ચાર્ટ તૈયાર થઈ ગયા પછી પણ હવે મળી શકશે ટ્રેન ટિકિટ, કરવું પડશે આ કામ 

જો તમે એકાએક ટ્રેનથી બહારગામ જવા ઇચ્છતા હો અને પેસેન્જર ચાર્ટ તૈયાર થઈ જાય તો તમારી આશા પર પાણી ફરી વળે છે. એકવાર ચાર્ટ તૈયાર થઈ જાય એ પછી રેલવે સ્ટેશનની વિન્ડોથી અથવા તો ઓનલાઇન ટિકિટ નથી મળી શકતી.

Updated By: Jan 13, 2020, 10:25 AM IST
ચાર્ટ તૈયાર થઈ ગયા પછી પણ હવે મળી શકશે ટ્રેન ટિકિટ, કરવું પડશે આ કામ 

નવી દિલ્હી : જો તમે એકાએક ટ્રેન (Train)થી બહારગામ જવા ઇચ્છતા હો અને પેસેન્જર ચાર્ટ તૈયાર થઈ જાય તો તમારી આશા પર પાણી ફરી વળે છે. એકવાર ચાર્ટ તૈયાર થઈ જાય એ પછી રેલવે સ્ટેશનની વિન્ડોથી અથવા તો ઓનલાઇન ટિકિટ નથી મળી શકતી. જોકે આ પરિસ્થિતિના ઉકેલ તરીકે રેલવે હવે અનોખી યોજના લઈને આવી રહ્યું છે. હવે ચાર્ટ થયા પછી પણ તમે ટ્રેનમાં સીટ મેળવી શકશો. Indian Railwaysએ હવે રિઝર્વેશન ચાર્ટને ઓનલાઇન દેખાડવાનો શરૂ કરી દીધો છે.

HDFC બેન્કે લોન્ચ કરી 'MY APP', જાણો શું મળશે સુવિધા, કોને મળશે તેનો ફાયદો

કેન્દ્રિય મંત્રી પીયૂષ ગોયલે ટ્વીટ કરીને જાણકારી આપી છે કે હવે પ્રવાસી હવે રિઝર્વેશન ચાર્ટ બન્યા પછી ખાલી, બુક્ડ અને આંશિક રીતે બુક્ડ બર્થની જાણકારી મેળવી શકે છે. આ માટે પ્રવાસીઓએ પોતાના ફોનમાં IRCTC એપ ડાઉનલોડ કરવી પડશે. યાત્રી ચાર્ટ બન્યા પછી પણ ઉપલબ્ધ ટિકિટ ખરીદી શકશે. 

ICICI બેન્કના પૂર્વ CEO ચંદા કોચર વિરુદ્ધ મોટી કાર્યવાહી, EDએ અટેચ કરી કરોડોની સંપત્તિ

રેલવે અધિકારીએ આપેલી માહિતી પ્રમાણે ટ્રેન ઉપડવાના ચાર કલાક પહેલાં રિઝર્વેશન ચાર્ટ જોવા મળશે. નવી સર્વિસ અંતર્ગત રેલવે એપમાં ટ્રેન ઉપડવાની અડધી કલાક પહેલાં પણ ઓનલાઇન સીટની ઉપલબ્ધતા ચેક કરી શકાશે. નવું ફિચર IRCTCના ઇ-ટિકિટ બુકિંગ પ્લેટફોર્મ વેબ તથા મોબાઇલના બંને વર્ઝન પર જોવા મળશે. નવા ઇન્ટરફેસમાં ઇન્ડિયન રેલવેની રિઝર્વ્ડ ટ્રેનમા તમામ ક્લાસના લેઆઉટ જોવા મળશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બિઝનેસને લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક...