શું ટ્રેનોમાં બંધ કરવામાં આવશે સ્લીપર કોચ, જાણો આ સમાચાર પર રેલવેએ શું કર્યો ખુલાસો

ભારતીય રેલવે (Indian railways)એ આ સમાચારને ખોટા ગણાવ્યા છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે, રેલવે હવે મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં સ્લીપર ક્લાસ (Sleeper class) બંધ કરી રહી છે. રેલવે એ કહ્યું કે, થ્રી-ટાયર કોચ (3-Tier coach)ને લાવવાનો ઉદેશ્ય મુસાફરીને વધુ સસ્તી અને આરામદાયક બનાવવી છે

શું ટ્રેનોમાં બંધ કરવામાં આવશે સ્લીપર કોચ, જાણો આ સમાચાર પર રેલવેએ શું કર્યો ખુલાસો

નવી દિલ્હી: ભારતીય રેલવે (Indian railways)એ આ સમાચારને ખોટા ગણાવ્યા છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે, રેલવે હવે મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં સ્લીપર ક્લાસ (Sleeper class) બંધ કરી રહી છે. રેલવે એ કહ્યું કે, થ્રી-ટાયર કોચ (3-Tier coach)ને લાવવાનો ઉદેશ્ય મુસાફરીને વધુ સસ્તી અને આરામદાયક બનાવવી છે. વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં રેલવે બોર્ડ (Railway board)ના ચેરમેન અને CEO વીકે યાદવે કહ્યું કે, 'અમે ચોક્કસપણે સ્લીપર ક્લાસ કોચને રાખીશું. રેલ્વે તેને બંધ કરી રહ્યું નથી.'

ટ્રેનોની સ્પીડ વધારવાનો ઉદેશ્ય
વીકે યાદવના જણાવ્યા અનુસાર રેલવેની યોજના તેમના નેટવર્કની ટ્રેનોની સ્પીડને વધારવાનો છે. નવી દિલ્હી-મુંબઇ અને નવી દિલ્હી-કોલકાતા રૂટ પર ટ્રેનની સ્પીડ 130 કિમી કરવામાં આવશે, જ્યારે 160 કિમીની સ્પીડ મેળવવા માટે ટ્રેકને અપગ્રેડ કરવાનું કામ શરૂ થઈ ગયું છે. તેમણે જણાવ્યું કે, આ સ્પીડના કારણે સ્લીપર ક્લાસના કોચમાં યાત્રીઓને સમસ્યા અને મુશ્કેલી થશે. તેમણે કહ્યું કે, તેથી રેલવેએ નવા AC-3 ટાયર કોચ બનાવવાનો નિર્ણય કર્યો છે. જે આગામી વર્ષ સુધી આવી જશે. અમારો ઉદેશ્ય AC ટ્રેનોથી મુસાફરી વધારે સસ્તી બનાવવાની છે અને તેનું ભાડું S-3 અને સ્લીપર ક્લાસની વચ્ચે હશે.

83 બર્થના હશે AC કોચ, સરળતાથી મળશે કન્ફર્મ ટિકિટ
તમને જણાવી દઇએ કે, રેલવે ટૂંક સમયમાં ટ્રેનોમાં 72 નહીં પરંતુ 83 બર્થના AC કોચ લાવી રહી છે. 83 બર્થ AC કોચ રેલવેની કોચ ફેક્ટરીમાં તૈયાર થઈ રહ્યાં છે. જેને ટૂંક સમયમાં ટ્રેક પર ઉતારવામાં આવશે. અત્યાર સુધી 3rd AC કોચમાં 72 બર્થ અથવા સીટ હતી. રેલવે કોચની નવી ડિઝાઇન દ્વારા ટ્રેનોમાં બેઠકની ક્ષમતા વધારવાની તૈયરી કરી રહ્યું છે. ટ્રેનોમાં યાત્રીઓની બેઠકની ક્ષમતા વધારવાથી યાત્રીઓને સરળતાથી કન્ફર્મ ટિકિટ મળી શકશે.

100 AC કોચ આ વર્ષે બનશે
રેલવે બોર્ડના સૂત્રોએ જણાવ્યું કે, આ વર્ષ 100 કોચ બની તૈયાર થઈ જશે જ્યારે આગામી વર્ષ 83 બર્થના 200 વધુ કોચ બનાવવાનું લક્ષ્ય છે. આ કોચ માત્ર તે ટ્રેનોમાં લગાવવામાં આવશે જેની સ્પીડ 130 કિમી પ્રતિ કલાક અથવા તેનાથી વધારે છે. રેલવે તરફથી આ નવી ડિઝાઈન અંતર્ગત તૈયાર કરવામાં આવી રહેલા AC કોચ, સ્લીપર કોચની જગ્યાએ લગાવવામાં આવશે. આવનારા સમયમાં રેલવે સ્લીપર કોચની જગ્યાએ AC કોચ શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news