ATM માંથી પૈસા કાઢવા માટેના નિયમો બદલાયા, છેતરપિંડીનો ભોગ ન બનવું હોય તો જાણી લો

SBIના ગ્રાહકો માટે ખાસ જાણવા જેવા મહત્વના ફેરફારો થયા છે. બેંકે પોતાના ગ્રાહકોને એટીએમ ફ્રોડથી બચાવવા માટે એક ખાસ સુવિધા આપી છે. SBI એટીએમમાંથી પૈસા કાઢવાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. SBIએ એટીએમ ટ્રાન્જેક્શનને વધુ સુરક્ષિત બનાવવા માટે પગલાં લીધા છે.

ATM માંથી પૈસા કાઢવા માટેના નિયમો બદલાયા, છેતરપિંડીનો ભોગ ન બનવું હોય તો જાણી લો

નવી દિલ્લીઃ SBIના ગ્રાહકો માટે ખાસ જાણવા જેવા મહત્વના ફેરફારો થયા છે. બેંકે પોતાના ગ્રાહકોને એટીએમ ફ્રોડથી બચાવવા માટે એક ખાસ સુવિધા આપી છે. SBI એટીએમમાંથી પૈસા કાઢવાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. SBIએ એટીએમ ટ્રાન્જેક્શનને વધુ સુરક્ષિત બનાવવા માટે પગલાં લીધા છે. હવે SBI એટીએમમાંથી પૈસા કાઢવા માટે ઓટીપી નાખવો અનિવાર્ય કરી દેવામાં આવ્યો છે. જો તમે પણ એટીએમ ફ્રોડથી બચવા માગો છો તો આ ખાસ સુવિધાનો લાભ ચોક્કસથી ઉઠાવો. આ નવા નિયમ મુજબ ગ્રાહક ઓટીપી વગર પૈસા નથી કાઢી શકતાં. એટીએમમાંથી પૈસા કાઢતા સમયે ગ્રાહકોને તેમના મોબાઈલ ફોન પર એક ઓટીપી મળશે જે એન્ટર કર્યા બાદ જ પૈસા નીકળશે. 

બેંકે આપી આ જાણકારીઃ
બેંકે એ જાણકારી પણ આપી છે કે, એસબીઆઈ એટીએમમાં લેણદેણ માટે ઓટીપીનો નવો નિયમ ઠગાબાજ સામે એક શ્રેષ્ઠ ઉપાય છે. તમારે ઠગાઈનો ભોગ બનવામાંથી બચવું હોય તો આ નવા નિયમોને પ્રાથમિકતા આપવી પડશે. એસબીઆઈના ગ્રાહકોને આ વાતની જાણકારી હોવી જોઈએ કે, ઓટીપી આધારિત પૈસા કાઢવા માટે શું પ્રોસેસ છે. 

જાણો શું છે નિયમઃ
તમને જણાવી દઈએ કે, 10 હજાર અને તેનાથી વધુ રકમ કાઢવા માટે આ નિયમ લાગૂ પડે છે. એસબીઆઈના ગ્રાહકોને તેમના બેંક અકાઉન્ટમાં રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક ઓટીપી મળશે. અને ડેબિટ કાર્ડ પિન સાથે જ 10 હજારથી વધુની રકમ કાઢવાની મંજૂરી મળશે. 

આ છે પ્રોસેસઃ
-એસબીઆઈમાંથી પૈસા કાઢવા માટે તમારે એક ઓટીપીની જરૂર પડશે.
-આ માટે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક ઓટીપી મોકલવામાં આવશે.
-આ ઓટીપીમાં 4 અંકોની સંખ્યા હશે જે ગ્રાહકોને સિંગલ ટ્રાન્જેક્શન માટે મળશે.
-તમે રકમ એન્ટર કરશો પછી તમને એટીએમ સ્ક્રિન પર ઓટીપી એન્ટર કરવાનું કહેવાશે.
-જે બાદ તમને મોબાઈલમાં મળેલો ઓટીપી એન્ટર કરવો પડશે.
-ઓટીપી એન્ટર કર્યા બાદ જ તમે રૂપિયા મેળવી શકશો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news