શું નોકરિયાતોને આજે ગિફ્ટ આપશે નાણામંત્રી, Old કે New કઇ ટેક્સ રિઝીમ માટે આજે નાણામંત્રીનો ખુલશે પટારો?

Budget 2024: આજે  દેશનું બજેટ રજુ થશે પરંતુ તે પહેલા સૌની નજર ઈન્કમટેક્સ (Income Tax)  પર છે, શું આ વખતે નાણામંત્રીના પટારામાંથી કોઈ રાહત મળશે?

શું નોકરિયાતોને આજે ગિફ્ટ આપશે નાણામંત્રી, Old કે New કઇ ટેક્સ રિઝીમ માટે આજે નાણામંત્રીનો ખુલશે પટારો?

Budget 2024: આજે  દેશનું બજેટ રજુ થશે પરંતુ તે પહેલા સૌની નજર ઈન્કમટેક્સ (Income Tax)  પર છે, શું આ વખતે નાણામંત્રીના પટારામાંથી કોઈ રાહત મળશે? સરકારે બજેટ 2020માં નવી ટેક્સ સિસ્ટમ રજૂ કરી હતી. નવી ટેક્સ સિસ્ટમમાં ટેક્સપેયર્સને રાહત દરે ટેક્સ ઓફર કરવામાં આવ્યો હતો.

એવામાં ઘણા લોકો માટે એક મોટો પ્રશ્ન ઉભો થયો કે તેઓએ કઈ ટેક્સ સિસ્ટમ પસંદ કરવી જોઈએ. આજે અમે તમને જણાવીશું કે જૂની ટેક્સ સિસ્ટમ તમારા માટે વધુ ફાયદાકારક છે કે નવી ટેક્સ સિસ્ટમ પસંદ કરવી તમારા માટે વધુ સારું રહેશે. આ સિવાય એ પણ જાણી લો કે આજે નાણામંત્રીના પટારામાંથી કયા ટેક્સ રિઝીમ માટે ગિફ્ટ આવી શકે છે.

જૂની ટેક્સ રિઝીમમાં મળે છે ઘણી છૂટ
જો કોઈપણ ટેક્સપેયર નવી ટેક્સ રિઝીમ પસંદ કરે છે, તો તે જૂની ટેક્સ વ્યવસ્થા હેઠળ ઉપલબ્ધ મુક્તિનો લાભ મેળવી શકશે નહીં. જૂની ટેક્સ વ્યવસ્થા હેઠળ ગ્રાહકોને HRA, LTA, 80C, 80D સહિત અનેક પ્રકારની છૂટ મળે છે. હાલમાં નવી ટેક્સ વ્યવસ્થાના ગ્રાહકોને આકર્ષવા માટે સરકારે વર્ષ 2023માં ઘણા ટેક્સ સ્લેબમાં ફેરફાર કર્યા હતા.

2023 પહેલા માત્ર 5 લાખ રૂપિયા સુધીની હતી છૂટ 
નવી ટેક્સ વ્યવસ્થામાં વર્ષ 2023 પહેલા 5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા લોકોને કોઈ ટેક્સ ચૂકવવો પડતો ન હતો. તો બીજી તરફ ગયા વર્ષે એટલે કે 2024 માં સરકારે આ મર્યાદા વધારીને 7 લાખ રૂપિયા કરી હતી. હવે નવી ટેક્સ વ્યવસ્થામાં ગ્રાહકોને 7 લાખ રૂપિયા સુધીની ટેક્સ છૂટનો લાભ મળી રહ્યો છે.

50,000 રૂપિયા સુધીનું સ્ટાડર્ડ ડિડક્શન
આ સિવાય ગ્રાહકોને નવી ટેક્સ વ્યવસ્થામાં 50,000 રૂપિયા સુધીનું સ્ટાડર્ડ ડિડક્શન પણ મળી રહ્યું છે. સરકારે વર્ષ 2023માં નવા ટેક્સ સિસ્ટમમાં આ વધારો કર્યો હતો.

સરકારે 2023માં ટેક્સ સ્લેબમાં કર્યો ફેરફાર-
>> 3 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં
>> રૂ. 3 લાખથી રૂ. 6 લાખ વચ્ચે 5 ટકા
>> રૂ. 6 લાખથી રૂ. 9 લાખ પર 10 ટકા
>> રૂ. 9 લાખથી રૂ. 12 લાખ પર 15 ટકા
>> રૂ. 12-15 લાખ પર 20 ટકા
>> રૂ. 15 લાખ પર 30 ટકા

કેમ લોકપ્રિય છે જૂની ટેક્સ વ્યવસ્થા?
દેશભરમાં નવી કર વ્યવસ્થા લાગુ કરવામાં આવી તે પહેલાં ફક્ત જૂની કર વ્યવસ્થા હતી, જે હેઠળ ટેક્સપેયર્સને એચઆરએ અને એલટીએ સહિત 70 થી વધુ કર મુક્તિઓ મળે છે, જે તમારો આવકવેરો ઘટાડે છે. આ તમામ છૂટનો લાભ લેતા કરદાતાઓએ ઓછો ટેક્સ ભરવો પડે છે. જૂના ટેક્સ શાસનનો સૌથી પસંદીદા વિભાગ કલમ 80C છે. 80C હેઠળ કરદાતાઓને 1.5 લાખ રૂપિયા સુધીની કર મુક્તિ મળે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news