Paytm ના ફાઉન્ડર વિજય શેખર શર્માની દિલ્હીમાં થઈ હતી ધરપકડ, ઘટના પાછળનું મોટું રહસ્ય ખૂલ્યું

જોકે, મદર ઈન્ટરનેશનલ સ્કૂલની સામે Paytm ના ફાઉન્ડર વિજય શેખર શર્માએ પોતાની જગુઆર લેન્ડ રોવર કારથી દક્ષિણી દિલ્હીની DCP બેનિતા મેરી જેકરની કાર સાથે ધડાકાભેર અથડાવી હતી. આ આરોપસર તેમની ધરપકડ કરવામાં આવી હતી.

Paytm ના ફાઉન્ડર વિજય શેખર શર્માની દિલ્હીમાં થઈ હતી ધરપકડ, ઘટના પાછળનું મોટું રહસ્ય ખૂલ્યું

નવી દિલ્હી: Paytm ના ફાઉન્ડર વિજય શેખર શર્માને લઈને આજે એક મોટા સમાચાર સામે આવ્યા છે. તમને જણાવી દઈએ કે વિજય શેખર શર્માને દિલ્હી પોલીસે એક કારને ટક્કર મારવાના આરોપમાં ધરપકડ કરી હતી. જોકે, બાદમાં તેમને જામીન મળી ગયા હતા. તમને જણાવી દઈએ કે આ ઘટના ગત મહીને 22 ફેબ્રુઆરીએ બની હતી.

જોકે, મદર ઈન્ટરનેશનલ સ્કૂલની સામે Paytm ના ફાઉન્ડર વિજય શેખર શર્માએ પોતાની જગુઆર લેન્ડ રોવર કારથી દક્ષિણી દિલ્હીની DCP બેનિતા મેરી જેકરની કાર સાથે ધડાકાભેર અથડાવી હતી. આ આરોપસર તેમની ધરપકડ કરવામાં આવી હતી.

— ANI (@ANI) March 13, 2022

જાણકારો અનુસાર DCP નો ડ્રાઈવર દીપક અરવિંદો માર્ગ પર પેટ્રોલ ભરાવવા ગયા હતા. ટક્કર માર્યા બાદ વિજય શેખર શર્મા પોતાની કાર છોડીને ભાગી ગયા હતા. પરંતુ DCP ના ડ્રાઈવર દીપકે કારનો નંબર નોંધીને ઘટનાની જાણકારી DCPને આપી. DCPના જણાવ્યા બાદ દીપકે માલવીય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે IPCની કલમ 279 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

પોલીસે જ્યારે આ કેસની તપાસ શરૂ કરી તો કારનો નંબર ગુરુગ્રામની એક કંપનીનો નીકળ્યો. પોલીસે કંપનીના લોકો સાથે ઘટના વિશે પુછપરછ કરી. તેમાં સામે આવ્યું કે કાર GK-2 માં રહેનાર વિજય શેખર શર્માની પાસે છે. ત્યારબાદ વિજય શેખર શર્માની ધરપકડ કરી લેવામાં આવી. જોકે બાદમાં તેમને જામીન આપી દેવામાં આવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news