અમદાવાદમાં NRI મહિલા સાથે દુષ્કર્મ, એકલતાનો લાભ લઈ આ સુપર માર્કેટ મોલના માલિકે બનાવી હવસનો શિકાર

બોડકદેવ વિસ્તારમાં રહેતી NRI મહિલાની એકલતાનો લાભ લઈ જયેશ શુક્લા દ્વારા દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે આ બાબતે મહિલાએ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ નોંધાવી છે.

અમદાવાદમાં NRI મહિલા સાથે દુષ્કર્મ, એકલતાનો લાભ લઈ આ સુપર માર્કેટ મોલના માલિકે બનાવી હવસનો શિકાર

આશ્કા જાની/અમદાવાદ: અમદાવાદમાં NRI મહિલા સાથે દુષ્કર્મ કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અંશ સુપર માર્કેટ મોલના માલિક સામે દુષ્કર્મની ફરિયાદ નોંધીને પોલીસે ધરપકડ કરી છે. NRI મહિલાને ધંધામાં રોકાણ કરવાના બહાને મિત્ર બન્યો અને પછી દુષ્કર્મ કરીને ધમકી આપી હતી.

પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી જયેશ શુક્લા છે. જેને એક NRI મહિલાને રોકાણના બહાને વિશ્વાસમાં લીધી અને દુષ્કર્મ આચર્યું હતું.. થલતેજમાં અન્સ સુપર માર્કેટ મોલના માલિક જયેશ શુકલા છે. ઘટના એવી છે કે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં NRI મહિલાએ મોલના માલિક જયેશ શુકલા વિરૂદ્વ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. 

આરોપીએ મહિલાની એકલતાનો લાભ લઈને દુષ્કર્મ આચરતા ફરિયાદ નોંધાઈ હતી. જેમાં 2021 માં થયેલી ઘટનાની મહિલાએ અનેક પોલીસ સ્ટેશનમાં ધક્કા ખાધા હતા. તેમજ અનેક અરજીઓ કર્યા બાદ લાંબા સમય બાદ ફરિયાદ થઈ હતી. ફરિયાદમાં મહિલાએ જયેશ શુક્લા ધમકી પણ આપતો હોવાનો આક્ષેપ કર્યો છે. તેમજ મહિલાએ ન્યાય માટેની માંગ કરી છે. ત્યારે જયેશ શુક્લા વિરૂદ્ધ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધીને ધરપકડ કરી છે.

NRI મહિલા 1987માં અમેરિકા ગયા હતા. જે બાદ તેઓ 2011માં પતિ સાથે ભારતમાં પરત ફર્યા હતા. જે બાદ તેઓ જયેશ શુક્લા સાથે 2019-20 માં ધંધામાં રોકાણ કરવાનાં બહાને પરિચયમાં આવ્યા હતા. ત્યારે મહિલા પતિ સાથે મનદુઃખનાં કારણે એકલવાયું જીવન જીવતી હતી. આરોપીએ મહિલાની એકલતાનો લાભ ઉઠાવીને ઠગાઈ તો કરી અને ઘરમાં ડોક્યુમેન્ટના બહાને આવીને દુષ્કર્મ આચર્યું હતું. જયેશ શુક્લા અંશ સુપર માર્કેટ અને અન્ય કંપનીમાં રોકાણ કરવાના બહાને NRI મહિલા ને વિશ્વાસ કેળવ્યો હતો. અને તેની નજર બગડતા આરોપી તેના ઘરે પહોંચ્યો હતો.

આ મહિલા ઘરે એકલા હતા ત્યારે ડોક્યુમેન્ટની માંગણી કરી. મહિલા રૂમમાં ડોક્યુમેન્ટ લેવા ગયા ત્યારે આરોપી રૂમમાં ઘૂસીને બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. અને મહિલાને મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ગભરાયેલી મહિલાએ અનેક ધક્કા ખાધા બાદ પોલીસે ફરિયાદ નોધી આરોપી ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news