માલામાલ બનાવનાર આ શેરે એક જ દિવસમાં રોકાણકારોને રોડ પર લાવી લીધા! એક દિવસમાં રૂ. 1,007 ઘટ્યા

Polycab India Share Price: શેરબજાર માટે એવું કહેવાય છે કે કોઈ અહીંથી કમાઈને જતું નથી. થોડા દિવસો પહેલાં માલામાલ થનારા રોકાણકારો રસ્તા પર આવી ગયા છે.  તમે પોલીકેબ ઈન્ડિયા નામ તો સાંભળ્યું જ હશે... ઇલેક્ટ્રિક પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ કંપનીના શેર ધડામ થયા છે. આ શેરે છેલ્લા કેટલાક મહિનામાં રોકાણકારોને માલામાલ બનાવ્યા હતા, પરંતુ નવું વર્ષ શરૂ થતાં જ કંપનીના શેર પર સતત નીચી સર્કિટ લાગી રહી  છે.

માલામાલ બનાવનાર આ શેરે એક જ દિવસમાં રોકાણકારોને રોડ પર લાવી લીધા! એક દિવસમાં રૂ. 1,007 ઘટ્યા

Polycab India Share Price: આ શેર એક સમયે રોકાણકારો માટે સૌથી પ્રિય હતો. આજે આ નામ સાંભળીને રોકાણકારો દૂર ભાગી રહ્યાં છે. આજે ફરી આ શેરના ભાવમાં તેજી આવી હોવા છતાં પણ તમે પોલીકેબ ઈન્ડિયા નામ તો સાંભળ્યું જ હશે... ઇલેક્ટ્રિક પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ કંપનીના શેર આજે તૂટી પડ્યા છે. આ શેરે છેલ્લા કેટલાક મહિનામાં રોકાણકારોને સમૃદ્ધ બનાવ્યા હતા, પરંતુ નવું વર્ષ શરૂ થતાં જ કંપનીના શેર સતત નીચી સર્કિટનો અનુભવ કરી રહ્યા છે. આજે કંપનીના શેરમાં 20.50 ટકાનો ઘટાડો થયો એટલે કે રૂ. 1,007.15 અને 3,904.70 ના સ્તરે બંધ થયો.

ટેક્સ ચોરીના વિવાદોને કારણે ગુરુવારે કંપનીના શેરમાં 21 ટકાનો ઘટાડો થયો હતો. આ ઘટાડા બાદ કંપનીના માર્કેટ કેપમાં રૂ. 15,485.96 કરોડનો ઘટાડો થયો છે. આવકવેરા વિભાગે 10 જાન્યુઆરીએ પોલિકેબ ઈન્ડિયાના પરિસરમાં સર્ચ કર્યું હતું.

ગુજરાતમાં પણ પડ્યા છે દરોડા
આવકવેરા વિભાગે કંપનીના 50 જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા, જેમાં પુણે, ઔરંગાબાદ, મુંબઈ અને નાસિકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગુજરાતના દમણ અને દિલ્હીમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. અગાઉ મંગળવારે પણ પોલીકેબના શેર 9 ટકા તૂટ્યા હતા. છેલ્લા એક મહિનામાં પોલિકેબના શેરમાં 30.40 ટકા એટલે કે રૂ. 1,705.20નો ઘટાડો થયો છે.

કંપનીના શેર 22.40 ટકા ઘટ્યા
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT)ના અધિકારીઓ અને અન્ય સ્ત્રોતોએ બુધવારે જણાવ્યું હતું કે આવકવેરા વિભાગે તાજેતરમાં વાયર, કેબલ અને ઇલેક્ટ્રિકલ સામાનના અગ્રણી ઉત્પાદક પોલિકેબ ગ્રુપ પર દરોડા પાડ્યા બાદ આશરે રૂ. 1,000 કરોડની 'બિનહિસાબી રોકડ' જપ્ત કરી છે.'  આ સમાચાર પછી, દિવસના ટ્રેડિંગ દરમિયાન, કંપનીના શેર 22.40 ટકાના ભારે ઘટાડા સાથે રૂ. 3,812.35 પર આવી ગયા.

22 ડિસેમ્બરે શરૂ થઈ હતી સર્ચની કામગીરી
આ સિવાય NSE પર કંપનીના શેર 20.50 ટકા ઘટીને 3,904.70 પર આવી ગયા છે. કંપનીનું માર્કેટ કેપ રૂ. 15,485.96 કરોડ ઘટીને રૂ. 58,225.57 કરોડ થયું હતું. સીબીડીટીએ નિવેદનમાં જણાવ્યું હતું કે ગયા વર્ષે 22 ડિસેમ્બરે જૂથ વિરુદ્ધ સર્ચ શરૂ કર્યા પછી, 4 કરોડ રૂપિયાથી વધુની બિનહિસાબી રોકડ જપ્ત કરવામાં આવી હતી અને 25 થી વધુ બેંક લોકર ફ્રીઝ કરવામાં આવ્યા હતા.

શું લાગ્યા આરોપ?
અનેક મીડિયા રિપોર્ટ્સ મુજબ નાણા મંત્રાલયે હાલમાં જ આપેલા એક નિવેદન મુજબ દરોડા દરમિયાન દસ્તાવેજો અને ડિજિટલ ડેટા તરીકે મોટી સંખ્યામાં આપત્તિજનક ચીજો મળી આવી. આવકવેરા વિભાગ મુજબ મળેલા દસ્તાવેજોથી ખબર પડે છે કે કંપનીએ મોટી સંખ્યામાં ટેક્સ ચોરી કરી છે. એ પણ ખબર પડે છે કે કંપની બેહિસાબ કેશ વેચાણ, ખરીદી માટે કેશ ચૂકવણી, બિનવાસ્તવિક પરિવહન અને કોન્ટ્રાક્ટમાં સામેલ રહી છે. 

નાણા મંત્રાલયે એવી પણ જાણકારી આપી છે કે કંપનીએ લગભગ 1000 કરોડ રૂપિયાનું બેહિસાબ કેશ વેચાણ કર્યું છે જે ક્યાંય પણ નોંધાયેલું નથી. ફક્ત 400 કરોડ રૂપિયાથી વધુના કેશનો હિસાબ અપાયો ચે. આ ઉપરાંત કંપનીએ કાચા માલની ખરીદીની પણ જાણકારી આપી નથી. આ સાથે જ કોન્ટ્રાક્ટ ખર્ચા, ખરીદી અને પરિવહન ખર્ચ દરમિયાન 100 કરોડ રૂપિયાના હિસાબની પણ સ્પષ્ટ જાણકારી નથી. 

આવકવેરા વિબાગે દરોડા દરમિયાન 4 કરોડ રૂપિયાથી વધુની રોકડ જપ્ત કરેલી છે અને 25થી વધુ બેંક લોકર્સ પર રોક લગાવી છે. જ્યારે કંપની દ્વારા કરાયેલા અનેક અન્ય ટ્રાન્ઝેક્શનની પણ યોગ્ય જાણકારી સામે આવી નથી. નોંધનીય છે કે પોલીકેબ ઈન્ડિયાએ હાલમાં જ સ્ટોક એક્સચેન્જો પર કંપની દ્વારા કર રોચીના રિપોર્ટને ફગાવ્યા હતા અને સૂચન આપ્યું હતું કે તેને ડિસેમ્બર 2023ના સર્ચ અભિયાનના પરિણામો વિશે આવકવેરા વિભાગ તરફથી કોઈ જાણકારી મળી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news