ટિંગ બાદથી સતત કંપનીના શેરમાં લોઅર સર્કિટ લાગી રહી છે. ગુરુવારે સતત ચોથા દિવસે કંપનીના સ્ટોક 5 ટકા ગગડી ગયા. આજના ઘટાડા બાદ કંપનીની માર્કેટ કેપ લગભગ 31200 કરોડ રૂપિયા ઘટી ગઈ છે. અંબાણીની આ કંપનીના સ્ટોકમાં છેલ્લા 4 દિવસથી 20 ટકાનો ઘટાડો આવી ચૂક્યો ચે.
29 ઓગસ્ટના રોજ હટાવવામાં આવશે ઈન્ડેક્સમાંથી
એશિયા ઈન્ડેક્સ પ્રાઈવેટ લિમિટેડની સૂચકાંક સમિતિએ કહ્યું હતું કે જો JFS ના શેરોમાં સતત લાગી રહેલી લોઅર સર્કિટના કારણે તેને બીએસઈ સહિત તમામ પ્રમુખ ઈન્ડેક્સથી હટાવવાના નિર્ણયને 3 દિવસ માટે વધુ ટાળવામાં આવ્યો છે. કંપનીના શેરોને 23 ઓગસ્ટના રોજ નિફ્ટી અને સેન્કે્કથી બહાર કરવાનો હતો પરંતુ હવે તેને 29 ઓગસ્ટના રોજ ટ્રેડિંગ શરૂ થતા પહેલા રિમૂવ કરવામાં આવશે.
કેટલી થઈ માર્કેટ કેપ?
પહેલા કંપનીની માર્કેટ કેપ 1,68,362.03 કરોડ હતી અને આજે 31,194.62 કરોડના ઘટાડા બાદ માર્કેટ કેપ હવે 1,37,167.41 કરોડ રૂપિયા થઈ ગઈ છે.
કેમ રોકાણકારો સતત વેચી રહ્યા છે શેર્સ
એક્સપર્ટનું કહેવું છે કે ઈન્ડેક્સ ફંડ્સની વેચાવલીના કારણે કંપનીના શેરોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. લિસ્ટિંગ બાદથી જ સતત લાગી રહેલી લોઅર સર્કિટના કારણે કંપનીના સ્ટોક 20 ટકા સુધી ગગડી ચૂક્યા છે અને આ સમયગાળામાં શેરની કિમતમાં 48.55 રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે.
28 ઓગસ્ટના રોજ થશે AGM
રિસાયન્સની એન્યુઅલ જનરલ મિટિંગ 28 ઓગસ્ટના રોજ થશે. એવી આશા વ્યક્ત કરાઈ રહી ચે કે આ વખતે જેએફએસની બિઝનેસ યોજનામાં કઈક વિકાસ થઈ શકે છે, જેની અસર કંપનીના શેરો પર જોવા મળી શકે છે.
(ડિસ્ક્લેમર: અહીં ફક્ત શેરના પરફોર્મન્સની જાણકારી આપવામાં આવી છે, તે રોકાણ માટેની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન હોય છે અને રોકાણ પહેલા તમારા એડવાઈઝર સાથે વિચાર વિમર્શ કરી લેવો.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે