ખુશખબર! ચૂંટણી પરિણામો બાદ મોંઘું નહીં સસ્તુ થયું પેટ્રોલ-ડીઝલ, જાણો હજુ કેટલો ઓછો થશે ભાવ!

ક્રૂડના વધારા વચ્ચે નિષ્ણાતો ચૂંટણી બાદ પેટ્રોલના ભાવમાં 12 થી 16 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થવાની આશા વ્યક્ત કરી રહ્યા હતા. પરંતુ હવે ભાવ ઘટવાથી લોકો ખુશખુશાલ છે. આગામી સમયમાં ભાવ વધુ ઘટે તેવી શક્યતા જોવામાં આવી રહી છે. બે દિવસમાં ક્રૂડ 139 ડોલર પ્રતિ બેરલથી ઘટીને 108.7 ડોલર થઈ ગયું છે.

ખુશખબર! ચૂંટણી પરિણામો બાદ મોંઘું નહીં સસ્તુ થયું પેટ્રોલ-ડીઝલ, જાણો હજુ કેટલો ઓછો થશે ભાવ!

નવી દિલ્હી: પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામ સામે આવ્યા બાદ પેટ્રોલ ડીજલ મોઘું નહીં પણ બિલકુલ સસ્તુ થઈ ગયું છે. આ અહેવાલ ભલે તમને આશ્ચર્યમાં મૂકી દે પરંતુ હકીકત આજ છે. દેશના અમુક શહેરોમાં તો પેટ્રોલના ભાવમાં એક રૂપિયા લીટરનો ઘટાડો નોંધાયો છે. જોકે, રશિયા-યુક્રેનની વચ્ચે ચાલી રહેલા જંગની વચ્ચે ક્રૂડ ઓઈલની કિંમતમાં સતત વધારો નોંધાઈ રહ્યો હતો.

12 થી 16 રૂપિયા સુધીના વધારાની હતી આશા
ક્રૂડના વધારા વચ્ચે નિષ્ણાતો ચૂંટણી બાદ પેટ્રોલના ભાવમાં 12 થી 16 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થવાની આશા વ્યક્ત કરી રહ્યા હતા. પરંતુ હવે ભાવ ઘટવાથી લોકો ખુશખુશાલ છે. આગામી સમયમાં ભાવ વધુ ઘટે તેવી શક્યતા જોવામાં આવી રહી છે. બે દિવસમાં ક્રૂડ 139 ડોલર પ્રતિ બેરલથી ઘટીને 108.7 ડોલર થઈ ગયું છે.

કયા શહેરમાં કેટલો ઘટ્યો ભાવ?
શુક્રવારે ભુવનેશ્વરમાં પેટ્રોલનો ભાવ ઘટીને 102.27 રૂપિયાથી 101.81 રૂપિયા પ્રતિ લીટર પર આવી ગયો. જયપુરમાં ભાવ 108.07 રૂપિયાથી ઘટીને 107.06 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયો છે. જ્યારે ડીઝલમાં 91 પૈસા ઘટીને 90.70 રૂપિયા પર આવી ગયો છે. પટણામાં ભાવ 106.44 રૂપિયાથી ઓછો થઈને શુક્રવારે સવારે 105.90 રૂપિયા પર જોવા મળ્યો હતો.

મેટ્રો શહેરોમાં કોઈ ફેરફાર નહીં
જોકે, ગુડગાંવમાં પેટ્રોલના ભાવમાં થોડોક વધારાની સાથે 95.59 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયો છે. જ્યારે નોઈડામાં ભાવ વધીને 95.73 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે. મેટ્રો શહેરોમાં તેલના ભાવમાં કોઈ ફેરફાર જોવામાં આવ્યો નથી. નવી દિલ્હી, કોલકાતા, મુંબઈ, ચેન્નાઈ અને બેંગ્લુરુમાં ભાવ ક્રમશ: 95.41, 104.67, 109.98, 91.43, અને 101.40 રૂપિયા પ્રતિ લીટરે નોંધાયો છે.

2થી 3 રૂપિયા ઓછો થઈ શકે છે ભાવ.
સૌથી મોટી રિફાઈનરી ચલાવનાર કંપની BPCLના ચેરમેન અને MD અરૂણ કુમાર સિંહે સહયોગી વેબસાઈટ ઝી બિઝનેસ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આગામી 2 અઠવાડિયામાં કાચા તેલની કિંમત 100 ડોલરની નીચે આવી શકે છે. તેમને એવી પણ આશા વ્યક્ત કરી છે કે ક્રૂડ ઓઈલ 90 ડોલર પ્રતિ બેરલના સ્તર પર આવી શકે છે. જો એવું થયું તો પેટ્રોલ-ડીઝલના ભાવમાં 2થી 3 રૂપિયા પ્રતિ લીટરના ભાવમાં ઘટાડો નોંધાઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news