EPF સભ્યો માટે જરૂરી સમાચાર, બદલાવાનો છે પેન્શન સાથે જોડાયેલો આ નિયમ
બહુ જલ્દી EPFના પેન્શન એટલે કે એમ્પ્લોઇ પેન્શન સ્કીમ (EPS)ના નિયમોમાં બદલાવ થઈ શકે છે. હકીકતમાં EPFO પેન્શન સાથે જોડાયેલો એક પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યું છે.
Trending Photos
નવી દિલ્હી : બહુ જલ્દી EPFની પેન્શન એટલે કે એમ્પલોઇ પેન્શન સ્કીમ (EPS)ના નિયમોમાં બદલાવ થઈ શકે છે. હકીકતમાં EPFO પેન્શન સાથે જોડાયેલો એક પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યું છે. હાલમાં પેન્શન ઉપાડવાની વયસીમા 58 વર્ષ છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે EPFO આને વધારીને 60 વર્ષ કરવાનો પ્રસ્તાવ તૈયાર કરી રહ્યું છે. સરળ રીતે સમજીએ તો પેન્શન ઉપાડવાની વય સીમાને 58 વર્ષથી વધારીને 60 વર્ષ કરવામાં આવી છે. જોકે આ વ્યવસ્થા વૈકલ્પિક છે. જો ઇપીએફ સભ્ય ઇચ્છે તો વયની સીમા 58 વર્ષ જ રાખી શકે છે.
પેન્શન મામલે EPFOના જો નિયમ પ્રમાણે જો અલગઅલગ જગ્યાએ નોકરી કર્યા બાદ જો વ્યક્તિની સર્વિસ હિસ્ટ્રી 10 વર્ષની થઈ જાય અને આ વચ્ચે જો વ્યક્તિ પેન્શન વિથ ડ્રો ન કરો તો પેન્શન બંધાઈ જાય છે. 58 વર્ષની વય થતા તમને માસિક પેન્શન તરીકે અમુક પૈસા મળવા લાગે છે. જોકે હવે EPFO આ વય સીમા 58 વર્ષથી વધારીને 60 વર્ષ કરી શકે છે.
સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે EPFO કેટલાક નિયમોમાં બદલાવ કરશે. EPF એક્ટ 1952ને પણ બદલવાની તૈયારી છે. હકીકતમાં આખી દુનિયામાં પેન્શન ફંડમાં પેન્શનની વય 65 વર્ષ નક્કી કરવામાં આવી છે. EPF એક્ટરમાં બદલાવ પછી હવે ભારતમાં પણ આ પેન્શનની વય સીમા વધારવાની તૈયારી ચાલી રહી છે. જોકે આ વધારીને 65 વર્ષ તો કરી શકાય એમ નથી પણ એને બે વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે