આગામી 3 કલાક ભારે! હવામાન ખાતાની આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી, વાંચ્યા વગર બહાર ન જતા
Gujarat Weather Forecast: વરસાદ સતત ગુજરાતને ઘમરોળી રહ્યો છે. હવામાન ખાતાએ આજે 3 કલાક માટે ગુજરાતના કેટલાક વિસ્તારો માટે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમા સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 113 તાલુકામા વરસાદ પડ્યો છે. જુનાગઢના ભેસાણમા સૌથી વધુ 6 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. હવામાન ખાતાની આગાહી મુજબ 11 વાગ્યાથી શરૂ થતા આગામી 3 કલાક માટે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.
Trending Photos
Gujarat Weather Forecast: વરસાદ સતત ગુજરાતને ઘમરોળી રહ્યો છે. હવામાન ખાતાએ આજે 3 કલાક માટે ગુજરાતના કેટલાક વિસ્તારો માટે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમા સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 113 તાલુકામા વરસાદ પડ્યો છે. જુનાગઢના ભેસાણમા સૌથી વધુ 6 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. વલસાડમા ધરમપુરમાં સાડા ચાર ઈંચ વરસાદ પડ્યો, છેલ્લા બે કલાકમાં અઢી ઈંચ વરસાદ નોંધાયો છે.
3 કલાક માટે વરસાદની આગાહી
હવામાન ખાતાની આગાહી મુજબ 11 વાગ્યાથી શરૂ થતા આગામી 3 કલાક માટે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, ગિર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, ડાંગ વલસાડ અને દીવ, દમણ, દાદરા અને નગર હવેલી વગેરે વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, મહેસાણા, બોટાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, પંચમહાલ, વડોદરા, આણંદ, મહિસાગર, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, અને તાપીમાં હળવો વરસાદ પડી શકે છે.
અંબાલાલની આગાહી
આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી કરી કે, હજી પણ રાજ્યમાં ભારે વરસાદના વાદળો ઘેરાયેલા છે. આકાશ ભલે કોરું લાગે, પણ ક્યારે કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ જશે તેની ખબર નહીં પડે. ભારે વરસાદ લોકો માટે આફત લાવશે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતની નદીઓમાં પૂર લાવશે. હવે 2 જુલાઈ સુધી ગુજરાતમાં ભારે વરસાદ પડશે. ત્યાર બાદ 8 થી 12 જુલાઈ વચ્ચે ગ્રહોની સ્થિતિને કારણે વરસાદ અને ભારે પવન રહેશે. સૌરાષ્ટ્રના દરિયા કિનારે ભારે પવન રહેશે તે સૂચક ઘટના ઘટાવશે. આ ચોમાસુ અનિયમિત રહેશે, અનિશ્ચિતતા રહેશે.
હજુ પણ ગુજરાતમાં 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાનની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. અમદાવાદમાં હજુ પણ આગામી બે દિવસ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાનની આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં શનિવારે 96 ટકા અને રવિવારે 80 ટકા શક્યતા છે કે અતિભારે વરસાદ પડી શકે છે. શુક્રવારની જેમ શનિવારે પણ મોડી સાંજે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. જો કે હાલની સ્થિતિ આગામી મંગળવારથી ગુરુવાર વચ્ચે વરસાદ પડે તેવી સંભાવના નથી. 2 જી જુલાઈથી વરસાદનું જોર ક્રમશઃ ઘટશે.
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 200 તાલુકાઓમાં નોંધાયો વરસાદ#GujaratRains #Monsoon #Monsoon2023 pic.twitter.com/N965qpOIeF
— Zee 24 Kalak (@Zee24Kalak) July 1, 2023
24 કલાકમાં 200 તાલુકામાં વરસાદ
રાજ્યમાં 24 કલાકમાં 200 તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો. સૌથી વધુ જૂનાગઢના વીસાવદરમાં 15.92 ઈંચ વરસાદ પડ્યો, 20 તાલુકામાં 4 ઈંચથી વધારે વરસાદ પડ્યો છે. તો 9 તાલુકામાં 4 ઈંચ વરસાદ વરસ્યો. કચ્છ, જામનગર, જૂનાગઢ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદથી NDRFની ટુકડીઓએ સંભાળ્યો મોરચો. જૂનાગઢ અને જામનગરમાં SDRFની 1-1 ટીમ તહેનાત કરાઈ છે.
વરસાદથી 11ના મોત
અત્રે જણાવવાનું કે ગુજરાતમાં ભારે વરસાદના કારણે અત્યાર સુધીમાં 11 લોકોનાં મૃત્યુ થયા છે. પંચમહાલમાં 4, આણંદ અને બોટાદમાં 2, જામનગર અમરેલી અને અરવલ્લીમાં 1-1નું મૃત્યુ થયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે