છેલ્લા એક મહિનામાં પેટ્રોલ-ડીઝલ થયું સસ્તું, જાણો ક્યારે કેટલો થયો ઘટાડો
મહિનામાં પેટ્રોલના ભાવમાં 7.29 રૂપિયા ત્યારે ડીઝલમાં 3.89 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે.
Trending Photos
નવી દિલ્હી: દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત 29માં દિવસે ઘટાડો નોંધાયો હતો. રવિવારે પેટ્રોલના ભાવમાં 20 પૈસા અને ડીઝલના ભાવમાં 18 પૈસાનો ઘટાજો નોંધાયો હતો. દિલ્હીમાં પેટ્રોલ 76.71 પ્રતિ લિટર અને ડીઝલ 71.56 રૂપિયા પ્રતિ લિટરના સ્તરે પહોંચી ગયું છે. આ સાથે છેલ્લા એક મહિનામાં 7.29 અને ડિઝલમાં 3.89 પ્રતિ લિટરનો ઘટાડો નોંધાયો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 18 ઓક્ટોબરથી સતત ધટાડો થઇ રહ્યો છે. અહીંયા નોંધવું રહ્યું કે, 4 ઓઓક્ટોબરે પેટ્રોલનો ભાવ વિક્રમજનક સપાટીએ પહોંચી ગયો હતો. ત્યારે દિલ્હીમાં 84 રૂપિયા પ્રતિ લિટર અને મુંબઇમાં 91.34 રૂપિયા પ્રતિ લિટરે પેટ્રોલ પહોંચ્યું હતું. આ જ રીતે ડીઝલના ભાવ વિક્રમજનક સપાટીએ પહોંચ્યાં હતા.
જાણો ક્યારે કેટલો થયો હતો ઘટાડો
- 18-11-2018ના રોજ પેટ્રોલમાં 20 પૈસા જ્યારે ડીઝલના 18 પૈસાનો ઘટાડો થયો હતો.
- 16-11-2018ના રોજ પેટ્રોલમાં 18 પૈસા જ્યારે ડીઝલના 16 પૈસાનો ઘટાડો થયો હતો.
- 15-11-2018ના રોજ પેટ્રોલમાં 15 પૈસા જ્યારે ડીઝલના 10 પૈસાનો ઘટાડો થયો હતો.
- 13-11-2018ના રોજ પેટ્રોલમાં 13 પૈસા જ્યારે ડીઝલના 12 પૈસાનો ઘટાડો થયો હતો.
- 12-11-2018ના રોજ પેટ્રોલમાં 17 પૈસા જ્યારે ડીઝલના 15 પૈસાનો ઘટાડો થયો હતો.
- 11-11-2018ના રોજ પેટ્રોલમાં 16 પૈસા જ્યારે ડીઝલના 12 પૈસાનો ઘટાડો થયો હતો.
- 10-11-2018ના રોજ પેટ્રોલમાં 17 પૈસા જ્યારે ડીઝલના 16 પૈસાનો ઘટાડો થયો હતો.
- 08-11-2018ના રોજ પેટ્રોલમાં 21 પૈસા જ્યારે ડીઝલના 18 પૈસાનો ઘટાડો થયો હતો.
- 06-11-2018ના રોજ પેટ્રોલમાં 14 પૈસા જ્યારે ડીઝલના 09 પૈસાનો ઘટાડો થયો હતો.
- 05-11-2018ના રોજ પેટ્રોલમાં 22 પૈસા જ્યારે ડીઝલના 20 પૈસાનો ઘટાડો થયો હતો.
- 03-11-2018ના રોજ પેટ્રોલમાં 19 પૈસા જ્યારે ડીઝલના 11 પૈસાનો ઘટાડો થયો હતો.
- 02-11-2018ના રોજ પેટ્રોલમાં 19 પૈસા જ્યારે ડીઝલના 14 પૈસાનો ઘટાડો થયો હતો.
- 01-11-20178ના રોજ પેટ્રોલમાં 18 પૈસા જ્યારે ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો ન હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે