રેલવેની મહિલા મુસાફરોને ખાસ 'ભેટ', મળશે 'આ' મહત્વની સુવિધાઓ

મંત્રાલયના સૂત્રોના જણાવ્યાં મુજબ 2018ને મહિલા સુરક્ષા વર્ષ તરીકે મનાવવાની રેલવેની યોજના હેઠળ ઉપનગરીય અને લાંબા અંતરની ટ્રેનોમાં આમ કરવામાં આવશે.

રેલવેની મહિલા મુસાફરોને ખાસ 'ભેટ', મળશે 'આ' મહત્વની સુવિધાઓ

નવી દિલ્હી: ટ્રેનોમાં મહિલાઓના ડબ્બા પાછળ રહેવાની જગ્યાએ હવે વચ્ચે હશે અને તેને અલગ રંગથી રંગવામાં આવશે. મંત્રાલયના સૂત્રોના જણાવ્યાં મુજબ 2018ને મહિલા સુરક્ષા વર્ષ તરીકે મનાવવાની રેલવેની યોજના હેઠળ ઉપનગરીય અને લાંબા અંતરની ટ્રેનોમાં આમ કરવામાં આવશે. આ ડબ્બાઓમાં વધારાના સુરક્ષાના ઉપાયો તરીકે સીસીટીવી કેમેરા પણ લાગેલા હશે. આ સાથે જ આ ડબ્બાઓમાં બારીઓમાં જાળીઓ પણ લગાવવા અંગે ચર્ચા થઈ રહી છે.

સૂત્રોએ જણાવ્યું કે ટ્રેનોમાં સફર કરનારી મહિલાઓની સુરક્ષા માટે યોજનાઓના અમલીકરણની નિગરાણીને લઈને એક કમિટી પણ બનાવવામાં આવી છે. કમિટીમાં રેલવે બોર્ડના અધ્યક્ષ અશ્વિની લોહાની, સભ્ય (યાતાયાત), મોહમ્મદ જમશેદ અને અન્ય વરિષ્ઠ અધિકારી સામેલ છે. જેણે આ મુદ્દે એક નીતિગત ફેસલો લીધો છે.

તેમણે જણાવ્યું કે યોજનાને અંતિમ સ્વરૂપ આપવા માટે રેલવેના વિભિન્ન ઝોનથી વિચારો મંગાવવામાં આવ્યાં છે. જો કે સૂત્રોએ કહ્યું કે મહિલાઓના ડબ્બાને કયા રંગથી રંગવામા આવશે તે સ્પષ્ટ નથી પરંતુ રેલવે મહિલાઓ સંબંધિત ગુલાબી રંગ પર વિચાર કરી રહ્યું છે.

એક સૂત્રએ જણાવ્યું કે એવું મહેસૂસ કરવામાં આવ્યું છે કે હાલ મહિલાઓના ડબ્બા ટ્રેનમાં છેલ્લે હોય છે. અનેકવાર ડબ્બા એકદમ અંધારામાં આવે છે અને મહિલા મુસાફરો તેમાં ચડતા ડરે છે. આ સુરક્ષાનો મુદ્દો છે. સૂત્રોએ જણાવ્યું કે એવો પણ ફેસલો લેવામાં આવ્યો છે કે આ ડબ્બામાં ટિકિટ તપાસ કરનાર હોય કે પછી આરપીએફકર્મી, તેમાં મહિલાઓને સામેલ કરવામાં આવશે.

કમિટીએ એમ પણ કહ્યું કે આગામી ત્રણ વર્ષમાં મહિલાઓ દ્વારા દેખરેખ થતી હોય તેવા સ્ટેશનોની સંખ્યા હાલ ત્રણથી વધારીને 100 કરવામાં આવશે. કમિટીએ રેલવે સ્ટેશનો અને ટ્રેનોમાં આ પ્રકારના બેઝિક ઈન્ફ્રાસ્ટ્રેક્ચર બનાવવાનો પણ ફેસલો લીધો છે. જેમાં અલગ શૌચાલય અને ચેન્જિંગ રૂમ સામેલ કરવામાં આવશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news