મારૂતિએ અલ્ટો કે-10 માં ઉમેર્યા નવા સુરક્ષા ફીચર, મોડલની કિંમત વધી

દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારૂતિ સુઝુકી ઇન્ડીયા (એમએસઆઇ)એ બુધવારે કહ્યું કે તેણે પોતાની હેચબેક કાર અલ્ટો કે-10માં ઘણા નવા ફીચર ઉમેર્યા છે. તેનાથી દિલ્હી અને રાષ્ટ્રીય ક્ષેત્રમાં મોડલની કિંમત 23,000 રૂપિયા વધી ગઇ છે. મોડલમાં એન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ, ડ્રાઇવર એર બેગ, રિવર્સ પાર્કિંગ સેંસર, સીડ એલર્ટ સિસ્ટમ, ડ્રાઇવર અને સહ ડ્રાઇવરને સીટ બેલ્ટની યાદ અપાવનાર રિમાઇન્ડરને સામેલ કરવામાં આવી છે. 
મારૂતિએ અલ્ટો કે-10 માં ઉમેર્યા નવા સુરક્ષા ફીચર, મોડલની કિંમત વધી

નવી દિલ્હી: દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારૂતિ સુઝુકી ઇન્ડીયા (એમએસઆઇ)એ બુધવારે કહ્યું કે તેણે પોતાની હેચબેક કાર અલ્ટો કે-10માં ઘણા નવા ફીચર ઉમેર્યા છે. તેનાથી દિલ્હી અને રાષ્ટ્રીય ક્ષેત્રમાં મોડલની કિંમત 23,000 રૂપિયા વધી ગઇ છે. મોડલમાં એન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ, ડ્રાઇવર એર બેગ, રિવર્સ પાર્કિંગ સેંસર, સીડ એલર્ટ સિસ્ટમ, ડ્રાઇવર અને સહ ડ્રાઇવરને સીટ બેલ્ટની યાદ અપાવનાર રિમાઇન્ડરને સામેલ કરવામાં આવી છે. 

એમએસઆઇના શેર બજારોની આપવામાં આવેલી જાણકારીમાં કહેવામાં આવ્યું છે કે 'તેનાથી અલ્ટો કે-10 મોડલના બધા વેરિએન્ટ્સની કિંમતમાં વધારો થશે. ઉદ્યોગ સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે દિલ્હી-એનસીઆરમાં વિભિન્ન વેરિએન્ટની કિંમતમાં 15,000-23,000 રૂપિયા સુધીનો વધારો થયો છે. આ સાથે જ વિભિન્ન નવ ફીચરની સાથે દિલ્હી, એનસીઆરમાં કારની કિંમત 3.65 લાખથી માંડીને 4.44 લાખ રૂપિયા અને દેશના અન્ય ભાગોમાં આ 3.75 લાખથી માંડીને 4.54 લાખ રૂપિયા એક્સ-શો રૂમ કિંમત થઇ ગઇ છે. નવી કિંમતો બુધવારથી લાગૂ થઇ ગઇ છે.

મારૂતિ સુઝુકીના ઇન્ડીયાની એન્ટ્રી લેવલની નાની કાર અલ્ટોએ આ વર્ષે ફેબ્રુઆરીમાં સર્વાધિક વેચાનાર યાત્રી કાર (પીવી) રહી છે. કંપનીએ ફેબ્રુઆરીમાં ટોચના છ ક્રમમાં રહી. વાહન ઉત્પાદકો સિયામ સંગઠનના તાજેતરના આંકડા અનુસાર આ વર્ષે ફેબ્રુઆરીમાં 24,751 અલ્ટોનું વેચાણ થયું. ગત વર્ષે ફેબ્રુઆરીમાં અલ્ટોની 19,941 એકમો વેચાઇ હતી અને આ મોડલ બીજા સ્થાને રહ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news