નારાયણ મૂર્તિએ PM મોદીના કર્યા વખાણ, કહ્યું 2019માં ફરી પ્રધાનમંત્રી બને નરેન્દ્ર મોદી

નારાયણ મૂર્તિએ કહ્યું કે મને લાગે છે,કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક મજબૂત અર્થિક પ્રગતિ વાળી સરકારને લીડ કરી રહ્યા છે. 

નારાયણ મૂર્તિએ PM મોદીના કર્યા વખાણ, કહ્યું 2019માં ફરી પ્રધાનમંત્રી બને નરેન્દ્ર મોદી

નવી દિલ્હી: દેશમાં લોકસભાની ચૂંટણીના પડધમ વાગી રહ્યા છે. તેવામાં થોડા દિવસો અગાઉ શેર બજારના દિગ્ગજ રાકેશ ઝુનઝુનવાલએ એક ઇન્ટરવ્યુંમાં દાવો ક્યો હતો,કે આવતા વર્ષે પણ મોદી જ વડાપ્રધાન બનશે. હવે આ લિસ્ટમાં વધુ એક દિગ્ગજનો સમવેશ થયો છે. આઇટી સેક્ટરની દિગ્ગજ કંપની ઇન્ફોસિસના સહ-સંસ્થાપક નારાયણ મૂર્તિએ પણ નરેન્દ્ર મોદીને બીજીવાર પીએમ બનાવ પર સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે ઇકોનોમીની ઝડપ માટે ગતિશીલતા જરૂરી છે. 

PM મોદીના કર્યા વખાણ 
અંગ્રેજી બિઝનેસ ચેનલ ઇટીનાઉને આપેલા એક ઇન્ટરવ્યુંમાં નારાયણ મૂર્તિએ PM મોદીના જોરદાર વખાણ કર્યા હતા. સાથે જ ઇકોનોમી માટે કરવામાં આવેલા સુધારાઓના અંગે તેમણે જોરદાર વખાણ કર્યા હતા. મૂર્તિએ કહ્યું કે, GSTથી દેશી ઇકોનોમીને ઝડપ મળી છે, આ કામ વખાણવા લાયક છે. મોદી કેબિનેટના વખાણ કરતા તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર ભ્રષ્ટાચાર ઓછો કરવામાં સફળ રહી છે.

નરેન્દ્ર મોદીનો કર્યો બચાવ 
નારાયણ મૂર્તિએ કહ્યું કે મને લાગે છે, કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક મજબૂત આર્થિક પ્રગતિ વાળી સરકારને લીડ કરી રહ્યા છે. જીએસટી અને નાદારી કોડને લાગુકરવાના સવાલ પર નારાયણ મૂર્તિએ કહ્યું કે અમુક બાબતોમાં ખામીઓ જોવા મળી છે, પરંતુ દરેક બાબત માટે પ્રધાનમંત્રીને જવાબદાર ઠેરવવા એ યોગ્ય બાબત નથી, ઇકોનોમી માટે ગતિશિલતા જરૂરી છે. આર્થિક વિકાસ અને અનુસશાસન પર પ્રધાનમંત્રીનું ફોકસ છે જે સારી બાબત કહી શકાય તેમ છે.

સમાધાન શોધશે RBI અને સરકાર 
નારાયણ મૂર્તિએ કેન્દ્ર સરકાર અને આરબીઆઇ વચ્ચે ચાલી રહેલા મતભેદ અંગે પણ વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંક બંન્ને તેમનું કામ કરી રહી છે. બંન્નેને એ વાતની જાણ છે, કે તેમને કામ ક્યું છે. વહેલી તકે આ અંગે કોઇ સમાધાન મળી જશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news