Post Officeની ભારતીય નાગરિકો માટે શાનદાર યોજના, મહિને 1500માં મળશે 35 લાખ રૂપિયા, જાણો કેવી રીતે?

પોસ્ટ ઓફિસ તરફથી દેશની જનતા માટે ઘણા પ્રકારની ખાસ અને આકર્ષણ સ્કીમ ચલાવવામાં આવે છે. તમે પણ આ સ્કીમમાં રોકાણ કરીને લાખો રૂપિયા સુધીનો ફાયદો ઉઠાવી શકો છો. આજે અમે તમને એક એવી જ સ્કીમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં તમે મહીને 1500 રૂપિયા એટલે કે  રોજના 50 રૂપિયા જમા કરીને 35 લાખ રૂપિયાનો ફાયદો ઉઠાવી શકો છો. આ સ્કીમનું નામ છે પોસ્ટ ઓફિસ ગ્રાસ સુરક્ષા યોજના.. જો તમે આ યોજનામાં રોકાણ કરવા માંગતા હોય તો અમે આજે તમને આ સ્કીમ વિશે વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ.
Post Officeની ભારતીય નાગરિકો માટે શાનદાર યોજના, મહિને 1500માં મળશે 35 લાખ રૂપિયા, જાણો કેવી રીતે?

Post Office Gram Suraksha Scheme: પોસ્ટ ઓફિસ તરફથી દેશની જનતા માટે ઘણા પ્રકારની ખાસ અને આકર્ષણ સ્કીમ ચલાવવામાં આવે છે. તમે પણ આ સ્કીમમાં રોકાણ કરીને લાખો રૂપિયા સુધીનો ફાયદો ઉઠાવી શકો છો. આજે અમે તમને એક એવી જ સ્કીમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં તમે મહીને 1500 રૂપિયા એટલે કે  રોજના 50 રૂપિયા જમા કરીને 35 લાખ રૂપિયાનો ફાયદો ઉઠાવી શકો છો. આ સ્કીમનું નામ છે પોસ્ટ ઓફિસ ગ્રાસ સુરક્ષા યોજના.. જો તમે આ યોજનામાં રોકાણ કરવા માંગતા હોય તો અમે આજે તમને આ સ્કીમ વિશે વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ.

શું છે પોસ્ટ ઓફિસ ગ્રાસ સુરક્ષા યોજના


આ પોસ્ટ ઓફિસની એક પ્રકારની વીમા યોજના છે. તેમાં 19થી 55 વર્ષ સુધીના કોઈ પણ ભારતીય નાગરિક રોકાણ કરી શકે છે. આ યોજના હેઠળ ન્યૂનતમ વીમા રાશિ 10,000 રૂપિયા છે. જ્યારે સૌથી વધુ રકમની વાત કરીએ તો 10 લાખ રૂપિયા છે.

આવી રીતે ભરી શકો છો પ્રીમિયમ


આ યોજના હેઠળ કોઈ પણ રોકાણકારને પ્રીમિયમની રકમ ભરવાના ઘણા ઓપ્શન મળે છે. તમે આ સ્કીમમાં ત્રિમાસિક, છ માસિક અથવા તો વર્ષના આધારે રોકાણ કરી શકો છો. તેના સિવાય પ્રીમિયમનું પેમેન્ટ તમે 30 દિવસની અઇદર કરવાની છૂટ છે. 

31થી 35 લાખ સુધીનો ફાયદો મળે છે


આ સ્કીમ હેઠળ તમને 31થી 35 લાખ રૂપિયા સુધીનો ફાયજો મળે છે. આ સ્કીમ હેઠળ કોઈ પણ રોકાણકાર લોનનો પણ ફાયદો ઉઠાવી શકે છે. તેના સિવાય તમને લાઈફ ઈન્શ્યોરન્સનો પણ ફાયદો મળે છે. જોકે તમે પોલિસી ખરીદયાના 4 વર્ષ પછી લોન લઈ શકો છો.

કેવી રીતે મળશે 35 લાખનો ફાયદો


જો તમે 19 વર્ષની ઉંમરથી રોકાણ શરૂ કરો છો અને 10 લાખ રૂપિયાની પોલિસી ખરીદી છે તો તમે 55 વર્ષ માટે મહિનાનું પ્રીમિયન 1515 રૂપિયા, 58 વર્ષ માટે 1463 રૂપિયા અને 60 વર્ષ માટે 1411 રૂપિયા ભરવાના રહેશે. 55 વર્ષ માટે 31.60 લાખ રૂપિયાનો મેચ્યોરિટી બેનિફિટ તમને મળશે. 58 વર્ષ માટે 33.40 લાખ રૂપિયા અને 60 વર્ષ માટે 34.60 લાખ રૂપિયાનો ફાયદો મળશે.

સ્કીમ હેઠળ કરી શકો છો સરેન્ડર


આ સ્કીમ હેઠળ તમને લોન લેવાનો વિકલ્પ મળશે, સાથે જ તમે સ્કીમને સરેન્ડર પણ કરી શકો છો. કોઈપણ રોકાણકાર 3 વર્ષ પછી આ સ્કીમ સરન્ડર કરી શકે છે. તમે આ પોલિસી પોસ્ટ ઓફિસમાંથી ખરીદી શકો છો. આમાં ગ્રાહકોને બોનસ પણ આપવામાં આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news