PFના દરમાં નહી થાય ફેરફાર, સરકાર બનાવી રહી છે યોજના!

વડાપ્રધાન નરેંદ્ર મોદી પોતે કહી ચૂક્યા છે કે આ વખતે બજેટ બધાને ખુશ કરનાર નહી હોય, એટલે કે સરકાર જાણે છે કે આ બજેટ સમાજના એક મોટા વર્ગને નારાજ કરી શકે છે અને જનતાની નાઅરાજગીની સીધી અસર સરકારની વોટ બેંક પર પડશે. 

PFના દરમાં નહી થાય ફેરફાર, સરકાર બનાવી રહી છે યોજના!

નવી દિલ્હી: સામાન્ય બજેટનું કાઉટ ડાઉન શરૂ થઇ ચૂક્યું છે, અને વડાપ્રધાન નરેંદ્ર મોદી પોતે કહી ચૂક્યા છે કે આ વખતે બજેટ બધાને ખુશ કરનાર નહી હોય. એટલે કે સરકાર જાણે છે કે આ બજેટથી સમાજનો એક મોટો વર્ગ નારાજ થઇ શકે છે અને જનતાની નારાજગીનો સીધી અસર સરકારની વોટ બેંક પર પડશે. પરંતુ સરકાર તેનું સમાધાન શોધી રહી છે. કેંદ્ર સરકાર પીએફના દરમાં કોઇ ફેરફાર ન કરીને બજેટની નારાજગી પર મલમ લગાવવાની તૈયારી કરી ચૂકી છે. મળતી માહિતી અનુસાર પ્રોવિડન્ટ ફંડમાં જમા રાશિઓ પર વ્યાજનો દર ગત વર્ષના 8.65 ટકાના સ્તરને રાખવા માટે કામ કરી રહી છે.  

ઘટી રહ્યું છે સિક્યોરિટીઝ પર રિટર્ન
Indian Express માં પ્રકાશિત એક અહેવાલ અનુસાર, EPFO એ ઈપીએફ પર વ્યાજના દર નક્કી કરવાની કવાયત શરૂ કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારનું દબાણ છે કે વ્યાજદરમાં કોઇ છેડછાડ કરવામાં ન આવે. ઈપીએફઓ ઇપીએફ પર વ્યાજ દર પીએફ ફંડના નિવેશથી મળનાર રિટર્નના આધારે નક્કી થાય છે. ગત કેટલાક વર્ષો દરમિયાન સરકારી સિજ્યોરિટીઝ પર રિટર્ન સતત ઘટતું રહ્યું છે. સરકાર 2015માં ખરીદવામાં આવેલા ઈપીએફઓના કેટલાક શેરને વેચવાની યોજના બનાવી રહી છે જેથી રિટર્નની વાપસી 8.56 ટકા થઇ શકે. 

સરકાર વેચશે શેર
સૂત્રોના જણાવ્યા અનુસાર ઈપીફઓ પોતાની આવક વધારવા માટે લગભગ 2000 કરોડ રૂપિયાના શેર વેચવાની તૈયારી કરી રહી છે. તેનાથી 850 કરોડ રૂપિયાની વધારાની આવક થશે અને ઇનકમ પીએફ રેટ નક્કી કરવામાં મદદ કરશે. ઇપીફઓ સેન્ટ્રલ બોર્ડના ટ્રસ્ટી પીએફ રેટ અને શેરના વેચાણની રૂપરેખાને અંતિમ રૂપ આપવા માટે આગામી મહિને બેઠક કરશે. જાણકારો કહે છે કે ટ્રસ્ટ્રીઓએ ફંડ મેનેજર્સને પોતાના કમીશનમાં કાપ કરવાનો આગ્રહ કર્યો છે જેથી તે પોતાના ગ્રાહકો સુધી વધુ લાભ પહોંચાડી શકે.  

જોકે આવકનું યોગ્ય મૂલ્યાંકન તો તે દિવસના શેર વેલ્યૂથી જ થઇ જશે, જે દિવસે શેર્સને વેચવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર બધી કવાયતો પીએફના દરોને યથાવત બનાવી રાખવા માટે કરવામાં આવી રહી છે. વર્ષ 2016-17માં પીએફના દર 8.56 હતા. વર્ષ 2015-16માં આ જ દર 8.8 અને તે પહેલાં 2013-14 તથા 2014-15 માટે આ દર 8.75 ટકા હતા. ઇપીએફઓ ઇક્વિટીમાં એક્સચેંજ-ટ્રેડેડ ફંડ્સના માધ્યમથી રોકાણ કરે છે જેમાં ઘણા શેર સામેલ હોય છે જે નિફ્ટી અથવા સેંસેક્સ જેવી ઈન્ડેક્સની સંરચનાને દર્શાવે છે. એસબીઆઇ મ્યૂચુઅલ ફંડ, યૂટીઆઇ મ્યૂચુઅલ ફંડ અને રિલાયન્સ મ્યૂચુઅલ ફંડ દ્વારા ચલાવવામાં આવેલા કેંદ્રીય સાર્વજનિક ક્ષેત્રના સાહસો દ્વારા સંચાલિત ઇટીએફમાં રોકાણ કરવામાં આવે છે. 

PMO એ શરૂ કરી પહેલ
સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન કાર્યાલયે પહેલાં શ્રમ મંત્રાલયને નાણાકીય વર્ષ 2017-18ના વ્યાજદરને 8.5 ટકા સુધી ઓછો કરવાની પ્રોફેશનલ્સ અને વિપક્ષોની તપાસ કરવા માટે કહ્યું હતું, કારણ કે આ બચત યોજનાના લગભગ 6 કરોડ સભ્ય છે. વિશેષ જમા યોજનાઓમાં વ્યાજ દરોમાં ઘટાડો અને કંપનીઓ દ્વારા રજૂ કરાયેલ એએએ-પ્લ્સ બોંડ અને આ નાણાકીય વર્ષમાં ઈપીએફઓના વ્યાજની આવકમાં ઘટાડો નોંધાયો છે. નાણા મંત્રાલય એ પણ ઇચ્છે છે કે પીએફ દર અન્ય નાની બચત યોજનાઓ જેવી કે પીપીએફ સરકારની સાથે જોડાયેલી હોય. ઈપીએફઓને સેન્ટ્રલ બોર્ડ ઑફ ટ્રસ્ટીઝના ફેંસલા બાદ શેરોને વેચવાની પરવાનગી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news