આજે જાહેર થશે RBI ની મોનિટરી પોલિસી, બજારને રેપો રેટમાં ઘટાડાની આશા

તમને જણાવી દઇએ કે હાલમાં રેપો રેટ 6 ટકા અને રિવર્સ રેપો રેટ 5.75 ટકા છે. એવામાં 25 પોઇન્ટનો ઘટાડો કરવામાં આવી છે તો રેપો રેટ 5.75 ટકા અને રિવર્સ રેપો રેટ ઘટીને 5.50 ટકા પર આવી જશે. થોડા દિવસો પહેલાં સરકાર દ્વારા GDP વિકાસ દરનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો.

આજે જાહેર થશે RBI ની મોનિટરી પોલિસી, બજારને રેપો રેટમાં ઘટાડાની આશા

નવી દિલ્હી: આજે રિઝર્વ બેંક (RBI) દ્વારા નાણાકીય સમીક્ષા નીતિની જાહેરાત કરવામાં આવશે. બજારને કેંદ્વીય બેંક પાસે વધુ આશા છે. માનવામાં આવી રહ્યું છે કે રેપો રેટમાં 25 પોઇન્ટનો ઘટાડો કરવામાં આવી શકે છે. પરંતુ બેંક ઓફ અમેરિકા મેરિલ લિંચ (બોફાએમએલ)ના રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે મોંઘવારી સંતોષજનક સ્તર પર છે. જેના લીધે કેંદ્વીય બેંક પરંપરાગતથી હટીને વ્યાજદરોમાં થોડો વધુ ઘટાડો કરી શકે છે. પરંપરાગત રીતે રિઝર્વ બેંક 25 પોઇન્ટ અથવા 50 પોઇન્ટનો ઘટાડો કરે છે અથવા પછી વધારો કરે છે.

તમને જણાવી દઇએ કે હાલમાં રેપો રેટ 6 ટકા અને રિવર્સ રેપો રેટ 5.75 ટકા છે. એવામાં 25 પોઇન્ટનો ઘટાડો કરવામાં આવી છે તો રેપો રેટ 5.75 ટકા અને રિવર્સ રેપો રેટ ઘટીને 5.50 ટકા પર આવી જશે. થોડા દિવસો પહેલાં સરકાર દ્વારા GDP વિકાસ દરનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ અનુસાર નાણાકીય વર્ષ 2018-19 ની અંતિમ ત્રિમાસિકમાં વિકાસ દર ઘટીને 5.8 ટકા પર આવી ગયો, જ્યારે આખા વર્ષ દરમિયાન તેના 6.8 ટકા રહેવાની આશા છે. આ પહેલાં નાણાકીય વર્ષ 2017-18ની ચોથા ક્વાર્ટરમાં જીડીપી વિકાસ દર 7.2 ટકા રહ્યો હતો. 

જોકે, વર્લ્ડ બેંકે આગામી દિવસોમાં ભારતીય અર્થવ્યવસ્થાને લઇને સકારાત્મક રિપોર્ટ આપવામાં આવ્યો છે. વર્લ્ડબેંકના અનુસાર, આગામી ત્રણ વર્ષ સુધી ભારતનો આર્થિક વૃદ્ધિ દર 7.50 ટકા રહી શકે છે. તેમણે કહ્યું, ''મોંઘવારી રિઝર્વ બેંક કરતાં નીચે છે જેથી મોનેટરી પોલિસી સુગમ રહેશે. આ સાથે જ વ્યાજનો વૃદ્ધિ દર મજબૂત થવાથી અંગત ઉપયોગ અને રોકાણને ફાયદો થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news