Nitin Gadkari On Toll: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કરી મોટી જાહેરાત, હવે નહીં આપવો પડે 'ટોલ ટેક્સ'!
Nitin Gadkari On Toll Tax: નીતિન ગડકરીએ કહ્યુ કે ટોલ વસૂલવા માટે બે વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. પ્રથમ વિકલ્પ કારોમાં જીપીએસ સિસ્ટમ લગાવવા સંબંધિત છે જ્યારે બીજો વિકલ્પ આધુનિક નંબર પ્લેટ સંબંધિત છે. કેન્દ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યુ કે હવે ટોલ ટેક્સની ચુકવણી કરવી પડશે નહીં, તે સીધો તમારા બેન્ક એકાઉન્ટમાંથી કટ થઈ જશે.
Trending Photos
નવી દિલ્હીઃ રોડ પરિવહન તથા રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યુ કે વર્ષ 2024 પહેલાં દેશમાં 26 ગ્રીન એક્સપ્રેસ-વે તૈયાર થઈ જશે અને ભારત રોડના મામલામાં અમેરિકાની બરાબર હશે. આ સાથે કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આવનાદા દિવસોમાં ટોલ ટેક્સ વસૂલવા માટે ટેક્નોલોજીના ઉપયોગ પર ભાર આપવામાં આવશે. તેમણે કહ્યું કે અત્યાર સુધી ટોલ ન આપવા પર સજાની જોગવાઈ નથી, પરંતુ ટોલના સંબંધમાં એક બિલ લાવવાની તૈયારી ચાલી રહી છે. હવે ટોલ ટેક્સ સીધો તમારા બેન્ક એકાઉન્ટમાંથી કાપવામાં આવશે. કેન્દ્રીય પરિવહન મંત્રીએ આ જાણકારી 23 ઓગસ્ટ, 2022ના નવી દિલ્હીમાં ફિક્કી ફેડરેશન હાઉસમાં રોડ અને રાજમાર્ગ શિખર સંમેલન 'એક્સેલરેટિંગ ધ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરઃ ન્યૂ ઈન્ડિયા @ 75' (Road Infrastructure: New India @75') ના ત્રીજા સંમેલન દરમિયાન કહી છે.'
કેન્દ્ર સરકારનો જબરદસ્ત પ્લાન
કેન્દ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે હવે ટોલ ટેક્સની ચુકવણી કરવી પડશે નહીં, સીધો તમારા બેન્ક એકાઉન્ટમાંથી કપાઈ જશે. આ સિવાય કેન્દ્રીય મંત્રીએ કહ્યું, 2019માં અમે એક નિયમ બનાવ્યો કે કંપની-ફિટેડ નંબર પ્લેટની સાથે આવશે. તેથી છેલ્લા ચાર વર્ષમાં જે વાહન આવ્યા છે તેના પર અલગ-અલગ નંબર પ્લેટ છે. તેમણે કહ્યું- જે આ નંબર પ્લેટને વાંચશે અને સીધા બેન્ક ખાતામાંથી ટોલ કટ થઈ જશે. અમે આ યોજનાનો પાયલટ પ્રોજેક્ટ પણ કરી રહ્યાં છીએ. પરંતુ એક મુશ્કેલી છે કે કાયદા હેઠળ ટોલ પ્લાઝાને છોડી દેનાર અને ટોલની ચુકવણી ન કરનાર વાહન માલિકને સજા આપવાની કોઈ જોગવાઈ નથી. આપણે તે જોગવાઈને કાયદા હેઠળ લાવવાની જરૂર છે. આપણે તે કારો માટે એક જોગવાઈ લાવી શકીએ છીએ જેમાં નંબર પ્લેટ નથી, તેને નક્કી સમયની અંદર નંબર પ્લેટ લગાવવા માટે કહેવામાં આવશે. આપણે તે માટે એક બિલ પણ લાવવું પડશે.
તેમણે કહ્યું કે હવે ટોલ પ્લાઝાની જગ્યા સ્વચાલિત નંબર બ્લેટ રીડર કેમેરા પર નિર્ભર છે, જે વાહન નંબર પ્લેટ વાંચશે અને વાહન માલિકોના લિંક કરેલા બેન્ક એકાઉન્ટમાંથી ટોલ કટ થઈ જશે. કહેવામાં આવ્યું કે આ યોજનાનો પાયલટ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે અને આ ફેરફારને સુવિધાજનક બનાવવા માટે કાયદામાં પણ જરૂરી સંશોધન કરવામાં આવી રહ્યાં છે.
કેન્દ્રીય મંત્રીએ આપી મોટી જાણકારી
નીતિન ગડકરીએ કહ્યુ કે ટોલ વસૂલવા માટે બે વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. પ્રથમ વિકલ્પ કારોમાં જીપીએસ સિસ્ટમ લગાવવા સંબંધિત છે જ્યારે બીજો વિકલ્પ આધુનિક નંબર પ્લેટ સંબંધિત છે. તેમણે જણાવ્યું કે છેલ્લા કેટલાક સમયથી નવી નંબર પ્લેટ પર ભાર આપવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે નવી વ્યવસ્થા લાગૂ થયા બાદ ટોલ બૂથ પર ભીડ થશે નહીં અને અવરજવર પ્રભાવિત થશે નહીં. તેમણે કહ્યું કે 2024 પહેલા દેશમાં 26 ગ્રીન એક્સપ્રેસવે શરૂ કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ રસ્તા બની જવાથી ઘણા શહેરો વચ્ચે અંતર ઘટી જશે.
આ પણ વાંચોઃ એક સમયે ભારત પર રાજ કરતો આ દેશ આજે કેમ બન્યો કંગાળ? જાણો કેમ હલી ગયા અંગ્રેજી હકૂમતના પાયા
અત્યારે શું છે નિયમ?
નીતિન ગડકરીએ કહ્યુ કે અત્યારે જો કોઈ વ્યક્તિ ટોલ રોડ પર 10 કિલોમીટરનું અંતર કાપે છે તો તેણે 75 કિલોમીટર સુધીનો ચાર્જ આપવો પડે છે, પરંતુ નવી વ્યવસ્થામાં જેટલું જવાનું હશે એટલો ટોલ ચુકવવો પડશે. તેમણે તે વાતનો ઈનકાર કર્યો કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા નાણાકિય સંકટનો સામનો કરી રહ્યું છે. તેમણે કહ્યું કે એનએચએઆઈની સ્થિતિ સારી છે અને તેની પાસે પૈસાની કમી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે