Tomato Price: આ શહેરોમાં કોઈ સગા હોય તો ટમેટાનું પાર્સલ મંગાવી લો, અહીં આજે પણ ટમેટાનો ભાવ છે 25 રૂપિયે કિલો

Tomato 25 Rs Kg: ટમેટાના વધેલા ભાવથી દેશભરમાં હાહાકાર મચી ગયો છે. ગૃહિણીઓનું તો બજેટ જ ખોરવાઈ ગયું છે. ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ટમેટા 120 રૂપિયા પ્રતિ કિલો સુધીના ભાવે વેંચાઈ રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતભરમાં જે ટમેટાનો ભાવ ભડકે બળે છે તે ટમેટા કેટલાક શહેરોમાં આજે પણ 25 થી 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેંચાય છે ?

Tomato Price: આ શહેરોમાં કોઈ સગા હોય તો ટમેટાનું પાર્સલ મંગાવી લો, અહીં આજે પણ ટમેટાનો ભાવ છે 25 રૂપિયે કિલો

Tomato 25 Rs Kg: 10 દિવસ પહેલા જે ટમેટા બજારમાં 30 થી 40 રૂપિયા કિલોના ભાવે મળતા હતા તે ટમેટાએ હવે દેશના મોટાભાગના શહેરોમાં સદી ફટકારી છે અને 100થી 120 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેંચાય છે. ટમેટાના વધેલા ભાવથી દેશભરમાં હાહાકાર મચી ગયો છે. ગૃહિણીઓનું તો બજેટ જ ખોરવાઈ ગયું છે. ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ટમેટા 120 રૂપિયા પ્રતિ કિલો સુધીના ભાવે વેંચાઈ રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતભરમાં જે ટમેટાનો ભાવ ભડકે બળે છે તે ટમેટા કેટલાક શહેરોમાં આજે પણ 25 થી 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેંચાય છે ?

આ પણ વાંચો:

યુપીના ઘણા શહેરોમાં ટમેટા 100 થી 120 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેંચાઈ રહ્યા છે. જ્યારે દેહરાદૂનમાં 80, કોલકાતામાં 90 અને બેંગલુરુમાં લગભગ 70 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટમેટા મળે છે.  હૈદરાબાદમાં તો ટમેટાના ભાવ આ શહેરોની સરખામણીમાં સાવ  ઓછા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર હૈદરાબાદમાં ટમેટા 25 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. જ્યારે પૂણેમાં ટમેટાના ભાવ 40 રૂપિયા જેટલા છે. 

ટમેટાના ભાવ વધી જતાં જે ઘરમાં દર અઠવાડીયે 1 કિલો ટમેટા આવતા હતા ત્યાં હવે 250 ગ્રામ ટમેટાથી કામ ચલાવવામાં આવી રહ્યું છે. સ્થિતિ એવી છે કે સામાન્ય માણસ તો જરૂર ન હોય તો ટમેટા ખરીદવાનું જ ટાળે છે. તેવામાં લોકોને રાહત આપવા માટે આંધ્ર પ્રદેશ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે અહીં ટમેટા 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચવાનો નિર્ણય કર્યો છે.

ટમેટાના વધેલા ભાવથી લોકો તોબા પોકારી ગયા છે તેવામાં કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે આગામી 15 દિવસમાં ટમેટાના ભાવ સ્થિર થવાની સંભાવના છે. સરકારી અધિકારીઓનું કહેવું છે કે ઉપરથી ટમેટાનો નવો પાક આવવા લાગશે એટલે ભાવમાં ઘટાડો થઈ જશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news