ચીનની આ કંપની પર હવે મુકેશ અંબાણીનો કબજો, આટલા કરોડમાં થઈ ડીલ


આરઈસીનું મુખ્યાલય નોર્વેમાં છે. તેનું સંચાલન સિંગાપુરમાં થાય છે. આ સિવાય તેના અન્ય કેન્દ્ર ઉત્તરી અમેરિકા, યૂરોપ, ઓસ્ટ્રેલિયા અને એશિયા-પ્રશાંતમાં છે. આરઈસી ગ્રુપ એક આંતરરાષ્ટ્રીય સૌર ઉર્જા કંપની છે. 

ચીનની આ કંપની પર હવે મુકેશ અંબાણીનો કબજો, આટલા કરોડમાં થઈ ડીલ

નવી દિલ્હીઃ દેશના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની નવી કંપની રિલાયન્સ ન્યૂ એનર્જી સોલર લિમિટેડ (RNESL) એ ચીનની કંપનીને ખરીદી લીધી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ 77.1 કરોડ ડોલરમાં ચીનની આરઈસી સોલર કંપનીને ખરીદી છે. કંપનીએ રવિવારે આ માહિતી આપી છે. મુકેશ અંબાણીનું કહેવુ છે કે હવે જલદી તેમની ફર્મ ભારત અને વિદેશી બજારોમાં ગ્રાહકોને સસ્તી વીજળી ઉપલબ્ધ કરાવશે. 

ન્યૂઝ એજન્સી પ્રમાણે કંપનીએ એક નિવેદનમાં કહ્યું- આરએનઈએસએલે ચાઇના નેશનલ બ્લૂસ્ટાર (ગ્રુપ) લિમિટેડથી 77.1 કરોડ ડોલર (આશરે 58 અબજ રૂપિયા) પર આરઈસી સોલર હોલ્ડિંગ્સ એએસ (આરઈસી ગ્રુપ) ની 100 ટકા ભાગીદારી ખરીદી લીધી છે. 

મુકેશ અંબાણીએ એક નિવેદનમાં કહ્યુ- "આ અધિગ્રહણ દાયકાના અંત સુધીમાં 100 GW સ્વચ્છ અને હરિયાળી ઉર્જા હાંસલ કરશે, જે રિલાયન્સની લક્ષ્ય વ્યૂહરચનાનો એક ભાગ છે." ફેક્ટરી ભારતને સૌથી ઓછી કિંમત અને ઉચ્ચતમ કાર્યક્ષમતાવાળા સોલર પેનલ્સ માટે ઉત્પાદન કેન્દ્ર બનાવવા અને બનાવવા માટે તૈયાર છે. ”તેમણે વધુમાં ઉમેર્યું કે તેમની ફર્મ fભારત અને વિદેશી બજારોમાં ગ્રાહકોને વિશ્વસનીય અને સસ્તી વીજળી ઉપલબ્ધ કરાવશે. 

મહત્વનું છે કે આરઈસીનું મુખ્યાલય નોર્વેમાં છે. તેનું સંચાલન સિંગાપુરમાં થાય છે. આ સિવાય તેના અન્ય કેન્દ્ર ઉત્તરી અમેરિકા, યૂરોપ, ઓસ્ટ્રેલિયા અને એશિયા-પ્રશાંતમાં છે. આરઈસી ગ્રુપ એક આંતરરાષ્ટ્રીય સૌર ઉર્જા કંપની છે. આ 25 વર્ષ જૂની કંપની પાસે ત્રણ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે. આમાંથી બે નોર્વેમાં છે, જ્યાં સોલર ગ્રેડ પોલીસીલીકોન બનાવવામાં આવે છે. સિંગાપોરમાં એક પ્લાન્ટ છે, જ્યાં PV કોષો અને મોડ્યુલોનું ઉત્પાદન થાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news