અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશમી જોવા મળશે સાથે, સાઇકોલોજિકલ થ્રિલર માટે મિલાવ્યો હાથ

અભિનેતા અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશમી જલદી રૂમી જાફરી નિર્દેશિત સાઇકોલોજિકલ થ્રિલરમાં એકસાથે નજર આવશે. આ ફિલ્મના નિર્માતા આનંદ પંડિત હશે. 

Updated By: Apr 12, 2019, 04:34 PM IST
અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશમી જોવા મળશે સાથે, સાઇકોલોજિકલ થ્રિલર માટે મિલાવ્યો હાથ

નવી દિલ્હી: અભિનેતા અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશમી જલદી રૂમી જાફરી નિર્દેશિત સાઇકોલોજિકલ થ્રિલરમાં એકસાથે નજર આવશે. આ ફિલ્મના નિર્માતા આનંદ પંડિત હશે. 

પંડિતે એક નિવેદનમાં કહ્યું કે 'બચ્ચનની સાથે મારી મિત્રતા દાયકા જૂની છે. અત્યાર સુધી હું કોઇપણ એવા અભિનેતાને મળ્યો નથી જે તેમની માફક કામ પ્રત્યે સમર્પિત હોય. મારા માટે આ સન્માનની વાત છે કે એવા લીજેંડ સાથે મને કામ કરવાની તક મળશે. ફિલ્મના વિષય અનુસાર અમિતાભ અને ઇમરાનનો કૌશલ આપણને અમે જીત અપાવશે. 

તો બીજી તરફ બિગ બીએ ટ્વિટ કર્યું કે ''ખૂબ પહેલાં લેવામાં આવેલો સંકલ્પ, હવે જઇને પુરો થશે...અંતત: આનંદ પંડિત દ્વારા નિર્મિત તથા રૂમી જાફરીના નિર્દેશનમાં બનનારી ફિલ્મમાં ઇમરાન હાશ્મીની સાથે કામ કરવાની તક મળશે. 

અમિતાભ અને ઇમરાન આ ફિલ્મમાં પહેલીવાર સાથે જોવા મળશે. તમને જણાવી દઇએ કે હાલમાં અમિતાભ બચ્ચન પોતાની તાજેતરમાં રિલીઝ થયેલી 'બદલા'ને લીધે બોક્સ ઓફિસ પર છવાયેલા છે. આ સાથે જ તે હાલમાં પોતાની આગામી તમિળ અને હિંદીમાં બની રહેલી ફિલ્મ 'ઉયાન્ર્થા મનિથન'ના શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મમાં અમિતાભનો ગેટઅપ ચર્ચામાં છે. 
शाहरुख ने मांगी पार्टी तो बकरी चराने निकल पड़े अमिताभ बच्चन, वायरल हुआ बिग बी का अंदाज

'ઉયાન્ર્થા મનિથન' નું નિર્દેશન તમિલવાનન કરી રહ્યા છે. આ સાથે જ હિંદીમાં પણ બનાવવામાં આવશે. આ ફિલ્મની સત્તાવાર જાહેરાત ગત ઓગસ્ટમાં કરવામાં આવી હતી. ફિલ્મનું મુખ્ય શૂટિંગ આ મહિનાની શરૂઆતમાં શરૂ કરવામાં આવશે.