Adani Group: પ્રણય રોય-રાધિકા રોયને ગંધ સુદ્ધા ન આવી...કેવી રીતે થયું NDTV નું ટેકઓવર?
અદાણી ગ્રુપે ન્યૂ દિલ્હી ટેલિવિઝન લીં (NDTV) માં 29 ટકાની ભાગીદારી ખરીદી લીધી છે. ગૌતમ અદાણી સમૂહે કહ્યું કે તેઓ એક ઓપન ઓફર પણ લોન્ચ કરશે જેથી કરીને વધુ 26 ટકા ભાગીદારી ખરીદી શકાય. જો કે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ (SEBI) ને મોકલેલી નોટિસમાં NDTV એ કહ્યું કે અધિગ્રહણની જાણકારી તેમને આપવામાં આવી નથી. NDTV એ દાવો કર્યો કે તેના સંસ્થાપકો પ્રણય રોય અને રાધિકા રોય સાથે આ અંગે કોઈ વાતચીત થઈ નથી કે તેમની સંમતિ પણ લેવાઈ નથી.
Trending Photos
અદાણી ગ્રુપે ન્યૂ દિલ્હી ટેલિવિઝન લીં (NDTV) માં 29 ટકાની ભાગીદારી ખરીદી લીધી છે. ગૌતમ અદાણી સમૂહે કહ્યું કે તેઓ એક ઓપન ઓફર પણ લોન્ચ કરશે જેથી કરીને વધુ 26 ટકા ભાગીદારી ખરીદી શકાય. જો કે પોતાની વેબસાઈટ પર NDTV એ 'किसी चर्चा, सहमति या नोटिस के बिना किया गया NDTV के 29 फीसदी हिस्से का अधिग्रहण' મથાળા હેઠળ પ્રકાશિત લેખમાં આ ખબર નકારી છે. તદઉપરાત સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ (SEBI) ને મોકલેલી નોટિસમાં NDTV એ કહ્યું કે અધિગ્રહણની જાણકારી તેમને આપવામાં આવી નથી. NDTV એ દાવો કર્યો કે તેના સંસ્થાપકો પ્રણય રોય અને રાધિકા રોય સાથે આ અંગે કોઈ વાતચીત થઈ નથી કે તેમની સંમતિ પણ લેવાઈ નથી. રોય દંપત્તિની NDTV માં 32.26 ટકા ભાગીદારી છે. એનડીટીવીએ એક નિવેદનમાં કહ્યું કે તેઓ વ્યક્તિગત રીતે અને પોતાની કંપની RRPR હોલ્ડિંગ પ્રાઈવેટ લિમિટેડના માધ્યમથી NDTV ની કુલ પેઈડ શેર પૂંજીનો 61.45 ટકા ભાગ જારી રાખે છે. અદાણી ગ્રુપે આ વર્ષ મે મહિનામાં બ્લૂમબર્ગક્વિન્ટમાં 49 ટકાની ભાગીદારી ખરીદવાની જાહેરાત કરી હતી.
શું કહે છે NDTV?
NDTV ના જણાવ્યાં મુજબ NDTV અથવા તેના સંસ્થાપક-પ્રમોટર્સ રાધિકા અને પ્રણય રોય સાથે કોઈ પણ પ્રકારની ચર્ચા વગર, VCPL દ્વારા તેમને એક નોટિસ આપવામાં આવી છે. જેમાં કહેવાયું છે કે તેમણે RRPR હોલ્ડિંગ પ્રાઈવેટ લિમિટેડનું નિયંત્રણ મેળવી લીધુ છે. આ કંપની પાસે એનડીટીવીના 29.18 ટકા શેરનો માલિકી હક છે. RRPR ને પોતાના તમામ ઈક્વિટી શેરોને VCPL ને હસ્તાંતરિત કરવા માટે બે દિવસનો સમય અપાયો છે. VCPL એ પોતાના જે હકનો ઉપયોગ કર્યો છે તે વર્ષ 2009-19માં એનડીટીવીના સંસ્થાપકો રાધિકા અને પ્રણય રોય સાથે કરાયેલા તે કરજ સમજૂતિ પર આધારિત છે. NDTV ના સંસ્થાપક તથા કંપની એ સ્પષ્ટ કરવા માંગશે કે VCPL દ્વારા અધિકારોનો આ પ્રયોગ એનડીટીવીના સંસ્થાપકોના કોઈ ઈનપુટ, વાતચીત અથવા સહમતિ વગર કરાયો છે અને એનડીટીવીના સંસ્થાપકોને પણ NDTV ની જેમ જ અધિકારોના આ પ્રયોગની જાણકારી આજે જ મળી છે.
અદાણી ગ્રુપે એનડીટીવી કેવી રીતે ખરીદી લીધુ?
અદાણી એન્ટરપ્રાઈઝીઝ લી.ની સબ્સિડિયરી AMG મીડિયા નેટવર્ક્સે મંગળવારે VCPL ને ખરીદી લીધી. VCPL એ 2009 અને 2010માં NDTV ની પ્રમોટર કંપની RRPR હોલ્ડિંગ પ્રાઈવેટ લી.ને 403.85 કરોડ રૂપિયાનું કરજ આપ્યું હતું. RRPR હોલ્ડિંગનો માલિકી હક રોય દંપત્તિ પાસે હતો. આ વ્યાજમુક્ત કરજના બદલામાં RRPR એ VCPL ને વોરન્ટ પાઠવ્યું. આ વોરન્ટ દ્વારા VCPL, RRPR માં 99.9 ટકા ભાગીદારી લઈ શકતી હતી. VCPL ને ખરીદ્યા બાદ અદાણી ગ્રુપે આ વોરન્ટ્સનો ઉપયોગ કર્યો છે.
NDTV એ મંગળવારે કહ્યું કે કંપની કે તેના ફાઉન્ડર પ્રમોટર્સ સાથે વાતચીત કર્યા વગર VCPL S નોટિસ મોકલી દીધી. જેમાં કહેવાયું કે VCPL એ RRPR માં 99.50 ટકા ભાગીદારી અધિગ્રહણ કરવાના અધિકારનો ઉપયોગ કર્યો છે. RRPR ની NDTV માં 29.18 ટકાની ભાગીદારી છે. રસપ્રદ વાત એ છે કે VCPL એ RRPR ને કરજ આપવા માટે પૈસા મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) ની સબસિડરી રિલાયન્સ સ્ટ્રેટેજિક વેન્ચર પાસેથી લીધા હતા.
Adani Group to purchase 29.18% stake in media group NDTV. pic.twitter.com/XMUUc4gUzK
— ANI (@ANI) August 23, 2022
NDTV માં 26 ટકા વધુ ભાગીદારી ખરીદશે અદાણી ગ્રુપ
VCPL ને 11.75 કરોડ રૂપિયામાં અધિગ્રહણ કર્યા બાદ અદાણી ગ્રુપે એનડીટીવીમાં 26 ટકા વધુ ભાગીદારી ખરીદવાની પણ જાહેરાત કરી. આ માટે એક ઓપન ઓફર પણ લોન્ચ કરાશે. અદાણી ગ્રુપ 294 રૂપિયા પ્રતિ શેર ઓફર કરી રહ્યું છે. મંગળવારે બીએસઈમાં એનડીટીવીનો શેર 366.20 રૂપિયે બંધ થયો હતો. જે ગત દિવસી સરખામણીમાં 2.6 ટકા વધુ છે.
ડીલની જાહેરાત બાદ NDTV ના CEOનો મેસેજ
અદાણી સમૂહે સાંજે લગભગ 6.10 વાગે NDTV માં સ્ટેક લેવાની જાહેરાત કરી. તેના બે કલાક બાદ NDTV ના CEO એ ઈન્ટરનેલ મેલ કરીને કહ્યું કે અદાણી તરફથી મીડિયા ગ્રુપમાં સ્ટેક લેવાની ખબર ચોંકાવનારી છે. આ અંગે અમને કોઈ જાણકારી અપાઈ નથી કે વાતચીત થઈ નથી. ગ્રુપના CEO એ આ મામલ રેગ્યુલેટરી અને કાનૂન પગલા ભરવાની પણ વાત કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે