10 વર્ષમાં 7700% રિટર્ન, 25 હજારના બની ગયા 20 લાખ, આ શેરમાં હજુ છે કમાણીની તક

સ્ટોક માર્કેટમાં એવા ઘણા શેર છે, જેણે રોકાણકારોને કરોડપતિ બનાવી દીધા છે. તેમાંથી કેટલાક એવા છે જે લાંબા સમયથી રોકાણકારોને જોરદાર રિટર્ન બાદ આગળ પણ દોડ લગાવવા તૈયાર છે. 
 

10 વર્ષમાં 7700% રિટર્ન, 25 હજારના બની ગયા 20 લાખ, આ શેરમાં હજુ છે કમાણીની તક

નવી દિલ્હીઃ Return Machine Stock: શેર બજારમાં જો મલ્ટીબેગર સ્ટોકની ઓળખ થઈ જાય તો તમને ધનવાન બનતા કોઈ રોકી શકે નહીં. છેલ્લા કેટલાક વર્ષના રિટર્ન ચાર્ટ પર નજર કરો તો આવા શેર તમને મળી જશે, જે રોકાણકારો માટે રિટર્ન મશીન સાબિત થયા છે. તેમાં એક શેર છે આરતી ઇન્ડસ્ટ્રીઝ (Aarti Industries) નો. આ શેરે છેલ્લા 10 વર્ષમાં રોકાણકારોના પૈસા આશરે 76 ગણા વધારી દીધા છે. ટકામાં આ રિટર્ન 7700 ટકાની આસપાસ છે. બજારમાં આટલી લાંબા દોડ બાદ પણ આ શેર થાક્યો નથી. આગળ પણ તેમાં તેજી જોવા મળી શકે છે.

10 વર્ષમાં 25 હજારના બન્યા 20 લાખ
છેલ્લા 10 વર્ષનું રિટર્ન જુઓ તો આરતી ઇન્ડસ્ટ્રીઝે આશરે 77 ગણું રિટર્ન આપ્યું છે. 10 વર્ષમાં તેના શેરની કિંમત 12 રૂપિયાથી વધુ 920 રૂપિયા થઈ ગઈ છે. આ પ્રમાણે જોઈએ તો જો કોઈએ 10 વર્ષ પહેલા 25 હજાર રૂપિયા લગાવ્યા હતા તો આજે તેના રૂપિયા વધીને 20 લાખ જેટલા થઈ ગયા છે. આ 10 વર્ષમાં સૌથી વધુ રિટર્ન આપનાર ટોપ શેરોના લિસ્ટમાં સામેલ છે. 

હજુ આવશે તેજી
બ્રોકરેજ હાઉસ શેયરખાન આરતી ઇન્ડસ્ટ્રીઝના સ્ટોકને લઈને બુલિશ સલાહ આપી છે. શેયરખાને સ્ટોકમાં 1155 રૂપિયાના ટાર્ગેટની સાથે રોકાણ કરવાની સલાહ આપી છે. કરન્ટ પ્રાઇઝ 920 રૂપિયા જોવામાં આવે તો તેમાં પ્રતિ શેર 235 રૂપિયાનો નફો થઈ શકે છે. બ્રોકરેજ હાઉસનું કહેવું છે કે કંપનીના જૂન ક્વાર્ટરના પરિણામ સારા રહ્યાં છે. રેવેન્યૂ, ઓપરેટિંગ પ્રોફિટ અને નફામાં 4 ટકા, 21 ટકા અને 24 ટકા ગ્રોથ રહ્યો છે. સ્પેશિએલિટી કેમિકલ સેગમેન્ટમાં કંપનીનું પ્રદર્શન સારૂ રહ્યું છે. સ્પેશિએલિટી કેમિકલ સેગમેન્ટમાં રેવેન્યૂ અને એબિટમાં 12.5 ટકા અને 13 ટકા ગ્રોથ રહ્યો છે. તો ફાર્મા સેગમેન્ટમાં રેવેન્યૂ ક્વાર્ટરના આધાર પર 7.3 ટકા વધ્યો છે. મેનેજમેન્ટને આગળ મજબૂત ગ્રોથનો વિશ્વાસ છે. 

શું છે કંપનીનો બિઝનેસ
આરતી ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ  (AIL) ભારતની મોટી સ્પેશિએલિટી કેમિકલ મેન્યુફેક્ચરર કંપની છે. આ સિવાય તે ફાર્મા બિઝનેસમાં પણ મજબૂત છે. કંપનીની હાજરી અનેક દેશોમાં છે. કંપનીની પાસે સ્ટેટ ઓફ આર્ટ મેન્યુફેક્ચરિંગની સુવિધા છે. કંપનીના સ્પેશિએલિટી કેમિકલ પ્રોડક્ટનો ઉપયોગ ફાર્મા, એગ્રિકલ્ચરલ, પોલિમર્સ, એડિટિવ્સ, પિગમેન્ટ અને હાઈ કંપનીઓ દ્વારા કરવામાં આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news