EPFO: તમે ઘરે બેઠા મોબાઈલથી PF ના પૈસા ઉપાડી શકો છો, આ પ્રોસેસ કરો ફોલો

ઉંમગ એપ દ્વારા તમે ઘરે બેઠા તમારા ઈપીએફ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી શકો છો, પરંતુ તે માટે તમારે કેટલાક જરૂરી સ્ટેપ ફોલો કરવા પડશે. 

EPFO: તમે ઘરે બેઠા મોબાઈલથી PF ના પૈસા ઉપાડી શકો છો, આ પ્રોસેસ કરો ફોલો

નવી દિલ્હીઃ જો તમે EPFO ​​સંબંધિત માહિતી માટે મોબાઈલ પરથી UMANG એપનો ઉપયોગ કરો છો અને તમે UMANG એપ થકી EPF ખાતામાંથી પૈસા ઉપાડવા માંગો છો, તો તમે આ કામ ઘરે બેઠા પણ કરી શકો છો. પીએફ ખાતાધારકો નિવૃત્તિ પછી પણ EPFOમાં જમા થયેલી સંપૂર્ણ રકમ ઉપાડી શકે છે. જો તમારે રિટાયરમેન્ટ પહેલા પૈસા ઉપાડવાના હોય તો તમે ઈમરજન્સીમાં પીએફ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી શકો છો.

ઉમંગ એપથી હવે તમે ઘરે બેઠા તમારા પીએફ ખાતામાંથી પૈસા ઉપાડી શકશો. આ માટે તમારે કેટલાક મહત્વપૂર્ણ સ્ટેપ્સ ફોલો કરવા પડશે. સામાન્ય રીતે, લોકો ઘરની મરામત, શિક્ષણ, લગ્ન ખર્ચ, પરિવારના સભ્યોની બીમારી અથવા પોતાના માટેના ખર્ચ જેવા જરૂરી ખર્ચ માટે પીએફમાંથી પૈસા ઉપાડે છે. અગાઉ પીએફ ઉપાડ માટે બેંક અથવા પીએફ ઓફિસની ધક્કા ખાવા પડતા હતા.. પરંતુ હવે પૈસા ઉપાડવાનું કામ ઉમંગ એપ દ્વારા આ કરી શકાય છે.

UMANG એપ થકી તમારા EPFO ​​એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવા માટે તમારે તમારો યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) આધાર સાથે લિંક કરવો પડશે.

UMANG એપ ડાઉનલોડ કરો અને તમારા મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને નોંધણી કરો.

એપ પર ઉપલબ્ધ ઘણા વિકલ્પોમાંથી EPFO ​​વિકલ્પ પસંદ કરો.

વિકલ્પ પસંદ કરીને તમારો UAN નંબર દાખલ કરો.

EPFO સાથે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર પ્રાપ્ત થયેલ OTP દાખલ કરો.

તમારા પીએફ ખાતામાંથી ઉપાડનો પ્રકાર પસંદ કરો અને ફોર્મ ભરો.

ફોર્મ સબમિટ કરો અને ઉપાડની વિનંતી માટે નંબર મેળવો.

આપેલા નંબરનો ઉપયોગ કરીને ઉપાડ માટેની અરજીને ટ્રૅક કરો.

EPFO 3 થી 5 દિવસમાં તમારા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરશે.

હવે તમે ઉમંગ એપ થકી ઘરે બેઠા તમારા EPFO ​​ખાતામાંથી સરળતાથી પૈસા ઉપાડી શકો છો. આ એપ થકી વ્યક્તિઓ માટે બેંક કે પીએફ ઓફિસની મુલાકાત લીધા વગર ઈમરજન્સી ખર્ચ માટે ફંડ ઉપાડવાનું સરળ બન્યું છે. યાદ રાખો કે તમારે તમારા પીએફ ખાતામાંથી પૈસા ઉપાડવા માટે એક માન્ય કારણ આપવું પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news