LPG સિલિન્ડરના બુકિંગ પર મળી રહ્યું છે 2700 રૂપિયા સુધીનું કેશબેક, આ રીતે ઉઠાવો લાભ

એલપીજી સિલિન્ડર (LPG Cylinder) નવી સતત વધતી જતી કિંમતથી પરેશાન લોકો માટે સારા સમાચાર છે. રાંધણ ગેસ સિલિન્ડરના બુકિંગ પર તમે 2700 રૂપિયા સુધીનું કેશબેક (Cashback Offer) જીતી શકો છો. જી હા, ઓનલાઇઅન પેમેન્ટ એપ પેટીએમ (Paytm) એ આ ઓફરની શરૂઆત કરી છે.

LPG સિલિન્ડરના બુકિંગ પર મળી રહ્યું છે 2700 રૂપિયા સુધીનું કેશબેક, આ રીતે ઉઠાવો લાભ

નવી દિલ્હી: એલપીજી સિલિન્ડર (LPG Cylinder) નવી સતત વધતી જતી કિંમતથી પરેશાન લોકો માટે સારા સમાચાર છે. રાંધણ ગેસ સિલિન્ડરના બુકિંગ પર તમે 2700 રૂપિયા સુધીનું કેશબેક (Cashback Offer) જીતી શકો છો. જી હા, ઓનલાઇઅન પેમેન્ટ એપ પેટીએમ (Paytm) એ આ ઓફરની શરૂઆત કરી છે. આ કેશબેક તમને 3 સિલિન્ડર પર મળશે. 

ક્યાં સુધી વેલિડ છે ઓફર?
પેટીએમએ પોતાની એપ પર એક બેનર લગાવીને આ ઓફરની જાહેરાત કરી છે. આ બેનરમાં સ્પષ્ટ લખ્યું છે કે જો તમે એચપી, ઇન્ડેન અથવા ભારત ગેસ કંપનીના સિલિન્ડરનું બુકિંગ પેટીએમ દ્વારા કરો છો તો તમને 2700 રૂપિયા સુધીનું કેશબેક મળી શકે છે. આ ફાયદો 3 સિલિન્ડરના બુકિંગ પર મળૅશે. જોકે આ બેનર ક્લિકેબલ નથી. એટલા માટે ખબર પડી શકી નથી કે આ ઓફર ક્યાં સુધી વેલિડ છે. પરંતુ તમે પેટીએમના નવા અને જૂના યૂઝર્સ આ બંપર ઓફરનો ફાયદો ઉઠાવી શકે છે.  

કેવી રીતે કરી શકે છે બુકિંગ?
આ ઓફરનો લાભ ઉઠાવવા માંગો છો તો સૌથી પહેલાં તમારે તમારા મોબાઇલ ફોનમાં Paytm App ને ડાઉનલોડ કરવી પડશે. ત્યારબાદ પોતાની ગેસ એજન્સી બુકિંગ કરવી પડશે. તેના માટે Paytm એપમાં Show more પર જઇને ક્લિક કરો, પછી Recharge and Pay Bills પર ક્લિક રો. ત્યારબાદ તમને Book a Cylinder નો વિકલ્પ દેખાશે. અહીં જઇને તમે પોતાના ગેસ પ્રોવાઇડરને સિલિક્ટ કરો. હવે LPG Id અથવા પછી તમારે જે નંબર ગેસ એજન્સીમાં રજિસ્ટર છે તેને નાખો અને Proceed પર ક્લિક કરી દો. તમારી સામે તમામ ડિટેલ્સ આવી જશે. બુકિંગ માટે 24 કલાકની અંદર તમને કેશબેકનું સ્ક્રેચ કાર્ડ મળી જશે. આ સ્ક્રેચ કાર્ડને 7 દિવસમાં ઉપયોગ કરવું પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news