જનતાને રાહત, સતત 11માં દિવસે પણ પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટ્યા, જાણો કેટલું થયું સસ્તુ?

સતત ભાવવધારાથી ત્રસ્ત જનતાને હવે રાહત મળવા લાગી છે. આજે સતત અગિયારમાં દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. પે

જનતાને રાહત, સતત 11માં દિવસે પણ પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટ્યા, જાણો કેટલું થયું સસ્તુ?

નવી દિલ્હી: સતત ભાવવધારાથી ત્રસ્ત જનતાને હવે રાહત મળવા લાગી છે. આજે સતત અગિયારમાં દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. પેટ્રોલમાં પ્રતિ લીટર 40 પૈસા અને ડીઝલમાં 33 પૈસાનો ઘટાડો થયો છે. દિલ્હીમાં આજે પેટ્રોલ 80.05 પૈસા પ્રતિ લીટર અને ડીઝલ 74.05 પૈસા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી ક્રુડ ઓઈલમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જેની અસર પેટ્રોલ ડીઝલના ભાવો પર જોવા મળે છે. આજે મુંબઇમાં પણ પેટ્રોલમાં પ્રતિ લીટર 39 પૈસાનો ઘટાડો જોવા મળ્યો. ભાવ 85.54 રૂપિયા પ્રતિ લીટરે પહોંચ્યો અને ડીઝલમાં 35 પૈસાનો ઘટાડો થતા તેનો ભાવ 77.61 રૂપિયા પ્રતિ લીટર થયો. 

છેલ્લા 10 દિવસોમાં પેટ્રોલની કિંમતોમાં 2.38 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કરવાંમાં આવ્યો છે. જ્યારે આ દરમિયાન ડીઝલમાં પણ 1.33 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો નોંધાયો છે. શનિવારે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ઘટાડો જોવા મળ્યો હતો. દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં 40 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો જોવા મળ્યો હતો. જેથી રાજધાનીમાં પેટ્રોલના ભાવ 80.45 રૂપિયા પ્રતિ લીટર થયા હતાં.  

— ANI (@ANI) October 28, 2018

મુંબઇમાં પણ શનિવારે પેટ્રોલના ભાવોમાં 40 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો જોવા મળ્યો હતો. શનિવારે મુંબઇમાં પેટ્રોલની કિંમતમાં 85.93 રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ હતી. આ સાથે જ ડીઝલની કિંમતોમાં 37 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો આવતા જ ડીઝલની કિમત 77.96 રૂપિયા પ્રતિ લીટર થઇ હતી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news