શું તમે પણ કરો છો OLA, UBER કેબમાં મુસાફરી, તો તમારા કામના છે આ સમાચાર

ઓલા, ઉબરમાં મુસાફરી કરનારાઓ માટે ખરાબ સમાચાર છે. જો તમે પણ ઓફિસ જવા માટે આ કેબ સર્વિસનો ઉપયોગ કરી રહ્યાં છો તો તમને પરેશાની થઇ શકે છે. જો કે કંપનીમાંથી ઓછો નફો મળતો હોવાના વિરોધમાં ઓલા અને ઉબરના ડ્રાઇવર આજે હડતાળ પર છે. આ હડતાળમાં દિલ્હી, મુંબઇ, બેંગ્લોર, હૈદરાબાદ અને પૂણે કેબના ડ્રાઇવર સામેલ છે. આ મેટ્રો સિટીઝમાં મોટાભાગના લોકો ઓફિસ જવા માટે કેબનો ઉપયોગ કરે છે. પરંતુ હડતાળના લીધે ઓફિસ જનારા લોકોને પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. તમને જણાવી દઇએ કે ઓલા દેશના 100 શહેરોમાં કેબ સર્વિસ આપે છે, તો બીજી તરફ કેબ સર્વિસ 25 શહેરોમાં છે. ઓલા દ્વારા દરરોજ લગભગ 20 લાખ લોકો મુસાફરી કરે છે, જ્યારે ઉબર દ્વાર લગભગ દરરોજ 10 લાખ લોકો દરરોજ મુસાફરી કરે છે.  
શું તમે પણ કરો છો OLA, UBER કેબમાં મુસાફરી, તો તમારા કામના છે આ સમાચાર

નવી દિલ્હી: ઓલા, ઉબરમાં મુસાફરી કરનારાઓ માટે ખરાબ સમાચાર છે. જો તમે પણ ઓફિસ જવા માટે આ કેબ સર્વિસનો ઉપયોગ કરી રહ્યાં છો તો તમને પરેશાની થઇ શકે છે. જો કે કંપનીમાંથી ઓછો નફો મળતો હોવાના વિરોધમાં ઓલા અને ઉબરના ડ્રાઇવર આજે હડતાળ પર છે. આ હડતાળમાં દિલ્હી, મુંબઇ, બેંગ્લોર, હૈદરાબાદ અને પૂણે કેબના ડ્રાઇવર સામેલ છે. આ મેટ્રો સિટીઝમાં મોટાભાગના લોકો ઓફિસ જવા માટે કેબનો ઉપયોગ કરે છે. પરંતુ હડતાળના લીધે ઓફિસ જનારા લોકોને પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. તમને જણાવી દઇએ કે ઓલા દેશના 100 શહેરોમાં કેબ સર્વિસ આપે છે, તો બીજી તરફ કેબ સર્વિસ 25 શહેરોમાં છે. ઓલા દ્વારા દરરોજ લગભગ 20 લાખ લોકો મુસાફરી કરે છે, જ્યારે ઉબર દ્વાર લગભગ દરરોજ 10 લાખ લોકો દરરોજ મુસાફરી કરે છે.  

આજે સાંકેતિક હડતાળ 
ઓલા, ઉબર કેબ ડ્રાઇવરની હડતાળથી લોકો ઓફિસ, એરપોર્ટ અથવા બસ સ્ટેન્ડ જતા હોય છે તેમને ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. એટલા માટે પોતાની મંજીલ સુધી પહોંચતા પહેલાં તૈયાર થઇ જાવ અને જવા માટે બીજા સાધન વિશે વિચારો. કેબ ચાલકોનું કહેવું છે કે સોમવારે સવારથી રસ્તા પર ઓલા અને ઉબરની એ જ ગાડીઓ જોવા મળશે જે કંપનીની પોતાની છે. 

કેબ ચાલકોનું વિરોધ પ્રદર્શન
દિલ્હીમાં ઓલા અને ઉબરના ચાલકોએ ISBT બસ સ્ટેન્ડ પર 3 કલાક ગાડીઓ બંધ રાખી વિરોધ પ્રદર્શન કર્યું. વિરોધ કરી રહેલા કેબ ચાલકોનું કહેવું છે કે અમે ઓટોથી પણ ઓછા ભાવે ગ્રાહકોને સુવિધા ઉપલબ્ધ કરાવી રહ્યાં છીએ, પરંતુ કંપની અમને યોગ્ય નફો આપી રહી નથી. 

ચાલકોનું કહેવું છે કે અમે 6 રૂપિયા પ્રતિ કિલોમીટર કેબ ચલાવીએ છીએ. કેબ કંપની તેમાંથી પણ 25 ટકા કમીશન કાપી લે છે. ચાલકોની માંગણી છે કે ઓલા, ઉબર ભાડુ વધારે અને કમિશન ઓછું કરે. કેબ ચાલકોએ કહ્યું કે આજની હડતાળ સાંકેતિક છે. જો અમારી માંગણીઓ પુરી નહી કરવામાં આવે તો આગામી દિવસોમાં અમે ઉગ્ર આંદોલન કરીશું.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news