1 પર 1 બોનસ શેર આપી રહી છે આ નાની કંપની, એક વર્ષમાં આવી 313 ટકાની તેજી
સ્મોલકેપ કંપની નિધિ ગ્રેનાઇટ્સ પોતાના ઈન્વેસ્ટરોને 1:1 ના રેશિયોમાં બોનસ શેર આપવાની છે. એટલે કે કંપની દર એક શેર પર એક બોનસ શેર આપી રહી છે. કંપનીએ બોનસ શેરની રેકોર્ડ ડેટ 2 મે 2024 નક્કી કરી છે.
Trending Photos
નવી દિલ્હીઃ એક નાની કંપની નિધિ ગ્રેનાઇટ્સ પોતાના ઈન્વેસ્ટરોને મોટી ભેટ આપવા જઈ રહી છે. નિધિ ગ્રેનાઇટ્સ પોતાના ઈન્વેસ્ટરોને 1:1 ના રેશિયોમાં બોનસ શેર આપી રહી છે. એટલે કે કંપની દર એક શેર પર 1 બોનસ શેર આપશે. નિધિ ગ્રેનાઇટ્સે બોનસ શેરની રેકોર્ડ ડેટ 2 મે 2024 નક્કી કરી છે. નિધિ ગ્રેનાઇટ્સના શેર મંગળવાર 30 એપ્રિલ 2024ના 5 ટકાની તેજીની સાથે 295.15 રૂપિયા પર બંધ થયા છે. કંપનીના સ્ટોકે મંગળવારે 52 સપ્તાહનો નવો હાઈ બનાવ્યો છે.
1 વર્ષમાં કંપનીના સ્ટોકમાં 313 ટકાની તેજી
નિધિ ગ્રેનાઇટ્સના સ્ટોકમાં છેલ્લા એક વર્ષમાં શાનદાર તેજી આવી છે. કંપનીના શેરમાં એક વર્ષમાં 313 ટકાની તેજી આવી છે. નિધિ ગ્રેનાઇટ્સના શેર 2 મે 2023ના 71.62 રૂપિયા પર હતા. કંપનીના શેર 30 એપ્રિલ 2024ના 295.15 રૂપિયા પર પહોંચી ગયા છે. આ વર્ષે અત્યાર સુધી નિધિ ગ્રેનાઇટ્સના શેરમાં 137 ટકાની તેજી આવી છે. કંપનીનો સ્ટોક આ વર્ષની શરૂઆતમાં 1 જાન્યુઆરી 2024ના 125 રૂપિયા પર હતો. કંપનીના શેર 30 એપ્રિલ 2024ના 295 રૂપિયાને પાર પહોંચી ગયો છે.
5 વર્ષમાં 870 ટકા વધી ગયો કંપનીનો શેર
નિધિ ગ્રેનાઇટ્સનાના સ્ટોકમાં છેલ્લા પાંચ વર્ષમાં 870 ટકાનો વધારો થયો છે. કંપનીના શેર 9 મે 2019ના 30.45 રૂપિયા પર હતો. કંપનીનો શેર 30 એપ્રિલ 2024ના 295.15 રૂપિયા પર પહોંચી ગયો છે. છેલ્લા બે વર્ષમાં નિધિ ગ્રેનાઇટ્સના શેરમાં 305 ટકાની તેજી જોવા મળી છે. કંપનીના શેર 28 એપ્રિલ 2022ના 72.90 રૂપિયા પર હતો, જે હવે 295 રૂપિયા પર પહોંચી ગયો છે. કંપનીના સ્ટોકનો 52 સપ્તાહનો હાઈ 295.15 રૂપિયા છે. તો નિધિ ગ્રેનાઇટ્સના શેરનું 52 સપ્તાહનું લો લેવલ 58.50 રૂપિયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે