પૃથ્વી અને રાફેલનો ડબલ એટેક તોડશે દુશ્મનનો દંભ, જાણો શું છે તૈયારી

દેશની સીમા (LAC) પર ચીન (China) સાથે તણાવ વચ્ચે ભારત (India)એ પૃથ્વી-2 મિસાઇલ (Praithvi-2)નું રાત્રિ પરિક્ષણ સફળતાપૂર્વક પુરૂ કરી લીધું છે.

પૃથ્વી અને રાફેલનો ડબલ એટેક તોડશે દુશ્મનનો દંભ, જાણો શું છે તૈયારી

નવી દિલ્હી: દેશની સીમા (LAC) પર ચીન (China) સાથે તણાવ વચ્ચે ભારત (India)એ પૃથ્વી-2 મિસાઇલ (Praithvi-2)નું રાત્રિ પરિક્ષણ સફળતાપૂર્વક પુરૂ કરી લીધું છે. પરમાણુ હથિયાર (Nuclear weapons) લઇ જવામાં સક્ષમ પૃથ્વી 2નું સફળ પરીક્ષણ શુક્રવારે સાંજે 7 વાગે થયું. 

બીજું સફળ પરીક્ષણ
250 કિલોમીટરથી વધુ સ્ટ્રાઇક રેંજવાળી પૃથ્વી-2નું પરીક્ષણ ઓડિશાના બાલાસોર તટ પર થયું. ડિફેન્સ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઇઝ (Defence Research and Development Organisation) દ્વારા વિકસિત બેલેસ્ટિક મિસાઇલ ( Ballistic missile) દેશની સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડનો (Strategic Forces Command)નો ભાગ છે. 

તમને જણાવી દઇએ કે ગત મહિને 23 સપ્ટેમ્બરના રોજ સાંજે પણ ઓડિશાના બાલાસોર તટ પર જ આ મિસાઇલનું રાત્રિ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તે પરીક્ષણ પણ સફળ રહ્યું હતું. તે સમયે પણ મિસાઇલ તમામ માપદંડો પર ખરી ઉતરી હતી. તમને જણાવી દઇએ કે પૃથ્વી-2 ભૂર્ગભ ટૂ ભૂગર્ભ (Surface-to-surface missile) પર નિશાન તાકનાર મિસાઇલ છે. 

ભારતીય સેનાનું બ્રહ્મસ્ત્ર
તો બીજી તરફ ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ઇન્ડિયન એરફોર્સને જલદી જ રાફેલ લડાકૂ વિમાનોની બીજી ખેપ મળનાર છે. લગભગ 3-4 રાફેલ ફાઇટર જેટ નવેમ્બરના પહેલાં અઠવાડિયામાં હરિયાણા સ્થિત એરફોર્સના અંબાલા ફેસ પર પહોંચશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news