Mutual Fund માં રોકાણ કરતા હોવ તો બધું છોડીને પહેલાં આ News જાણી લો, નહીં તો પૈસા માટે મારવા પડશે ફાંફાં

જો તમે મ્યુચ્યુઅલ ફંડ (Mutual Fund) માં નાણાંનું રોકાણ કરો છો તો આ માહિતી જાણવી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ૩૦ જૂન સુધીમાં પતાવી લો આ કામ નહીતો નહિ ઉપાડી શકો પોતાના પૈસા.

Mutual Fund માં રોકાણ કરતા હોવ તો બધું છોડીને પહેલાં આ News જાણી લો, નહીં તો પૈસા માટે મારવા પડશે ફાંફાં

નવી દિલ્લીઃ જો તમે મ્યુચ્યુઅલ ફંડ (Mutual Fund) માં નાણાંનું રોકાણ કરો છો તો આ માહિતી જાણવી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. 30 જૂનથી એક ખૂબ જ મહત્વપૂર્ણ નિયમ બદલાવા જઈ રહ્યો છે. જો તમે મ્યુચ્યુઅલ ફંડ(Mutual Fund)માં નાણાંનું રોકાણ કરો છો તો આ માહિતી જાણવી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. 30 જૂનથી એક ખૂબ જ મહત્વપૂર્ણ નિયમ બદલાવા જઈ રહ્યો છે. આ નિયમ હેઠળ 30 જૂન સુધીમાં જેમના પાન અને આધારકાર્ડને લિંક (PAN-Aadhaar Link) કર્યા નહીં હોય તેમનું પાનકાર્ડ (PAN Card)અમાન્ય થઈ જશે.

રથયાત્રા નીકળતા પહેલાં કેમ CM સોનાની સાવરણીથી સાફ કરે છે રસ્તો? જાણો કેમ મોદીને સૌથી વધુ વાર મળી જગન્નાથના પ્રથમ સેવક બનવાની તક

એટલુંજ નહિ આ બાબત સીધી મ્યુચ્યુઅલ ફંડ્સના તમારા રોકાણને અસર કરશે. ઉલ્લેખનીય છે કે મ્યુચ્યુઅલ ફંડ્સ (MF) માં રોકાણ કરતા લગભગ 20-30 લાખ લોકોએ તેમના પાનને આધાર સાથે લિંક કર્યું નથી. 30 જૂન સુધીમાં જે લોકો પાનને આધાર સાથે લિંક કરશે નહીં તેમને આવકવેરા કાયદા હેઠળ 10,000 રૂપિયા દંડ ફટકારવામાં આવશે. મોટી સમસ્યા એ હશે કે તમારો પાન સૂચના કે નોટિસ વગર અમાન્ય અથવા નિષ્ક્રિય થઈ જશે.

SIP બંધ થઈ જશે:
જો તમે તમારા પાનને આધાર સાથે જોડશો નહીં તો તમે મ્યુચ્યુઅલ ફંડ્સમાં કોઈ નવા રોકાણ કરી શકશો નહીં. આ ઉપરાંત તમે મ્યુચ્યુઅલ ફંડના પૈસા લઈ શકશો નહીં. સેબીના નિયમન મુજબ કેવાયસી અને પાન માન્ય હશે ત્યારે જ ફંડના પૈસા ઉપાડી શકાશે.

આ નિયમો સાથે જ થઈ શકશે રોકાણ:
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે તમારે બે દસ્તાવેજીકરણ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. પ્રથમ પ્રક્રિયા હેઠળ તમારા KYC કરવું જરૂરી છે. બીજી પ્રક્રિયા માટે ગ્રાહક પાસે માન્ય PAN હોવું જરૂરી છે. જો તમારો પાન આધાર લિંક નહીં હોવાના કારણે રિકવેસ્ટ રદ થઈ જાય છે તો તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકશો નહીં.

આધાર સાથે લીંક હોવા જોઈએ પાનકાર્ડ:
મ્યુચ્યુઅલ ફંડ ટ્રાન્સફર એજન્સી કમ્પ્યુટર એજ મેનેજમેન્ટ સર્વિસીસ (CAMS) અનુસાર લગભગ 20 લાખ પાન નંબર છે જે હજી પણ આધાર સાથે લિંક કરાયા નથી. એટલે કે, લગભગ 30% પાનકાર્ડ આધાર સાથે જોડાયેલા નથી. આવકવેરાના નિયમો મુજબ 30 જૂન 2021 ના રોજ અથવા તે પહેલાં આધારને તમારા પાન સાથે લિંક કરવું ફરજિયાત છે. જો પાન આધાર સાથે જોડાયેલ નથી તો પાન નિષ્ક્રિય તરીકે માનવામાં આવશે. આ સાથે મ્યુચ્યુઅલ ફંડ્સનું KYC પણ નકામું થઈ જશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news