SBI ના ગ્રાહકો માટે જરૂરી સમાચાર, આજથી બંધ થશે આ સેવાઓ
જો તમારું ખાતું પણ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) માં છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જરૂરી છે. કસ્ટમ્ર એક્સપીરિયન્સને સારો કરવા માટે બેંક દ્વારા નેટ બેકિંગ, ફિક્સડ ડિપોઝિટ રેટ, EMV ચિપ ડેબિટ કાર્ડ અને પેંશન લોન ઓફર જેવી સુવિધાઓમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે.
Trending Photos
નવી દિલ્હી: જો તમારું ખાતું પણ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) માં છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જરૂરી છે. કસ્ટમ્ર એક્સપીરિયન્સને સારો કરવા માટે બેંક દ્વારા નેટ બેકિંગ, ફિક્સડ ડિપોઝિટ રેટ, EMV ચિપ ડેબિટ કાર્ડ અને પેંશન લોન ઓફર જેવી સુવિધાઓમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાં દેશની સૌથી મોટી બેંક દ્વારા પોતાની કેટલીક સર્વિસ બંધ કરવા જઇ રહી છે. એવામાં કેટલીક સર્વિસીઝ 30 નવેમ્બરે જ બંધ થઇ જશે. 1 ડિસેમ્બરથી તમે બેંકની 4 સર્વિસેઝનો ઉપયોગ કરી શકશો નહી. આગળ વાંચો કાલથી શું-શું બદલાઇ જશે.
SBI Buddy જશે બંધ
બેંકે તેમની સત્તાવાર વેબસાઇટ દ્વારા લોકોને જાણકારી આપી કે 30 નવેમ્બર સુધીમાં મોબાઇલ વોલેટ SBI Buddyને સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવશે. SBIએ આ અંગે પોતાના ગ્રાહકોને સૂચના આપી છે. બેંકે ગ્રાહકોને કહ્યું કે તે 30 નવેમ્બર સુધી વોલેટમાં વધેલા પૈસા કાઢી લે. SBI એ મોબાઇલ વોલેટ Buddy ની શરૂઆત ઓગસ્ટ 2015માં કરી હતી. તેની સાથે 13 ભાષાઓમાં લોંચ કર્યું હતું. SBI Buddy ની જગ્યાએ હવે SBI YONO ને મોબાઇલ વોલેટની માફક ઉપયોગ કરી શકાશે. YONO માં SBI Buddy ની તુલનામાં વધુ ફીચર્સ છે.
બંધ થઇ જશે નેટબેકિંગ
બેંકે ગ્રાહકોને અપીલ કરી છે કે તમારો મોબાઇલ નંબર 1 ડિસેમ્બર સુધી બેંક સાથે રજિસ્ટર કરાવી લો. બેંકે કહ્યું કે જો તમે 1 ડિસેમ્બર સુધી 2018 સુધી આ કામ પતાવશો નહી તો તમારી ઇન્ટરનેટ બેકિંગને બ્લોક કરી દેવામાં આવશે. ત્યારબાદ તમે ઇન્ટરનેટ બેકિંગના માધ્યમથી ટ્રાંજેક્શન નહી કરી શકો. એવામાં તમે ખાતાધારક તરીકે અન્ય સેવાઓનો લાભ તો ઉઠાવી શકશો, પરંતુ ઓનલાઇન બેકિંગનો ઉપયોગ કરી શકશો નહી.
જીવન પ્રમાણપત્ર જમા કરાવવાની અંતિમ તક
SBI પેંશનધારકોને 30 નવેમ્બર સુધી પોતાનું લાઇફ સર્ટિફિકેટ જમા કરાવવું પડશે. પોતાનું જીવન પ્રમાણપત્ર જમા કરતાં જ પેંશનને રિલીઝ કરવામાં આવશે. લાઇફ સર્ટિફિકેટ નહી આપનાર લોકોનું 30 નવેમ્બર સુધી પેંશન અટકાવી દેવામાં આવશે. જોકે, ત્યારબાદ SBI કઇ શરતો પર પેંશન ઇશ્યૂ થશે, તે સ્પષ્ટ કર્યું નથી.
પેંશન લોનની સુવિધા થઇ જશે બંધ
પેંશનધારકો માટે વધુ એક સમાચાર છે, જે લોકોનું પેંશન SBI ના ખાતામાં આવે છે, તેના માટે બેંક તરફથી શરૂ કરવામાં આવેલી લોન સ્કીમ બંધ થવા જઇ રહી છે. બેંકે ફેસ્ટિવલ સિઝનમાં પેંશનધારકો માટે લોનની શરૂઆત કરી હતી. આ સ્કીમમાં પેંશનર્સને કોઇપણ જાતની પ્રોસેસિંગ ફી વિના લોન મળતી હતી. પરંતુ 30 નવેમ્બરથી SBI આ સ્કીમ બંધ કરી દેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે