મોટી ખુશખબરી, સરકારે વધાર્યા વ્યાજદર, હવે PPF-SSY પર મળશે આટલો ફાયદો

PPF-SSY-NSC interest rates: નાણા મંત્રાલય (Finance Ministry) તરફથી એક નોટિફિકેશન જાહેર કરીને આ વાત કહેવામાં આવી છે. આ વખતે સરકારે RD ના વ્યાજદરમાં 0.3 ટકાનો વધારો કર્યો છે. બેંક ડિપોઝિટ પર વધતા વ્યાજદર વચ્ચે સરકારે આ પગલું ભર્યું છે.

મોટી ખુશખબરી, સરકારે વધાર્યા વ્યાજદર, હવે PPF-SSY પર મળશે આટલો ફાયદો

Small Savings Interest Rates Increased: સેવિંગ સ્કીમમાં પૈસા રોકનારાઓને કેન્દ્ર સરકારે (Central Government) મોટી ભેટ આપી છે. જો તમે પણ બચત યોજનાઓ (savings schemes) માં પૈસા રોક્યા છે, તો હવેથી તમને વધુ વ્યાજનો લાભ મળશે. નાણા મંત્રાલય (Finance Ministry) તરફથી એક નોટિફિકેશન જાહેર કરીને આ વાત કહેવામાં આવી છે. આ વખતે સરકારે RDના વ્યાજદરમાં 0.3 ટકાનો વધારો કર્યો છે. બેંક ડિપોઝિટ પર વધતા વ્યાજદર વચ્ચે સરકારે આ પગલું ભર્યું છે.

PPF ને લઇને લીધો આ નિર્ણય
તમને જણાવી દઈએ કે રોકાણકારોમાં લોકપ્રિય પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) પર મળતા વ્યાજમાં કોઈ ફેરફાર થયો નથી અને તેને 7.1 ટકા પર જાળવી રાખવામાં આવ્યો છે.

નાણાં મંત્રાલયે આપી માહિતી 
નાણા મંત્રાલય તરફથી મળેલી માહિતી અનુસાર સૌથી વધુ વ્યાજની રકમ 0.3 ટકા આરડી પર વધારવામાં આવી છે. આ સાથે, ફ્રીક્વન્સી ડિપોઝિટ ધારકોને ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં 6.5 ટકા વ્યાજ મળશે, જે અત્યાર સુધી 6.2 ટકા હતું.  

પોસ્ટ ઓફિસ FD પર કેટલું વ્યાજ મળશે?
વ્યાજ દરોની સમીક્ષા બાદ પોસ્ટ ઓફિસમાં એક વર્ષની FD પર વ્યાજ 0.1 ટકા વધીને 6.9 ટકા થશે. તે જ સમયે, બે વર્ષની FD પર હવે 7.0 ટકા વ્યાજ મળશે, જે અત્યાર સુધી 6.9 ટકા હતું. જો કે, ત્રણ વર્ષની અને પાંચ વર્ષની મુદતની થાપણો પર વ્યાજ અનુક્રમે 7.0 ટકા અને 7.5 ટકાના દરે યથાવત રાખવામાં આવ્યું છે.

PPF અને Savings Account પરના દરોમાં કોઈ ફેરફાર નથી
આ સાથે, PPF (PPF Account)માં થાપણો પર વ્યાજ 7.1 ટકા અને બચત ખાતામાં (Savings Accounts) જમા પર વ્યાજ 4.0 ટકા પર યથાવત રાખવામાં આવ્યું છે. આમાંના કોઈપણમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

NSCના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર થયો નથી.
રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર (national savings certificate) પરનું વ્યાજ પણ 1 જુલાઈથી 30 સપ્ટેમ્બર, 2023 સુધી 7.7 ટકાના દરે જાળવી રાખવામાં આવ્યું છે.

SSY અને SCSS પર કેટલું વ્યાજ મળશે?
છોકરીઓ માટેની બચત યોજના સુકન્યા સમૃદ્ધિ યોજનાનો વ્યાજ દર પણ 8.0 ટકા પર યથાવત છે. સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ અને કિસાન વિકાસ પત્ર પર અનુક્રમે 8.2 ટકા અને 7.5 ટકા વ્યાજ મળશે.

માસિક આવક યોજનામાં
અગાઉ જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં તેમજ એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં નાની બચત યોજનાઓ (small savings scheme) પર વ્યાજમાં વધારો કરવામાં આવ્યો હતો. નાની બચત યોજના પરના વ્યાજ દર ત્રિમાસિક ધોરણે સૂચિત કરવામાં આવે છે. માસિક આવક યોજના (monthly income plan) પર વ્યાજમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને તે પહેલાની જેમ 7.4 ટકા વ્યાજ મળતું રહેશે.

આરબીઆઈએ વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી
નોંધનીય છે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ફુગાવાને નિયંત્રણમાં લાવવા માટે ગયા વર્ષે મેથી પોલિસી રેપો રેટમાં 2.5 ટકાનો વધારો કરીને 6.5 ટકા કર્યો છે. તેના કારણે ડિપોઝીટ પરના વ્યાજ દરમાં પણ વધારો થયો છે. જોકે મધ્યસ્થ બેંકે છેલ્લી બે નાણાકીય નીતિ સમીક્ષાઓમાં નીતિ દરમાં વધારો કર્યો નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news