શેરબજારે રચી નાખ્યો ઇતિહાસ, રેકોર્ડ ઉંચાઈ પર સેન્સેક્સ, નિફ્ટી પણ 11000ને પાર 

એશિયાના માર્કેટમાં તેજી, ક્રુડમાં ઘટાડો તેમજ રૂપિયામાં રિકવરીના કારણે શેરબજારમાં ઉછાળો આવ્યો છે

Updated: Jul 12, 2018, 11:02 AM IST
શેરબજારે રચી નાખ્યો ઇતિહાસ, રેકોર્ડ ઉંચાઈ પર સેન્સેક્સ, નિફ્ટી પણ 11000ને પાર 

નવી દિલ્હી : શેરબજારમાં  ફરીએકવાર ઇતિહાસ રચાઈ ગયો છે. સેન્સેક્સ પોતાના ઓલટાઇમ હાઇ પર પહોંચી ગયો છે. એશિયાના માર્કેટમાં તેજી, ક્રુડમાં ઘટાડા અને રૂપિયામાં રિકવરીના કારણે ગુરુવારે શેરબજાર એક નવી ઉંચાઈ પર ખુલ્યું. સેન્સેક્સની લાંબી છલાંગના પગલે માર્કેટ રેકોર્ડ હાઇ પર પહોંચવામાં સફળ સાબિત થયું. સેન્સેક્સ 36527ના નવા રેકોર્ડ હાઇ સ્તરે પહોંચ્યો છે જ્યારે નિફ્ટી પણ લાંબા સમય પછી 11000ના મહત્વના સ્તર સુધી પહોંચવામાં સફળ નિવડ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.70 ટકાથી વધારે તેજી જોવામાં આવી ર હી છે. આ પહેલાં જાન્યુઆરીમાં સેન્સેક્સે રેકોર્ડ હાઇ મેળવી હતી. આ સમયે સેન્સેક્સ 36476ના સ્તર સુધી પહોંચ્યો હતો. 

બિઝનેસ દરમિયાન રિલાયન્સ ઇ્ન્ડસ્ટ્રીઝ (RIL)નો શેર 1.9 ટકાની તેજી સાથે 1058 રૂ.ના ભાવ પર પહોંચી ગયો હતો. માર્કેટમાં ખરીદીનો માહોલ છે અને બેકિંગ સેક્ટરના શેર્સમાં તેજી જોવા મળી છે. આ તેજી સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી 10 હજાર કરોડ ડોલરની કંપની બની ગઈ છે. કંપનીની માર્કેટ કેપ ગુરુવારે 6.69 લાખ કરોડ રૂ. સુધી પહોંચી ગઈ છે. બુધવારે આરઆઇએલની માર્કેટ કેપ 6.55 લાખ કરોડ રૂ. હતી. 

આજના બિઝનેસમાં આઇઓસી, એચપીસીએલ, બીપીસીએલ,  ડો. રેડ્ડીઝ,  એચસીએલ  ટેક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એસબીઆઇ, યસ બેંક, મારુતિ સુઝુકી અને કોટક મહિન્દ્ર બેંક 5.1-1.1 ટકા ઉપર ચડ્યો છે. જોકે, ભારતી ઇન્ફ્રાટેલ, ટીસીએસ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, અદાણી પોર્ટસ, ઇન્ફોસિસ અને વેદાંતાના શેર્સ 2.1-0.2 ટકા ઘટ્યા છે. 

મિડકેપ શેર્સમાં એમઆરપીએલ, આડીબીઆઇ બેંક, અમારા રાજા બેટરીઝ અને ભારત ઇલેક્ટ્રોનિક્સ 3.3-2 ટકા ઉપર ચડ્યા છે. જોકે તાતા પાવર અને અદાણી એન્ટરપ્રાઇઝ 1.2-1 ટકા નબળો પડ્યો છે. સ્મોલકેપ શેર્સમાં અશોકા બિલ્ડકોન, એમઆરએસ ઇન્ડિયા, ટાઇમ ટેક્નો, એમપીએસ અને ઇલેક્ટ્રોસ્ટીલ 13.2-5 ટકા મજબૂત થયા છે. આ સાથે વી-માર્ટ રિટેલ, જેબીએફ ઇ્ન્ડસ્ટ્રીઝ, મનપસંદ બેવરેજીસ, સંદેશ અને ગુડરીક ગ્રૂપ 5-2.5 ટકા સુધી તુટ્યા છે. 

બિઝનેસના લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક...