તમારા Bitcoinની કિંમત થઇ જશે ઝીરો : RBIએ લીધો ખુબ જ મોટો નિર્ણય

આરબીઆઇએ ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ લગાવી દીધો છે, સેન્ટ્રલ બેંકનાં નવા નિયમ હેઠળ હવે તમે બેંક અથવા ઇ વોલેટ દ્વારા બિટકોઇનને નહી ખરીદી શકો

તમારા Bitcoinની કિંમત થઇ જશે ઝીરો : RBIએ લીધો ખુબ જ મોટો નિર્ણય

મુંબઇ : જો તમે પણ બિટકોઇનમાં રોકાણ કર્યું છે તો આ સમાચાર તમારા માટે છે. આરબીઆઇએ ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ લગાવી દીધો છે. સેન્ટ્રલ બેંકનાં નવા નિર્ણ હેઠળ હવે તમે બેંક અથવા ઇ વોલેટ દ્વારા બિટકોઇન નહી ખરીદી શકો.આ પગલું ક્રિપ્ટોકરન્સીનાં નામે થઇ રહેલા ગોટાળાનાં મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. આરબીઆઇએ બેંક સહિત તમામ નિયમિત એકમોથી બિટકોઇન જેવી ક્રિપ્ટો કરન્સીમાં લેવડ દેવડ કરનારી કંપનીઓને સેવા નહી આપવા અંગે કહેવામાં આવ્યું છે. ગ્રાહકોનાં હિતોનાં રક્ષણ તથા મની લોન્ડ્રિંગ પર લગામ લગાવવાનાં ઇરાદાથી કેન્દ્રીય બેંક તરફથી આ નિર્દેશ આપવામાં આવ્યો છે.

નાણાકીય વર્ષ 2018 19ની પોતાની પહેલી દ્વિમાસીક મૌદ્રીક નીતિની સમીક્ષા બાદ આરબીઆઇએ તેમ પણ કહ્યું કે, આભાસી મુદ્રા સહિત નવી નવી ટેક્નોલોજી દ્વારા આર્થિક પ્રણાલીની દક્ષતામાં સુધારો થશે તથા તે વધારે સમાવેશી થશે. કેન્દ્રીય બેંકે કહ્યું કે, જો કે ક્રિપ્ટોકરન્સી અને ક્રિપ્ટો સંપત્તી કહેવામાં આવતી આભાસી મુદ્રાનાં ચલણનાં કારણે ગ્રાહકોનાં હિતોનું સંરક્ષણ, બજારમાં નિષ્પક્ષતા અને મની લોન્ડ્રિંગ સહિત અન્ય બાબતો મુદ્દે ચિંતા વધી છે.

આરબીઆઇએ કહ્યું કે, તેણે આભાસી મુદ્રાનો ઉપયોગ કરનારા, તેને રાખનારા પરિવારો તથા વેપારીને આ અંગે જોખમ સ્ંદર્ભમાં વારંવાર ચેતવણી આપવામાં આવી હતી. રિઝર્વ બેંકે તેની સાથે જોડાયેલા એકમોની વિરુદ્ધ શિકંજો કસતા કહ્યું કે, તેની સાથે જોડાયેલા જોખમને જોતા તત્કાલ પ્રભાવથી આ નિર્ણય કરવામાં આવ્યો છે કે આરબીઆઇ દ્વારા નિયંત્રીત એકમો એવા કોઇ વેપારી એકમોને સેવા પુરી નહી પાડે જે આભાસી મુદ્રા સાથે જોડાયેલ હોય. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news