નેતાજીના યાદમાં 75 રૂપિયાનો સિક્કો લોંચ કરાશે, જાણો ખાસિયતો
નોટિફિકેશન અનુસાર, સિક્કાનું વજન 35 ગ્રામ હશે. તેમાં 50 ટકા ચાંદી, 40 ટકા તાંબું અને 5-5 ટકા નિકલ અને જિંક ધાતુ હશે. સિક્કા પર સેલ્યુલર જેલની પાછળ તિરંગાને સલામી આપતા નેતાજી સુભાષ ચંદ્વ બોસનું ચિત્ર બનેલું હશે. પોટ્રેટની નીચે 75 પોઇન્ટનો અર્થ 'વર્ષગાંઠ' હશે.
Trending Photos
નવી દિલ્હી: સરકારે મંગળવારે જાહેરાત કરી પોર્ટબ્લેયરમાં નેતાજી સુભાષ ચંદ્વ બોસ દ્વારા પહેલીવાર તિરંગો લહેરાવવાની 75મી વર્ષગાંઠના અવસર પર 75 રૂપિયાનો સ્મારક સિક્કો એટલે કે કોમેમોરેટિવ કોઇન જાહેર કરશે. નાણામંત્રાલય દ્વારા આ સંબંધમાં નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે.
નોટિફિકેશન અનુસાર ''નેતાજી સુભાષ ચંદ્વ બોસ દ્વારા પોર્ટ બ્લેયર પર પહેલીવાર તિરંગો લહેરાવવાની 75મી વર્ષગાંઠ પર કેંદ્ર સરકારની અધિકૃત ઓથોરિટી મિંટ 75 રૂપિયાના સિક્કો તૈયાર કરશે.''
નોટિફિકેશન અનુસાર, સિક્કાનું વજન 35 ગ્રામ હશે. તેમાં 50 ટકા ચાંદી, 40 ટકા તાંબું અને 5-5 ટકા નિકલ અને જિંક ધાતુ હશે. સિક્કા પર સેલ્યુલર જેલની પાછળ તિરંગાને સલામી આપતા નેતાજી સુભાષ ચંદ્વ બોસનું ચિત્ર બનેલું હશે. પોટ્રેટની નીચે 75 પોઇન્ટનો અર્થ 'વર્ષગાંઠ' હશે. સિક્કા પર દેવનાગરી અને અંગ્રેજીમાં 'પ્રથમ ધ્વજારોહણ દિવસ' લખેલું હશે.
સુભાષ ચંદ્બ બોસે સેલ્યુલર જેલ, પોર્ટ બ્લેયરમાં 30 ડિસેમ્બર, 1943ના રોજ પહેલીવાર તિરંગો ફરકાવ્યો હતો. 21 ઓક્ટોબરના રોજ વડાપ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ લાલ કિલ્લા પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો અને બોસ દ્વારા ગઠિત આઝાદ હિંદ સરકારની સ્થાપનાની 75મી વર્ષગાંઠ પર સ્મારક પટ્ટિકાનું અનાવરણ પણ કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે વડાપ્રધાન નરેંદ્ર મોદીએ ગત મહિને 21 ઓક્ટોબરના રોજ લાલકિલ્લા પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો અને સુભાષ ચંદ્વ બોસ દ્વારા બનાવવામાં આવી આઝાદ હિંદ ફૌજની 75મી વર્ષગાંઠના અવસર પર પટ્ટિક્કાનું અનાવરણ કર્યું હતું.
કેંદ્ર સરકાર જાહેર કરી ચૂકી છે 100 રૂપિયાનો સિક્કો
આ પહેલાં કેંદ્ર સરકાર તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અને દક્ષિણ ભારતના સુપરસ્ટાર રહી ચૂકેલા ડો. એમજી રામચંદ્વનની જન્મ શતબાદી પર 100 રૂપિયાનો સિક્કો જાહેર કરી ચૂકી છે. 100 રૂપિયાનો સિક્કો ચાંદી, કોપર, નિકેલ અને જિંક વડે બનાવ્યો છે. 35 ગ્રામ વજનવાળા આ સિક્કામાં 50 ટકા ચાંદી, 40 ટકા કોપર, 5-5 ટકા નિકલ અને જિંક છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે