ભારતમાં કોરોડા લોકો પર ગરીબી અને બેરોજગારીનો ખતરો, વાંચો સંયુક્ત રાષ્ટ્રની રિપોર્ટ

કોરોના વાયરસ સંક્રમણથી ચીન બહાર આવવા લાગ્યું છે. ચીનના મજૂર કામ પર પરત ફરવા લાગ્યા છે અને Lockdown પણ ખુલ્લી ગયું છે. પરંતુ તેનાથી વિપરિત માત્ર એક મહિનાની અંદર ભારતને આ વાયરસે આકાશ પરથી જમીન પર પટકવાની તૈયારી કરી દીધી છે. લોકડાઉન અને કોરોના વાયરસના કારણે દેશની અર્થવ્યવ્સથામાં મંદીની વાત ઘણી સંસ્થાઓ દ્વારા કરવામાં આવી છે. પરંતુ હવે તેના પર સંયુક્ત રાષ્ટ્રની વધુ એક રિપોર્ટ આવી છે જે એક ગંભીર ચેતવણી આપી રહી છે.
ભારતમાં કોરોડા લોકો પર ગરીબી અને બેરોજગારીનો ખતરો, વાંચો સંયુક્ત રાષ્ટ્રની રિપોર્ટ

નવી દિલ્હી: કોરોના વાયરસ સંક્રમણથી ચીન બહાર આવવા લાગ્યું છે. ચીનના મજૂર કામ પર પરત ફરવા લાગ્યા છે અને Lockdown પણ ખુલ્લી ગયું છે. પરંતુ તેનાથી વિપરિત માત્ર એક મહિનાની અંદર ભારતને આ વાયરસે આકાશ પરથી જમીન પર પટકવાની તૈયારી કરી દીધી છે. લોકડાઉન અને કોરોના વાયરસના કારણે દેશની અર્થવ્યવ્સથામાં મંદીની વાત ઘણી સંસ્થાઓ દ્વારા કરવામાં આવી છે. પરંતુ હવે તેના પર સંયુક્ત રાષ્ટ્રની વધુ એક રિપોર્ટ આવી છે જે એક ગંભીર ચેતવણી આપી રહી છે.

દેશમાં 40 કરોડ મજૂર ફસાઈ જશે ગરીબીમાં
સંયુક્ત રાષ્ટ્રના શ્રમ નિયાકે ચેતવણી આપી છે કે, કોરોના વાયરસના સંકટના કારણે ભારતમાં અનૌપચારિક ક્ષેત્રમાં કામ કરતા લગભગ 40 કરોડ લોકો ગરીબીમાં ફસાઈ શકે છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, આ વર્ષે દુનિયાભરમાં 19.5 કરોડ લોકોની નોકરી છુટી શકે છે. આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન (ILO)એ તેમના રિપોર્ટ 'આઇએલઓ મોનીટરીંગ - બીજી આવૃત્તિ: કોવિડ -19 અને વૈશ્વિક કામકાજ'માં કોરોના સંકટને બીજા વિશ્વ યુદ્ધ બાદ સૌથી મોટું ભયાનક સંકટ ગણાવ્યું છે.

કોરોના વાયરસની સૌથી મોટી અસર મજૂર અને અસંગઠિત ક્ષેત્રે
આઇએલઓએ કહ્યું કે, ભારત, નાઈઝિરિયા અને બ્રાઝીલમાં લોકડાઉન અને અન્ય નિયંત્રણ ઉપાયોથી સૌથી મોટી સંખ્યામાં અનૌપચારિક અર્થવ્યવસ્થાના શ્રમિક પ્રભાવિત થયા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં અનૌપચારિક અર્થવ્યવસ્થામાં કામ કરતા લોકની ભાગીદારી લગભગ 90 ટકા છે. તેનાથી લગભગ 40 કરોડ શ્રમિકો ગરિબીમાં ફસાવાનું સંકટ છે. તેના મુજબ ભારતમાં લાગુ કરવામાં આવેલા દેશવ્યાપી લોકડાઉનથી શ્રમિક સંપૂર્ણ રીતે પ્રભાવિત થયા છે અને તેઓને પોતાના ગામ પરત ફરવા મજબુર થવું પડ્યું છે.

આઇએલઓના ડાયરેક્ટર જનરલ ગાય રાઈડરે મંગળવારે કહ્યું, આ છેલ્લા 75 વર્ષ દરમિયાન આંતરરાષ્ટ્રીય સહયોગ માટે સૌથી મોટી પરીક્ષા છે. જો કોઇ એક દેશ નિષ્ફળ થશે, તો આપણે બધા નિષ્ફળ થઈ જઈશું. આપણે એવું સમાધાન શોધવાનું રહેશે જે આપણી વૈશ્વિક સમાજના તમામ વર્ગોની મદદ કરે. ખાસ કરીને તેમની જે સૌથી નબળા છે અથવા આપણી મદદ કરવામાં જે ઓછા સક્ષમ છે.

તાજેતરમાં એશિયન ડેવલપમેન્ટ બેંક અને આઇએમએફે તેમની રિપોર્ટમાં સ્પષ્ટ કહ્યું છે કે, કોરોના વાયરસના કારણે ભારતમાં ઘણું આર્થિક નુકસાનની ભીતી સેવાઈ રહી છે. દેશમાં બેરોજગારીની સમસ્યા વધશે. હાલની મંદી 2008માં આવેલી મંદીથી વધારે ખતરનાખ થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news