EXCLUSIVE: Yes Bank ના કારનામાની ખુલી પોલ, ED ની તપાસમાં ફસાયેલા અધિકારીને બળજબરીથી રજા પર મોકલ્યો

YES Bank: સ્ટોક રિવ્યૂ કમિટીને ફેબ્રુઆરીમાં મામલાની માહિતી મળી હતી, તેમ છતાં પગલા ભરવામાં કેમ વિલંબ કરાયો? સવાલ તે પણ છે કે શું ઈડીની ચાર્જશીટમાં નામ આવ્યા બાદ મજબૂરીમાં પગલાં ભરવામાં આવ્યા?

Updated By: Nov 29, 2021, 04:25 PM IST
EXCLUSIVE: Yes Bank ના કારનામાની ખુલી પોલ, ED ની તપાસમાં ફસાયેલા અધિકારીને બળજબરીથી રજા પર મોકલ્યો

નવી દિલ્હીઃ YES bank સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. યસ બેન્કના અધિકારીઓના કારનામા હવે તેના પર ભારે પડી રહ્યાં છે. એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ED) ની અત્યાર સુધીની તપાસમાં સીધી રીતે ફસાય રહેલા એક અધિકારીને બેન્કે બળજબરીથી રજા પર મોકલી દીધો છે. મોટો સવાલ છે કે બેન્કના કોર મેનેજમેન્ટનો ભાગ રહેલા બાકી અધિકારીઓની રજા ક્યારે થાય છે. હકીકતમાં સરકાર અને રિઝર્વ બેન્કે બાકી બેન્કોમાંથી મૂડી નખાવી યસ બેન્કને ડૂબતી બચાવી લીધી. પરંતુ જે અસલી કારીગરીવાળા લોકો છે તે હજુ બેન્કમાં યથાવત છે. ઝી બિઝનેસના તરૂણ શર્માનો એક્સક્લુઝિવ રિપોર્ટ સમજો. 

એક અધિકારી રજા પર બીજા ક્યારે?
ઈડીની તપાસ બાદ હોલસેલ બેન્કિંગ હેડ આશીષ અગ્રવાલને રજા પર મોકલી દેવામાં આવ્યો છે. યસ બેન્ક કેસમાં ED ની ચાર્જશીટમાં આશીષ અગ્રવાલનું નામ સામેલ છે. અગ્રવાલે ચીફ ક્રેડિટ રિસ્ક ઓફિસર તરીકે ઘણી લોન પાસ કરી હતી. મંજૂર કરવામાં આવેલ  31,855 કરોડ રૂપિયાની 71 લોન એનપીએ થઈ. ED એ સ્વીકાર્યું કે અગ્રવાલે પોતાની જવાબદારી સારી રીતે નિભાવી નથી. સાથે તેણે એક રીતે મની લોન્ડ્રિંગમાં મદદ કરી હતી. હાલમાં સીબીઆઈ અને ઈડીએ આશીષ અગ્રવાલની કલાકો સુધી પૂછપરછ કરી હતી. 

યસ બેન્કની નીતિઓ પર સવાલ
આ મામલો સામે આવ્યા બાદ યસ બેન્કની નીતિઓ પર સવાલ ઉઠી રહ્યા છે. સ્ટોક રિવ્યૂ કમિટીને ફેબ્રુઆરીમાં મામલાની માહિતી મળી હતી, છતાં પગલા કેમ મોડા ભરવામાં આવ્યા? સવાલ તે પણ છે કે શું ઈડીની ચાર્જશીટમાં નામ આવ્યા બાદ મજબૂરીમાં પગલા ભરવામાં આવ્યા? જેણે બેન્ક ડુબાવી તેના પર કેમ કાર્યકાહી કરતા ડર લાગે છે? જેની વિરુદ્ધ SEBI ના ઓર્ડર તે પણ બેન્કની સિસ્ટમમાં કેમ બન્યા છે?

આ પણ વાંચોઃ આ 16 બેંકના ગ્રાહકો માટે મોટા ખુશખબર, મળશે પાંચ લાખ રૂપિયા, જાણો કેવી રીતે 

SEBI ના નિયમ તોડનાર ક્યા નામ હજુ બેન્કમાં યથાવત છે?
- સંજય નાંબિયાર, ગ્રુપ લીગલ કાઉન્સેલ, યસ બેન્ક
- નિરંજન બનોડકર,  CFO, યસ બેન્ક
- શિવાનંદ શેટ્ટીગર, કંપની સેક્રેટરી, યસ બેન્ક
- આશીષ અગ્રવાલ, હેડ, વ્હોલસેલ બેન્કિંગ, યસ બેન્ક

બેન્કને અલ્હાબાદ હાઈકોર્ટમાં લાગી ફટકાર
મહત્વનું છે કે હાલમાં YES Bank ને અલ્હાબાદ હાઈકોર્ટમાંથી ફટકાર લાગી હતી. હાઈકોર્ટે ગૌતમબુદ્ધ નગર પોલીસને Yes Bank ની પાસે ગિરવે રાખેલા Dish TV ના શેરોને ફ્રીઝ કરવાના મામલામાં દખલ દેવાનો ઇનકાર કરી દીધો. હાઈકોર્ટે આ મામલામાં FIR રદ્દ કરવા અને તપાસ રોકવાનો ઇનકાર કર્યો છે. કોર્ટે કહ્યું કે, યોગ્ય તપાસને રોકવી બરાબર નથી. કેસમાં પૂરાવા ભેગા કરવાના બાકી છે. તેવામાં કોર્ટની દખલ યોગ્ય નથી. હાઈકોર્ટે કહ્યું કે, મામલો મોટો છે અને પૂરતું મટીરિયલ નથી. પૂરતા મટીરિયલ વગર કેસના યોગ્ય પાસાને જોઈ શકવો મુશ્કેલ છે. કોર્ટે યસ બેન્કને નિર્દેશ આપ્યો કે તે પહેલા મેજિસ્ટ્રેટ કોર્ટમાં જાય અને ત્યાંથી રાહત મેળવે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube