ખાસ ડિવાઇસ ફીટ કરીને મારુતિએ લોન્ચ કરી નવી કાર, આ છે ખાસિયત

દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારૂતી સુઝુકીએ (Maruti Suzuki)પોતાની પસંદગીની કાર સિલેરિયો હેચબેકનું નવું વર્ઝન બજારમાં લોન્ચ કર્યું છે. 

 ખાસ ડિવાઇસ ફીટ કરીને મારુતિએ લોન્ચ કરી નવી કાર, આ છે ખાસિયત

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારૂતિ સુઝુકી  (Maruti Suzuki)એ પોતાની પસંદગીની કાર સિલેરિયો હેચબેકનું નવુ વર્ઝન બજારમાં લોન્ચ કર્યું છે. કારના નવા વર્ઝનને કંપનીએ સિલેરિયો ટૂર એચ2 (Celerio Tour H2) નામ આપ્યું છે અને આ સિલેરિયોનું ટેક્સી વર્ઝન છે. કારની દિલ્હીમાં એક્સ શોરૂમ કિંમત 4.21 લાખ રૂપિયા રાખવામાં આવી છે. સિલેરિયોનું નવું વર્ઝન ટૂર એચ2 LXi (O) વેરિએન્ટ પર આધારિત છે. કિંમતમાં આ વર્ઝન કારના LXi અને LXi (O)ની વચ્ચે છે. કારની ટોપ સ્પીડ 80 કિમી પ્રતિ કલાક આપવામાં આવી છે. તેનાથી પણ ખ્યાલ આવે છે કે આ સેલેરિયોનું ટેક્સી વર્ઝન છે. 

દુર્ઘટના ઓછી થાય તે છે હેતુ
સિલેરિયો ટૂર એચ2માં મારૂતિએ સ્પીડ લિમિટિંગ ડિવાઇસ ફીટ કર્યું છે. કેન્દ્ર સરકાર તરફથી હાલમાં જારી નિયમો અનુસાર ટેક્સીમાં સ્પીડ લિમિટિંગ ડિવાઇસ હોવું અનિવાર્ય છે. તેનો હેતુ દુર્ઘટના ઘટાડવાનો છે. આ ડિવાઈસથી Tour H2ની ટોપ સ્પીડ 80 કિલોમીટર પ્રતિ કલાક સુધી થઈ જાય છે. આ સિવાય કંપનીએ કારમાં કોઈ ફેરફાર કર્યો નથી. 

celerio tour h2, maruti celerio tour h2, celerio taxi version, सिलेरियो टूर एच2

3 સિલિન્ડરવાળું પેટ્રોલ એન્જિન 
કારમાં ટેક્નિકલ ફિચર્સ પહેલાની જેમ રાખવામાં આવ્યા છે. ટૂર એચ2માં 3 સિલિન્ડરવાળું પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. 998 CC વાળા આ એન્જિનની 68 bhp પાવર છે આ 90 ન્યૂટર મીટરની ટોર્ક જનરેટ કરે છે. નવી રિલેરિયો ટૂર એચ2નું એન્જિનને 5 સ્પીડ મેન્યુઅલ ગેયર બોક્સથી લેસ કરવામાં આવ્યું છે. કારનું વજન 850 કિલોગ્રામ છે. કારમાં પાંચ લોકો સરળતાથી બેસી શકે છે. પાછળની તરફ આપેલા ઈંધણ સ્ટોરેજની ક્ષમતા 235 લીટર છે. 

લુકની વાત કરવામાં આવે તો ટૂર એચ2નો લૂક સિલેરિયોના બેસિક વેરિએન્ટ LXIથી અલગ છે. નવા મોડલમાં હેલોજેન હેન્ડલેમ્પ, બ્લેક ગ્રિલ, બ્લેક સાઇડ મિરર અને ડોર ડેન્ડલ આપવામાં આવ્યું છે. કારની કિંમત ઓછી રાખવા માટે કંપનીએ કારમાં કેટલાક ફિચર્સ આપ્યા નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news