Petrol-Diesel Price: રાહત આપતા ખબર! આ રીતે ખરીદો પેટ્રોલ-ડીઝલ, 7100 રૂપિયાથી વધુની થશે બચત
Trending Photos
નવી દિલ્હી Petrol-Diesel Prices/Fuel Credit Cards: દેશમાં સતત વધી રહેલા પેટ્રોલ ડીઝલના ભાવે જનતાની કમર તોડી નાખી છે. પરંતુ આ બધા વચ્ચે તમારા માટે એક રાહતના સમાચાર પણ છે. વાત જાણે એમ છે કે હવે તમે સસ્તામાં પેટ્રોલ અને ડીઝલ ભરાવી શકો છો. આ માટે તમારે કોઈ ખાસ દસ્તાવેજની પણ જરૂર નહીં પડે. તમે પેટ્રોલ અને ડીઝલ ખરીદતી વખતે ફ્યૂલ ક્રેડિટ કાર્ડ્સ દ્વારા તમારા પૈસા બચાવી શકો છો. આવો જાણીએ કઈ કઈ બેંક તમને આ સારી સુવિધા આપી રહી છે.
બીપીસીએલ પંપ પર 7.25 ટકા વેલ્યૂબેક
દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક એસબીઆઈની વેબસાઈટ પર અપાયેલી જાણકારી મુજબ બીપીસીએલના પેટ્રોલ પંપ સ્ટેશનો પર ફ્યૂલ અને લ્યૂબ્રિકેન્ટ લો તો આ કાર્ડ(BPCL SBI Card OCTANE) થી પેમેન્ટ કરવા બદલ 7.25 ટકા કેશબેક (1 ટકો સરચાર્જ છૂટ સહિત) અને ભારત ગેસ પર ખર્ચ પર 6.25 ટકા કેશબેકનો ફાયદો થશે.
દર વર્ષે ફ્રીમાં મળશે 71 લીટર ફ્યૂલ
ઈન્ડિયન ઓઈલ સિટી ક્રેડિટ કાર્ડ (Indian Oil Citi Bank Platinum Credit Card) થી પેમેન્ટ કરવા બદલ તમને એક વર્ષમાં 71 લીટર પેટ્રોલ-ડીઝલ ફ્રીમાં મળી શકે છે. જી હા. ફ્યૂલ ખરીદવા માટે આ ક્રેડિટ કાર્ડ સૌથી સારું છે. ઈન્ડિયન ઓઈલ પંપો પર આ કાર્ડ દ્વારા ફ્યૂલ ખરીદવા પર રિવોર્ડ તરીકે તમને અનેક લાભ મળે છે અને સૌથી ખાસ વાત એ છે કે આ રિવોર્ડ પોઈન્ટ (ટર્બો પોઈન્ટ) ક્યારેય એક્સપાયર થતા નથી. ફ્યૂલ પોઈન્ટ્સને રિડીમ કરીને તમે વાર્ષિક 71 લીટર સુધીનું ફ્રી ફ્યૂલ મેળવી શકો છો.
વાર્ષિક 50 લીટર પેટ્રોલ-ડીઝલની તક
ઈન્ડિયન ઓઈલ એચડીએફસી બેંક ક્રેડિટ કાર્ડ(IndianOil HDFC Bank Credit Card) થી આઈઓસીએલ આઉટલેટ્સ પર ફ્યૂલ પોઈન્ટ્સ (Fuel Points) લઈને તમે રિવોર્ડ પોઈન્ટ મેળવી શકો છો. આ કાર્ડથી ઈન્ડિયન ઓઈલના પેટ્રોલ પંપ પર ચૂકવણી કરવા બદલ તમને ખર્ચના 5 ટકા ફ્યૂલ પોઈન્ટ્સ મળશે. ફ્યૂલ પોઈન્ટ્સને રિડીમ કરીને તમે વાર્ષિક 50 લીટર સુધી ફ્યૂલ મેળવી શકો છો.
ફ્યૂલ ખર્ચ પર મેળવો 5 ટકા કેશબેક
સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ સુપર વેલ્યુ ટાઈટેનિયમ ક્રેડિટ કાર્ડ (Super Value Titanium Credit Card) થી પેટ્રોલ પંપ સ્ટેશનો પર ફ્યૂલ લેવા પર 5 ટકા કેશબેક મળે છે. જો કે તેના માટે ખર્ચ 2000 રૂપિયા કે તેનાથી ઓછો હોવો જોઈએ. આ ઓફર દ્વારા તમે મહિને વધુમાં વધુ 200 રૂપિયા કેશ બેક મેળવી શકો છો.
એચપીસીએલ આપે છે 4 ટકા કેશબેક
એચપીસીએલ(HPCL)ના પેટ્રોલ પંપ સ્ટેશનો પર યુનિ કાર્બન ક્રેડિટ કાર્ડ (Uni Carbon Credit Card) થી પેમેન્ટ કરવા પર 4 ટકા કેશબેક અને એચપી વોલેટથી પેમેન્ટ કરવા પર 1.50 ટકા કેશબેકનો ફાયદો મળશે. તેના પર 1 ટકો સરચાર્જમાં છૂટ પણ મળશે.
આઈઓસીએલના પંપ પર 4 ટકા વેલ્યુબેક
ઈન્ડિયન ઓઈલ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ (IndianOil Axis Bank Credit Card) દ્વારા તમને ઈન્ડિયન ઓઈલ પંપો પર પ્રતિ 100 રૂપિયાનું પેમેન્ટ કરવા પર 20 રિવોર્ડ પોઈન્ટ મળે છે. એટલે કે 4 ટકા વેલ્યૂબેકનો ફાયદો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે