alert

Tiktok users Alert: Bug in Tiktok App PT28M6S

ટિકટોક યૂઝર્સ સાવધાન: તમારી ખાનગી માહિતી થઇ શકે છે લિક, જોવા મળ્યો બગ

હવે ટીકટોક વિડીઓ એપ બગની ઝપેટ માં આવી ગયું છે ભારતમાં ખુબ જ લોકપ્રિય એવી એપ જેના 30 કરોડ થી પણ વધુ યુઝર્સ છે. જેમાં બગ આવતા હવે ટીકટોક પર તમારું એકાઉન્ટ્સ કોઈપણ હેકર્સ હેક કરી શકે છે અને તમારી અંગત અને ખાનગી માહિતી પણ વાયરલ કરી જાહેર કરી દેવામાં આવશે.જો કે તમે એકાઉન્ટ બનાવતા ગુપ્તતા જળવાઈ રહે તેનું ધ્યાન રાખવું જરૂરી છે.

Jan 9, 2020, 12:10 PM IST
ayodhya issue Home Ministry Take alert all State PT5M45S

અયોધ્યા મામલે ચુકાદા પહેલાં એડવાઇઝરી જાહેર, તમામ રાજ્યો અલર્ટ પર

અયોધ્યા મામલે ચુકાદા પહેલાં એડવાઇઝરી જાહેર, તમામ રાજ્યો અલર્ટ પર

Nov 7, 2019, 09:05 PM IST
People Enjoy Bathing On The Coast Of Navsari PT3M

‘મહા’ વાવાઝોડાને લઇ એલર્ટ: નવસારીના દરિયા કિનારે લોકોએ માણી ન્હાવાની મજા

અરબ સાગરમાં ઉઠેલા મહા વાવોઝાડાની અસર નવસારીના દરિયામાં જોવા મળી રહી છે. નવસારીના ઐતિહાસિક દાંડીના દરિયા કિનારે વેકેશનની મજા માણવા સહેલાણીઓ આવી રહ્યા છે, ત્યારે તંત્ર દ્વારા અંહિ લોકો કિનારે ન જાય અથવા એમને વાવાઝોડા વિશેની માહિતી મળે એવી કોઇ વ્યવસ્થા ગોઠવવામાં નથી આવી. જેને કારણે દરિયામાં કરન્ટ હોવા છતા સહેલાણીઓ બાળકો સાથે બેખૌફ દરિયામાં નાહવાની મજા માણી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા લોકોને જાગૃત કરવાના પ્રયાસો થાય ઍ જરૂરી છે.

Nov 4, 2019, 12:25 PM IST
Alerts On The Coast Of South Gujarat And Saurashtra PT6M8S

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કિનારે એલર્ટ, દરિયામાં ઉછળ્યા ઊંચા મોજા

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે દરિયામાં વાવાઝોડાને પગલે ઊંચા મોજાં ઊછળી રહ્યાં છે અને દરિયો તોફાની બન્યો છે. ઉલ્લેખનીય છે કે, આવતીકાલે વાવાઝોડાની વધારે અસર જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતમાં પણ મહા વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. ભરૂચ, અંકલેશ્વર અને નવસારી પથંકના વાતાવરણમાં પલટો આવ્યો છે.

Nov 4, 2019, 12:20 PM IST
Gujarat All Airport alert PT3M3S

દિલ્હીની ઘટના બાદ ગુજરાતના તમામ એરપોર્ટ પર એલર્ટ

દિલ્હી એરપોર્ટ પર RDX મળવાનો મામલે ગુજરાતના તમામ એરપોર્ટ પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત ઇન્ટેલિજન્સ બ્યુરો દ્વારા એરપોર્ટની સુરક્ષામાં વધારો કરવાનું કહેવામાં આવ્યું છે.

Nov 1, 2019, 06:35 PM IST

દ્વારકા: જિલ્લામાં 12 કલાકમાં 8 ઇંચ વરસાદ, શાળાઓમાં રજા જાહેર કરાઇ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાણવડ તાલુકામાં અનરાધાર વરસાદ શરૂ થયો હતો. ગત 12 કલાકમાં દ્વારકા પંથકમાં લગભગ 8 ઇંચ કરતા પણ વધુ વરસાદ પડ્યો હતો. જ્યારે ભાણવડ ગામની મેઇન બજારમાંથી પસાર થતી ફાલકુ નદી બે કાંઠે વહેતી થઇ હતી. ત્યારે મહત્વનું છે, કે જિલ્લા કલેક્ટર અને જીલ્લા શિક્ષણ અધિકારીએ શાળાઓ સોમવારે રજા આપવામાં આવી છે. 
 

Sep 29, 2019, 07:45 PM IST
Low Pressure Created In Arabian Sea Near Kutch, Hikka Cyclone Affected Gujarat PT1M49S

કચ્છ પાસે દરિયો તોફાની બનવાની અપાઇ ચેતવણી, NDRFની ટીમ કરાઇ તૈનાત

કચ્છમાં અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરની અસર દેખાવા લાગી છે. લો પ્રેશરથી હિકા નામનું વાવાઝોડું ઓમાન તરફ ધપી રહ્યું છે, જેની ગુજરાતમાં અસર જોવા મળી રહી છે. હિકાને કારણે દરિયામાં ઉંચા મોજા ઉછળવાની ચેતવણી અપાઈ છે. જખો બંદરની 100 બોટ હજુ પણ દરિયામાં છે. કચ્છમાં કંડલા સહિતના તમામ બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. દરિયો તોફાની બનવાના પણ એંધાણ છે. ત્યારે એનડીઆરએફની એક ટીમ કચ્છમાં તૈનાત કરાઈ છે.

Sep 24, 2019, 01:25 PM IST

હિકા વાવાઝોડા સામે તંત્ર સાબદું, કચ્છમાં NDRFની એક ટીમ તૈનાત કરાઈ

અરેબિયન દરિયામાં ઘેરા દબાણનું ક્ષેત્ર બનવાથી ચક્રવાતી તોફાન હિકા (Hikka Cyclone)વધુ તીવ્ર બની ગયું છે. પરિણામે ગુજરાત (Gujarat)ના દરિયાકાંઠે પ્રચંડ પવન ફુંકાશે. સાથે સાથે ભારે વરસાદ પણ થવાની શક્યતા છે. જેથી દરિયામાં સ્થિતિ ખરાબ થઇ શકે છે. મોજા ઊંચે ઉછળી શકે છે. માછીમારોને બુધવાર સુધી દરિયામાં નહીં જવા માટે સૂચના આપી દેવાઈ છે. વાવાઝોડાની શક્યતાને લઇને તંત્ર સાબદું થઇ ગયું છે. ત્યારે કચ્છ (Kutch)માં હિકાની અસર દેખાવા લાગી છે. હિકાને કારણે કચ્છના દરિયામાં મોજા ઉંચા ઉછળવાની ચેતવણી અપાઈ છે. જેને કારણે એનડીઆરએફ (NDRF)ની એક ટીમ કચ્છમાં તૈનાત કરાઈ છે.

Sep 24, 2019, 10:07 AM IST

મહીસાગર સાર્વત્રિક વરસાદ, કડાણા અને ભાદર ડેમમાં પાણીની આવક થતા આસપાસના ગામ એલર્ટ પર

મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો હતો. મોડી રાત્રે શરૂ થયેલા ધોધમાર વરસાદમાં સૌથી વધુ લુણાવાડામાં 3.5 તેમજ ખાનપુર અને વીરપુરમાં 3 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જ્યારે કડાણા અને સંતરામપુરમાં 1 ઈંચ વરસાદ વરસ્યો છે

Sep 15, 2019, 11:15 AM IST

કડાણા ડેમમાંથી પાણી છોડાતા પંચમહાલ અને અન્ય જિલ્લાના 127થી વધુ ગામ એલર્ટ કરાયા

કડાણા ડેમમાંથી હાલ 7 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે વણાકબોરી ડેમમાં પાણીની ભારે આવક થઈ રહી છે અને જો ડેમની સપાટી 242ને પાર થાય તો અસરગ્રસ્ત ગામોમાં પાણી ઘુસી જવાની સંભાવના છે 
 

Sep 13, 2019, 04:51 PM IST

સરદાર સરોવર ડેમ 136.74 સપાટીએ પહોંચતા 23 ગેટ ખોલાયા, 23 ગામોને એલર્ટ

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી ઐતિહાસિક સપાટીએ પહોંચી ગઇ છે. ત્યારે હાલ નર્મદા ડેમની જળ સપાટી 136.74 મીટરે પહોંચી ગઇ છે. જો કે, ઉપરવાસમાંથી 8 લાખ 39 હજાર વિક્રમજનક પાણીની આવક થઇ છે

Sep 11, 2019, 09:05 AM IST

નર્મદા ડેમ ઇતિહાસમાં પ્રથમવાર 136.52 મીટરની સપાટીએ, 23 દરવાજા ખોલાયા

સરદાર સરોવર ડેમમાં પાણીનો સતત વધારો થઇ રહ્યો છે અને હાલ સપાટી ઇતિહાસમાં પ્રથમવાર 136.52 મીટર પહોંચી છે. હાલ 6,76,558 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. 23 દરવાજા 3.9 મીટર સુધી ખોલીને 5,84,915 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેથી નદીના કાંઠાના વિસ્તારોને તંત્ર દ્વારા એલર્ટ કરી દેવામાં આવ્યા છે. 

Sep 10, 2019, 08:03 PM IST
Vadodra: Checking At Railway Station Due To Terror Alert PT1M51S

આતંકી અલર્ટને પગલે વડોદરા રેલવે સ્ટેશન પર પોલીસે હાથ ધર્યું ચેકીંગ

વડોદરા: રેલવે સ્ટેશન પર પોલીસનું ચેકિંગ, મુસાફરોના માલાસામાનનું કરાઈ રહ્યું છે ચેકિંગ. ગુજરાતમાં ઘુસવાની ફિરાકમાં છે આતંકીઓ.

Aug 31, 2019, 02:40 PM IST

રાજ્યમાં એલર્ટને પગલે વડોદરા રેલવે પોલીસ ફોર્સ દ્વારા મુસાફરોનું ચેકિંગ

વડોદરા રેલવે સ્ટેશન ખાતે પણ રેલવે પોલીસ ફોર્સ દ્વારા લાંબા અંતરની ટ્રેન અને સ્ટેશન ખાતે હાજર મુસાફરોના સામાનનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

Aug 31, 2019, 01:23 PM IST

ભરૂચ: નર્મદા ડેમમાંથી પાણી છોડાતા ગોલ્ડન બ્રિજ પર જળ સપાટી ભયજનક, 20 ગામ એલર્ટ

ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદાની જળ સપાટી 27.50 ફૂટે પહોંચતા તંત્રએ નિચાણવાળા વિસ્તારોને સલામત સ્થળે ખસી જવા અપીલ કરી છે. સરદાર સરોવર ડેમમાંથી સતત પાણીની આવકના પગલે બાદ હવે સપાટીમાં થઈ રહેલો ઘટાડો જોવા મળી રહ્યો છે. 24 ભયજનક સપાટી થી 4 ફૂટ ઉપર નર્મદા ભરૂચ કાંઠે વહેતી થતા તંત્ર એલર્ટ થઈ ગયું છે.

Aug 28, 2019, 09:02 PM IST
Coastal Security Beefed Up At Kutch PT1M45S

કચ્છની કોસ્ટલ સિક્યુરિટીને કેમ કરવામાં આવી એલર્ટ, જુઓ વિગત

કચ્છની કોસ્ટલ સિક્યુરિટીને કરવામાં આવી એલર્ટ.

Aug 22, 2019, 02:20 PM IST

વડોદરા: મોલમાં દહેશત ફેલાવીને મજાક કરનાર બે રીક્ષા ચાલકની ધરપકડ

દેશ અને રાજ્યમાં આતંકી હુમલાનાં એલર્ટ વચ્ચે વડોદરામાં એક મોલમાં દહેશત ફેલાવવાની મજાક બે ટીકળખોર યુવાનોને ભારે પડી છે. વડોદરા પોલીસે આ બન્ને યુવાનોને ઝડપી લઇ જેલનાં સળિયા ગણતાં કરી દીધાં છે.

Aug 19, 2019, 06:37 PM IST

વડોદરામાં બે શંકાસ્પદ વ્યક્તિ પકડાતા તંત્ર થયું દોડતું, પોલીસે મોલ ખાલી કરાવ્યો

રાજ્યમાં આતંકી હુમલાની આશંકાને લઇને આપેલા એલર્ટની વચ્ચે વડોદરામાં બે શંકાસ્પદ ઇસમોની પોલીસે ધરપકડ કરી છે. આ શકમંદ ઇસમો દ્વારા વાધોડિયા ખાતે આવેલા ગેલેક્ષીમોલમાં મોલના કર્મચારીઓને બેગમોલની અંદર પહોંચાડવા માટે રૂપિયાની લાલાચ આપી હતી જ્યારે કર્મચારીઓ દ્વારા ઇન્કાર કરતા બંન્ને ત્યાંથી ફરાર થઇ ગયા હતા. પોલીસે બંન્ને શકમંદોની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. 

Aug 18, 2019, 11:56 PM IST

ઉપરવાસમા વરસાદથી બનાસ નદીનું લેવલ વધ્યું, કાંઠાના ગામોને એલર્ટ કરાયા

ઉપરવાસમાં ભારે વરસાદને લઇ બનાસ નદી બે કાંઠે વહેતી થઈ છે. ગઈ કાલથી સતત બે કાંઠે વહી રહેલી બનાસ નદીમાં પાણીનું સ્તર ધીરે ધીરે વધી રહ્યું છે, જેને કારણે બનાસ કાંઠે વસતા 13 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. 

Aug 17, 2019, 02:11 PM IST

ગુજરાતમાં દરિયાઇ માર્ગે ઘૂસવાના પ્રયાસમાં પાકિસ્તાની આતંકી, કચ્છમાં એલર્ટ

જમ્મુ-કાશ્મીરમાંથી 370ની કલમ બાદ પાકિસ્તાનની ઊંઘ હરામ થતા આતંકીઓ ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરી શકે છે. આઇબીને ઇનપુટ મળતા ગુજરાતના દરિયાઇ વિસ્તારમાં એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે જ કચ્છની દરિયાઈ અને ખાડી બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે

Aug 14, 2019, 09:29 AM IST