છપ્પરફાડ રિટર્ન આપવા તૈયાર અંબાણીનો આ શેર, 4377 રૂપિયા સુધી જશે ભાવ!

મોર્ગન સ્ટેનલીએ બેસ કેસ આઉટલુકમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેર માટે 3540 રૂપિયાની ટાર્ગેટ પ્રાઇઝ નક્કી કરી છે. રિપોર્ટ પ્રમાણે બુલિશની સ્થિતિમાં શેર 4377 રૂપિયા સુધી વધે તેવી સંભાવના છે. 

છપ્પરફાડ રિટર્ન આપવા તૈયાર અંબાણીનો આ શેર, 4377 રૂપિયા સુધી જશે ભાવ!

Reliance Industries Share: મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનાં માર્કેટ કેપિટલમાં 100 અબજ ડોલર સુધીનો વધારો થઈ શકે છે. માર્ગન સ્ટેનલીએ એક રિપોર્ટમાં તે અનુમાન વ્યક્ત કર્યું છે. તેલથી લઈને દૂરસંચાર સુધીના કારોબારમાં સક્રિય રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરની કિંમત અને માર્કેટ કેપમાં જોરદાર વધારો થયો છે. માર્ગન સ્ટેનલીએ બેસ કેસ આઉટલુકમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેર માટે 3540 રૂપિયાની ટાર્ગેટ પ્રાઇઝ નક્કી કરી છે. રિપોર્ટ પ્રમાણે બુલિશની સ્થિતિમાં શેર 4377 રૂપિયા સુધી વધે તેવી સંભાવના છે. પહેલા બેસ કેસમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ટાર્ગેટ પ્રાઇઝ 3046 રૂપિયા હતી.

અત્યારે શેરની કિંમત
વર્તમાનમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરની કિંમત 3120.35 રૂપિયા છે. છેલ્લા કેટલાક દિવસમાં આ શેરમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. 28 જૂન 2024ના શેરની કિંમત 3161.45 રૂપિયા છે. આ શેરનો 52 વીક હાઈ છે. ઓક્ટોબર 2023માં શેર 2221.05 રૂપિયા સુધી નીચે પહોંચી ગયો હતો. આ શેરનો 52 વીકનો લો પણ છે. 

શું કહ્યું બ્રોકરેજે
બ્રોકરેજ કંપની મોર્ગન સ્ટેનલીને આશા છે કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આવક નાણાકીય વર્ષ 2023-2024થી લઈને 2025-2026 દરમિયાન 12 ટકાના વાર્ષિક દરે વધશે, જેમાં દરેક ક્ષેત્રથી આવકમાં તેજી આવશે. બ્રોકરેજે કહ્યું- રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે છેલ્લા એક દાયકાથી ખુદને સાબિત કરવાની કહાની રહી છે. નવી ઉર્જા, ઉચ્ચ ટેલિકોમ ચાર્જિસ, કેમિકલ ટ્રેડિંગ માર્જિન જેવી આવકના નવા પ્રવાહો વિતરિત થતાં તે નોંધપાત્ર માર્કેટ કેપિટલાઇઝેશનમાં ફેરફાર જોવા મળ્યો છે."

રિટેલ કારોબારથી આશા
નાણાકીય વર્ષ 2025થી 2027 માટે સંશોધિત EBITDA પૂર્વાનુમાનોને 1-6 ટકા સુધી સમાયોજીત કરવામાં આવ્યા છે, જે ટેલીકોમના નફામાં સુધાર અને રિફાઇનિંગ માર્જિન દેખાડે છે. મોર્ગન સ્ટેનલીનો દાવો છે કે વધતી માંગ અને કંપનીના ચાલી રહેલા સ્ટોર વિસ્તારને કારણે રિલાયન્સના રિટેલ ડિવીઝન માટે વિકાસની સંભાવનાઓ મજબૂત બનેલી છે.

(ડિસ્ક્લેમરઃ અહીં શેરમાં ખરીદીની સલાહ બ્રોકરેજ હાઉસ/એક્સપર્ટ દ્વારા આપવામાં આવી છે. આ ઝી 24 કલાકના વિચાર નથી. શેર બજાર જોખમો અધીન છે. એટલે રોકાણ કરતા પહેલા તમારા એક્સપર્ટ સાથે ચર્ચા કરો)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news