Budget 2021: પેટ્રોલની કિંમત સદી ફટકારવા તૈયાર, શું સરકાર રોકી શકશે વધતા ભાવની રફતાર?

લગભગ 29 રૂપિયાના ખર્ચવાળું પેટ્રોલ એટલું મોંઘુ વેચાઈ રહ્યું છે. તો તેનું કારણ છે લગભગ 53 રૂપિયા લોકો ટેક્સના રૂપમાં આપી રહ્યા છે. હવે લોકોને આશા છે કે નાણામંત્રી બજેટમાં કંઈક એવી જાહેરાત કરે, જેનાથી સામાન્ય લોકોને કંઈક રાહત મળે.

Budget 2021: પેટ્રોલની કિંમત સદી ફટકારવા તૈયાર, શું સરકાર રોકી શકશે વધતા ભાવની રફતાર?

નવી દિલ્લી: પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાનને આંબી રહ્યા છે. રાજસ્થાનમાં પેટ્રોલે સદી ફટકારી દીધી છે તો દિલ્લીમાં પણ ભાવ સદીની નજીક પહોંચી ગયો છે. લગભગ 29 રૂપિયાના ખર્ચવાળું પેટ્રોલ એટલું મોંઘુ વેચાઈ રહ્યું છે. તો તેનું કારણ છે લગભગ 53 રૂપિયા લોકો ટેક્સના રૂપમાં આપી રહ્યા છે. હવે લોકોને આશા છે કે નાણામંત્રી બજેટમાં કંઈક એવી જાહેરાત કરે, જેનાથી સામાન્ય લોકોને કંઈક રાહત મળે.

પેટ્રોલ-ડીઝલ (petrol-diesel) થી સરકારી ખજાનામાં મસમોટી કમાણી:
ક્રૂડ ઓઈલના ભાવ દેશમાં રેકોર્ડ ઉંચાઈ પર ચાલી રહ્યા છે. લોકડાઉન દરમિયાન તેલની માગ ઘણી ઓછી થઈ ગઈ હતી. પરંતુ સરકારે ટેક્સીસ વધારીને પેટ્રોલિયમથી પોતાની સરકારી તિજોરીને છલોછલ છલકાવી દીધી. કાચા તેલની કિંમતમાં ઐતિહાસિક ઘટાડો આવી ગયો હતો. તેનો ફાયદો તેલ કંપનીઓને પણ મળ્યો. પેટ્રોલિયમ પર સૌથી વધારે ટેક્સ લગાવવાના મામલામાં ભારત દુનિયાના ટોપ 5 દેશોમાંથી એક છે.

એક્સાઈઝ ડ્યૂટી કલેક્શનમાં બમ્પર વધારો:
પેટ્રોલ-ડીઝલ (petrol-diesel) પર એક્સાઈઝ ડ્યૂટી કલેક્શનમાં આ નાણાંકીય વર્ષમાં જબરદસ્ત વધારો થયો છે. એપ્રિલથી નવેમ્બર 2020 સુધી સરકારનું એક્સાઈઝ ડ્યૂટી કલેક્શન 1,96,342 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું. જ્યારે એક વર્ષ પહેલાંના સમયે તે 1,32,899 કરોડ રૂપિયા હતું. આ સંગ્રહ તેમ  છતાં પણ છે કે આ આઠ મહિના દરમિયાન 1 કરોડ ટન ઓછા ડીઝલનું વેચાણ થયું. આ દરમિયાન માત્ર 4.49 કરોડ ટન ડીઝલનું વેચાણ થયું. સરકારે લોકડાઉન દરમિયાન પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યૂટીમાં 13 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર 16 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો હતો.

સામાન્ય માણસથી લઈને ટ્રાન્સપોર્ટર્સ બધા બેહાલ:
પેટ્રોલ-ડીઝલ (petrol-diesel) ની કિંમત વધવાથી સામાન્ય માણસ તો પરેશાન છે. પરંતુ ટ્રાન્સપોર્ટર્સ પણ બેહાલ છે. કોરોના દરમિયાન સેલરીમાં ઘટાડો, કામ-ધંધો ઠપ્પ થઈ જવાથી સામાન્ય લોકો પહેલાંથી જ ઘણા પરેશાન છે. હવે જ્યારે તે કામ પર પાછા ફરી રહ્યા છે ત્યારે મોંઘા પેટ્રોલનો માર સહન કરવો પડી રહ્યો છે. ટોલ ટેક્સ વધી ગયા છે. કોરોનાના કારણે તેમનો બારોબાર મહિના સુધી ઠપ્પ રહ્યો. પેટ્રોલ-ડીઝલની કિંમત વધવાથી લગેજ ભાડું પણ વધી રહ્યું છે. ટ્રાન્સપોર્ટર્સનો ખર્ચ લગભગ 55 ટકા ભાગ ઈંધણનો જ થાય છે.

GSTમાં સમાવેશ કરવાની માગ:
પેટ્રોલ-ડીઝલ (petrol-diesel) ને લઈને એક મોટી માગણી એ કરવામાં આવે છે કે તેને જીએસટીના દાયરામાં લેવામાં આવે. જો આવું થશે તો પેટ્રોલ-ડીઝલ (petrol-diesel) ના ભાવમાં ભારે ઘટાડો આવી શકે છે. તેનું કારણ એ છે કે જીએસટીમાં વધારે ટેક્સ 28 ટકા છે. જો આજે પણ જોવામાં આવે તો લગભગ 29 રૂપિયાના બેઝિક રેટના હિસાબથી દિલ્લીમાં પેટ્રોલ ઘટીને 40 રૂપિયા લીટર આવી શકે છે. પરંતુ સંકટના આ સમયમાં જ્યારે સરકારની પાસે રાજસ્વના સ્ત્રોત ઓછા થઈ ગયા છે. પેટ્રોલિયમ સેક્ટર દુધાળુ પ્રાણી બની ગયું છે.

અત્યારે કેવી રીતે ટેક્સ લાગે છે:
હાલ પેટ્રોલ-ડીઝલ (petrol-diesel) પર કેન્દ્ર સરકાર એક્સાઈઝ ડ્યૂટી અને રાજ્ય સરકાર વેટ લગાવે છે. તો અનેક જગ્યાએ ટ્રાન્સપોર્ટ અને લોકલ બોડી ટેક્સના કારણે પેટ્રોલની કિંમત વધારી દે છે. તો જીએસટીમાં સામેલ થાય તો તેના પર માત્ર એક જ ટેક્સ લાગશે.  ઉદાહરણ તરીકે 16 જાન્યુઆરીએ દિલ્લીમાં ડીલર માટે પેટ્રોલની બેસ પ્રાઈઝ 28.50 રૂપિયા પ્રતિ લીટર હતી. તેના પર એક્સાઈઝ ડ્યૂટી હતી 32.98 રૂપિયા લીટર અને વેટ હતો 19.55 રૂપિયા લીટર. ડીલરનો કમિશન હતો 3.67 રૂપિયા લીટર અને કુલ કિંમત 84.60 રૂપિયા લીટર.

કેટલા ટકા ટેક્સ લાગે છે:
આ પ્રમાણે 84.60 રૂપિયે લીટરના પેટ્રોલમાં કુલ 52.53 રૂપિયાનો ટેક્સ એટલે લગભગ 62 ટકા ભાગ ટેક્સનો જ જાય છે. બેસ પ્રાઈઝ પર આ ટેક્સ 184 ટકા થઈ જાય છે. હવે જો તેના પર જીએસટી લાગૂ કરવામાં આવે તો વધારેમાં વધારે 28 ટકા જીએસટી લાગી શકે. દિલ્લીમાં આ બેસ પ્રાઈઝ પર ટેક્સ લગભગ 8 રૂપિયા હશે. અને ડીલરના કમિશનને જોડ્યા પછી પેટ્રોલ લગભગ 40 રૂપિયા પ્રતિ લીટર મળશે.

શું કરી શકે છે નાણાંમંત્રી:
પેટ્રોલિયમ પર જ્યાં કેન્દ્ર સરકારના એક્સાઈઝમાં ઘટાડા માટે હાથ બંધાયેલા છે. તો તેને જીએસટીમાં લાવવાથી રાજ્ય સરકાર પણ વિરોધ કરશે. કેમ કે આ તેમના માટે પણ વેટના રૂપમાં કમાણીનો એક મોટો સ્ત્રોત છે. નિષ્ણાત કહે છે કે આ વખતે વધારાનો સેસ લગાવવામાં આવી શકે છે. આ સેસ કોવિડ-19 કે કોઈ અન્ય રૂપમાં હોઈ શકે છે. આથી એવું નથી લાગતું કે નાણામંત્રી આ બજેટમાં કંઈક ખાસ કરશે. પરંતુ જો તેમણે તેના માટે કોઈ રસ્તો કાઢ્યો તો તે ઘણી રાહતની વાત હશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news