તમારા શહેરમાં ઘટ્યા કે વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ? ચેક કરો આજના ભાવ
પાછલા દિવસોમાં આસામ, દિલ્હી, ચેન્નઈ, હરિયાણા, પંજાબ, યૂપી, ઉત્તરાખંડ સરકારે વેટ વધારી પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારવાનો નિર્ણય લીધો હતો. પરંતુ આજે ક્યાંય પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધવાના સમાચાર નથી.
Trending Photos
નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારીને કારણે થયેલા લૉકડાઉનથી કાચા તેલની માગ ખુબ ઓછી છે. પરંતુ સસ્તા થતા કાચા તેલનો ફાયદો સામાન્ય વ્યક્તિ સુધી પહોંચી રહ્યો નથી. બીજીતરફ આસામ, દિલ્હી, ચેન્નઈ, હરિયાણા, પંજાબ, યૂપી, ઉત્તરાખંડ સરકારે વેટ વધારીને પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારવાનો નિર્ણય લીધો હતો. પરંતુ આજે ક્યાંય પેટ્રોલ-ડીઝલનો ભાવ વધવાની માહિતી નથી.
કેન્દ્ર સરકારે પણ પાછલા સપ્તાહે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી વધારી હતી. પરંતુ આ વધારાને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ગ્રાહકોને પાસ કરશે નહીં. કાચા તેલના ભાવ ઓછા થવા છતાં કંપનીઓએ લાંબા સમય સુધી ગ્રાહકોને તેનો ફાયદો આપ્યો નથી, તેથી તે તેમાં સેટ કરશે. આવો જાણીએ તમારા શહેરમાં શું છે પેટ્રોલ-ડીઝલનો ભાવ...
શહેરનું નામ | પેટ્રોલ પ્રતિ લીટર | ડીઝલ પ્રતિ લીટર |
દિલ્હી | 71.26 | 69.39 |
મુંબઈ | 73.3 | 65.62 |
ચેન્નાઈ | 75.54 | 68.22 |
કોલકતા | 76.31 | 66.21 |
નોઈડા | 74.03 | 63.96 |
આગ્રા | 71.2 | 62.64 |
અમદાવાદ | 67.16 | 65.19 |
બેંગલુરુ | 73.55 | 65.96 |
ભોપાલ | 77.58 | 68.29 |
ભુવનેશ્વર | 68.58 | 66.7 |
ચંદીગઢ | 69.99 | 62.56 |
નોકરી કરનાર માટે ઝટકો! મિનિમમ પગાર અને બોનસ કાપવાની તૈયારીમાં કંપનીઓ
લૉકડાઉન 2.0માં અહીં વધ્યા હતા ભાવ
આ પહેલા પણ ઘણા રાજ્યોએ વેટ વધારવાનો નિર્ણય લીધો હત. નાગાલેન્ડમાં પેટ્રોલ અને ડીઝલ પર કોવિડ19 સેસ લગાવવામાં આવ્યો, જેના કારણે ત્યાં પેટ્રોલની કિંમત 6 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 5 રૂપિયા પ્રતિ લીટર વધી ગયો હતો. ત્યાં પેટ્રોલનો ભાવ 71.59 રૂપિયા પ્રતિ લીટર છે. આસામ સરકારે પણ ડીઝલ પર 5 રૂપિયા અને પેટ્રોલ પર 6 રૂપિયા પ્રતિ લીટર ટેક્સ વધાર્યો હતો. ત્યાં પેટ્રોલના ભાવ 71.62થી વધીને 77.46 રૂપિયા થઈ ગયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે