Corona થી 6 લાખ લોકોએ ગુમાવ્યા જીવ, આ દેશના રાષ્ટ્રપતિ વિરૂદ્ધ નોંધાશે ક્રિમિનલ કેસ?
બ્રાજીલ (Brazil) ના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારો (Jair Bolsonaro) ને દેશમાં કોરોના મહામારી (Coronavirus) સામે યોગ્ય રીતે ન કરવાના આરોપમાં 11 ક્રિમિનલ કેસનો સામનો પડી શકે છે. આ જાણકારી કેસની તપાસ માટે બનાવવામાં આવેલી પેનલના હેડ સીનેટર Renan Calheiros એ આપી છે.
Trending Photos
બ્રાસીલિયા, બ્રાજીલ: બ્રાજીલ (Brazil) ના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારો (Jair Bolsonaro) ને દેશમાં કોરોના મહામારી (Coronavirus) સામે યોગ્ય રીતે ન કરવાના આરોપમાં 11 ક્રિમિનલ કેસનો સામનો પડી શકે છે. આ જાણકારી કેસની તપાસ માટે બનાવવામાં આવેલી પેનલના હેડ સીનેટર Renan Calheiros એ આપી છે.
રાષ્ટ્રપતિ વિરૂદ્ધ કેસની થશે ભલામણ?
Renan Calheiros એ એક ઇન્ટરવ્યુંમાં કહ્યું કે તપાસ કમિટી દેશની વસ્તી વિરૂદ્ધ નરસંહાર સાર્વજનિક ધનના અનિયમિત ઉપયોગ, સ્વચ્છતા ઉપાયોના ઉલ્લંઘન, અપરધાને ઉશ્કેરવા અને અંગત દસ્તાવેજોની છેતરપિંડી જેવા આરોપોમાં જાયર બોલ્સોનારો (Jair Bolsonaro) પર કેસ ચલાવવાની ભલામણ કરશે. કૈલહેરોસે કહ્યું કે બોલ્સોનારોની સાથે જ તેમના પુત્રો અને પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી Eduardo Pazuello પર પણ આરોપ લગાવવાની સંભાવના છે.
અર્ટોની જનરલ ઓફિસ મોકલવામાં આવશે પ્રસ્તાવ
સીનેટ તપાસ પેનલનો આ રિપોર્ટ આગામી મંગળવારે જાહેર થવાનો છે. ત્યારબાદ પેનલના સભ્ય આ વાત પર વોટિંગ કરશે કે રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારો (Jair Bolsonaro) અને બીજા લોકો વિરૂદ્ધ ક્રિમિનલ કેસ શરૂ કરવાની ભલામણ કરવામાં આવે કે નહી. વોટિંગ બાદ રિપોર્ટ દેશના એટોર્ની જનરલના કાર્યાલયને મોકલવામાં આવશે. તે આ રિપોર્ટમાં કરવામાં આવેલી અનુશંસાના અનુસાર કાર્યવાહીને આગળ વધારશે.
નીચલા સદનથી પ્રાપ્ત થશે અનુરોધ
એટોર્ની જનરલની ઓફિસ આ રિપોર્ટના આધારે સુપ્રીમ કોર્ટમાં રાષ્ટ્રપતિ વિરૂદ્ધ ક્રિમિનલ કેસની કાર્યવાહી શરૂ કરી શકે છે. પરંતુ તેમને આમ કરવા માટે સંસદના નિચલા સદનનો અનુરોધ પત્ર પ્રાપ્ત કરવો પડશે. કાનૂનવિદોનું કહેવું છે કે બ્રાજીલના નીચલા સદન તરફથી આવો અનુરોધ પત્ર જાહેર થવાની સંભાવના એકદમ ઓછી છે.
કોરોનાની મજાક ઉડાવતાં રહ્યા છે બોલ્સોનારો
તમને જણાવી દઇએ કે પોતાના દક્ષિણપંથી વિચારો માટે જાણિતા રાષ્ટ્રપતિ જયર બોલ્સોનારો (Jair Bolsonaro) શરૂથી કોરોના મહામારી (Coronavirus) ને હળવામાં લઇ રહ્યા છે. તેમણે દેશમાં લોકડાઉનના ઉપાયો વિરૂદ્ધ વાત કરી અને કોરોના વેક્સીનની મજાક ઉડાવી. તે માસ્ક પહેરવાનો સતત વિરોધ કરતા રહ્યા. તેના લીધે પરિણામ આવ્યું કે તે આ વર્ષે જુલાઇમાં તે પોતે કોરોનાની ચપેટમાં આવી ગયા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે