અનિલ-ટીનાના દીકરો સાબિત થયો ખરો 'અંબાણી', પહેલી જ ડીલમાં આંખો ફાટી જાય એટલી કમાણી
અનિલ અંબાણીના દીકરા અનમોલ અંબાણીએ રિલાયન્સ કેપિટલના ડિરેક્ટર બન્યા બાદ પોતાની પહેલી ડીલ ક્રેક કરી છે.
Trending Photos
મુંબઈ : અનિલ અંબાણીના દીકરા અનમોલ અંબાણીએ રિલાયન્સ કેપિટલના ડિરેક્ટર બન્યા બાદ પોતાની પહેલી ડીલ ક્રેક કરી છે. આ ડીલમાં અનમોલે બહુ મોટી કમાણી કરીને બધાને ચોંકાવી દીધા છે અને સાબિત કરી દીધું છે કે તે કંપનીને વધારે સારી રીતે સંભાળવા માટે સક્ષમ છે. અનમોલ અંબાણીએ હાલમાં જ બ્રિટિશ ગેમડેવલપિંગ કંપની કોડમાસ્ટર્સમાં રિલાયન્સ ગ્રુપનો 60 ટકા હિસ્સો વેંચ્યો છે, જેમાંથી કંપનીને 1700 કરોડ રુપિયા મળ્યા છે.
2009માં રિલાયન્સ કેપિટલે કોડમાસ્ટર્સમાં 90 ટકા હિસ્સો ખરીદ્યો હતો. F1 સિરીઝની વીડિયો ગેમ્સ બનાવવા માટે જાણીતી કોડમાસ્ટર્સનો 90 ટકા હિસ્સો રિલાયન્સે માત્ર 100 કરોડ રુપિયામાં ખરીદ્યો હતો, અને દસ જ વર્ષમાં કંપનીને તેના પર 25 ગણું વળતર મળ્યું છે. રિલાયન્સ પોતાનો સ્ટેક યુકે અને યુરોપના 30 ઈન્વેસ્ટર્સેને વેચશે. કોડમાસ્ટર્સ લંડન સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ પણ થવાની છે. રિલાયન્સનો આ કંપનીમાં હજુય 30 ટકા હિસ્સો છે, જેની વેલ્યૂ 850 કરોડ રુપિયા જેટલી થાય છે. ગ્રુપના પ્રવક્તાએ આ વાતને સમર્થન આપ્યું હતું, પરંતુ વધુ વિગતો આપવાનો ઈનકાર કરી દીધો હતો.
દિવંગત ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણીની ત્રીજી પેઢી બિઝનેસને આગળ વધારવા માટે તૈયાર થઈ રહી છે. અનમોલ અંબાણી આમ તો રિલાયન્સ કેપિટલનો બોર્ડ મેમ્બર છે, પરંતુ હવે અંબાણી ગ્રૂપમાં તેમનું કદ વધી ગયું છે. થોડા સમય પહેલાં રિલાયન્સ કેપિટલ બોર્ડનો ડાયરેક્ટર અનમોલ અંબાણી હવે રિલાયન્સ નિપોન લાઈફ એસેટ મેનેજમેન્ટ (RNAM) અને રિલાયન્સ હોમ ફાઈનાન્સ (RHF) બોર્ડમાં શામેલ થઈ ગયો છે. રિલાયન્સ ગ્રુપની નાણાકીય સેવાઓના બિઝનેસ બોર્ડમાં માત્ર અનીલ અને અનમોલ અંબાણી જ સામેલ છે. અનમોલે બ્રિટનની બોરિક બિઝનેસ સ્કુલમાંથી શિક્ષણ મેળવ્યું છે અને તેઓ બિઝનેસની આંટીઘુંટીથી માહિતગાર છે. અનમોલ ઉપરાંત અનીલ અને ટીના અંબાણીનો એક અન્ય પુત્ર પણ છે જેનું નામ છે અંશુલ. અંશુલને બિઝનેસ કરતા મ્યુઝિકમાં વધારે રસ હોવાનું જાણવા મળ્યું છે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે