પાલઘર પેટાચૂંટણી: ભાજપને ઝટકો, દિવંગત સાંસદનો પરિવાર શિવસેનામાં જોડાયો
વનગાનાં પરિવારનાં સભ્યોએ ભાજપ પર અન્યાય કર્યાનો આરોપ લગાવીને ભાજપ સાથે છેડો ફાડ્યો હતો
Trending Photos
પાલઘર : લોકસભાનાં દિવંગત સભ્ય ચિંતામન વનગાનાં પરિવારનાં સભ્ય ભાજપને ઝટકો આપતા શિવસેનામાં સમાવેશ થઇ ચુક્યો છે. વનગાનાં પરિવારનાં સભ્યોએ ભાજપ પર અન્યાયનો આરોપ લગાવ્યો છે. ભાજપ સાંસદ ચિંતામન વનગાનું 30 જાન્યુઆરીએ દિલ્હીમાં હૃદયાઘાટ પડવાથી નિધન થઇ ગયું હતું. વનગાની વિધવા જયશ્રી તથા તેનાં બાળકો શ્રીનિવાસ તથા પ્રફુલ્લે શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે સાથે ગુરૂવારે મુલાકાત કરી અને ભાજપ છોડવાનાં પોતાનાં નિર્ણયની જાહેરાત કરી હતી.
જયશ્રી વનગાએ કહ્યું કે, ગત્ત 35 વર્ષોથી ચિંતામન વનગાએ આ વિસ્તારમાં પાર્ટીને તૈયાર કર્યા, જો કે ભાજપ નેતાઓએ અમારી સાથે અન્યાય કર્યો અને સંપુર્ણ રીતે અમે નજર અંદાજ કરી. અમે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ તથા ભાજપનાં રાજ્ય એકમનાં અક્ષ્યક્ષ રાવ સાહેબ પાટિલ - દાનવેને મળવા માટેનો સમય માંગ્યો, જો કે અમને કોઇ જવાબ નહોતો મળ્યો. પરિવારે કહ્યું કે, આ મુદ્દાને ધ્યાને રાખી તેણે ભારતીય પાર્ટી છોડવા તથા શિવસેનામાં જોડાવાનો નિર્ણય કર્યો હતો.
વનગા પરિવારનું શિવસેનામાં સ્વાગત કરતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, વનગા પરિવારનાં હિન્દુત્વ મત્તને વહેંચાતા અટકાવવા તથા હિન્દુત્વ વિચારધારા માટે શિવસેનાની સાથે આવવાનો નિર્ણય લેવાયો છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, અમે વનગા પરિવાર પ્રત્યે અત્યાધુનિક સન્માન જાળવે છે. તેમણે આગામી લોકસભા પેટા ચૂંટણી માટે પાર્ટી પાસે ટિકિટની માંગ નથી કરી. અમે પાલઘરનાં શિવસેના કાર્યકર્તાઓની સાથે મળીને ચર્યા કર્યા બાદ ઉમેદવારી અંગે અંતિમ સ્વરૂપે નિર્ણય લેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે