આ દેશમાં માનવમૂત્રથી બની દુનિયાની પહેલી ઈંટ, જાણો ખાસિયતો

પર્વાવરણને અનુકૂળ ઈમારત નિર્માણ સામગ્રીની શોધમાં આ એક મહત્વના સમાચાર છે. એટલે કે ભવિષ્યમાં માનવમૂત્રના એક સારા ઉપયોગની આશા રાખી શકાય છે અને આ સામગ્રી ઘરો અને કાર્યાલયોની ઈમારત નિર્માણમાં મહત્વપૂર્ણ પણ સાબિત થઈ શકે છે. 

આ દેશમાં માનવમૂત્રથી બની દુનિયાની પહેલી ઈંટ, જાણો ખાસિયતો

નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકાની એક યુનિવર્સિટીના રિસર્ચર્સે માનવમૂત્રની મદદથી ઈંટ બનાવવામાં સફળતા મેળવી છે. પર્વાવરણને અનુકૂળ ઈમારત નિર્માણ સામગ્રીની શોધમાં આ એક મહત્વના સમાચાર છે. એટલે કે ભવિષ્યમાં માનવમૂત્રના એક સારા ઉપયોગની આશા રાખી શકાય છે અને આ સામગ્રી ઘરો અને કાર્યાલયોની ઈમારત નિર્માણમાં મહત્વપૂર્ણ પણ સાબિત થઈ શકે છે. 

રિસર્ચર્સને આશા છે કે દુનિયામાં આ પ્રકારની ઈંટો સારા વિકલ્પની સંભાવના ખોલી શકે છે. મૂત્રની મદદથી આ ઈંટને બનાવવાની ટેક્નોલોજી સમુદ્રમાં સીપના પ્રાકૃતિક નિર્માણ જેવી જ છે જેને બનાવવામાં છથી આઠ દિવસનો સમય લાગે છે. આ અદભૂત કાર્ય કેપેટાઉન યુનિવર્સિટીના બે વિદ્યાર્થીઓ અને એક શિક્ષકના મગજની ઉપજ છે. સરકારી જળ અનુસંધાન પરિષદથી શિષ્યવૃત્તિ મળ્યા બાદ ગત વર્ષ કૃત્રિમ યૂરિયાની મદદથી તેનો વ્યવ્હારિક અધ્યયન કરવામાં આવ્યો. ત્યારબાદ અભ્યાસમાં માનવમૂત્રનો ઉપયોગ કરવામાં આવ્યો. 

શિક્ષક ડાયલોન રાનડોલે કહ્યું કે હું હંમેશાથી એ જાણવામાં ઉત્સુક હતો કે આપણે આ કામ માટે મૂત્રનો ઉપયોગ કેમ કરી શકીએ નહીં. તેમણે કહ્યું કે તેનો જવાબ છે હા, આપણે કરી શકીએ. ત્યાબાદ એક વર્ષ પછી તેમણે પ્રયોગશાળામાં પહેલી જૈવ ઈંટ સફળતાપૂર્વક બનાવી. 

જો કે આપણા દેશમાં આવા સંશોધન હવે થવા લાગ્યા છે. દેશની ઝારખંડ અને ઉત્તર પ્રદેશના શહેર બહેલીમાં કચરાના ઢગલામાંથી રસ્તા બનાવવામાં આવ્યાં છે. પ્લાસ્ટિક વેસ્ટના ઉપયોગથી બરેલીના બહેડી અને મીરગંજ બ્લોકમાં બે રસ્તાનું નિર્માણ થયું છે અને પર્યાવરણ સંરક્ષણનું ઉદાહરણ રજુ કર્યું છે. આ રસ્તાઓ પર ભારે પ્રમાણમાં વેસ્ટ પ્લાસ્ટિકનો ઉપયોગ થયો છે. 

(ઈનપુટ-ભાષામાંથી)

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news