પાક પર સ્ટ્રાઇકની અસર, સેન્સેક્સ 240 પોઈન્ટના ઘટાડા સાથે 35974 પર બંધ

વિશ્લેષકોએ કહ્યું કે, ભારત પાક વચ્ચે તણાવ વધવાને કારણે બજારમાં ઘટાડો થયો છે. 

પાક પર સ્ટ્રાઇકની અસર, સેન્સેક્સ 240 પોઈન્ટના ઘટાડા સાથે 35974 પર બંધ

મુંબઈઃ શેર બજારમાં મંગળવારે મોટો ઘટાડો થયો હતો. સેન્સેક્સ 239.67 પોઈન્ટના ઘટાડા સાથે 35,973.71 પર બંધ થયો હતો. કારોબાર દરમિયાન 499.22 પોઈન્ટની કડાકા સાથે 35,714.16 સ્તર સુધી પહોંચી ગયો હતો. પરંતુ નિચલા સ્તરોથી 260 પોઈન્ટની રિકવરી થઈ ગઈ હતી. નિફ્ટી 44.80 પોઈન્ટના ઘટાડા સાથે 10,835.30 બંધ થઈ હતી. ઇંટ્રા-ડેમાં તે 10,729.30 સુધી પહોંચી ગઈ હતી. 

વિશ્લેષકો પ્રમાણે પાકિસ્તાનની સરહદમાં આતંકી ઠેકાણા પર ભારતીય વાયુસેનાના સમાચાર બાદ બંન્ને દેશો વચ્ચે વધતા તણાવથી શેર બજારમાં ઘટાડો થયો હતો. 

એનએસઈના ટોપ-5 લૂઝર

શેર                     ઘટાડો
ઇન્ડિયાબુલ્સ હાઉસિંહ ફાઇનાન્સ    3.49%
એચસીએલ ટેક            2.20%
એચડીએફસી            2.03%
આઈસીઆઈસીઆઈ બેન્ક    2.00%
ઇન્ફોસિસ            1.77%

એનએસઈના ટોપ-5 ગેનર

શેર    વધારો
ઝી એન્ટરટેઇનમેન્ટ 6.01%
ટાટા મોટર્સ    4.13%
આઈઓસી    2.81%
કોલ ઈન્ડિયા    2.75%
ટીસીએસ    2.39%

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news